SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યાય-૩ [ ૧૮૯ સાંભળ્યાં છે અને તેથી મનમાંથી શંકા દૂર થઈ છે, અને જેવી રીતે હાથમાં રહેલું માટુંગાળ, નિર્મળ મેાતી સ્થૂલ ચક્ષુથી જણાય છે, તેવી રીતે શાસ્ર દૃષ્ટિથ સકળ તત્ત્વો જેણે અભ્યાસ કર્યાં છે,. જેનામાં દેવ, ગુરૂ અને ધમ' ઉપર ભક્તિભાવ જાગૃત થયા છે, અને ' મરણ સમયે સર્વ વસ્તુઓના ત્યાગ કરવા પડશે, અને એકલે ધર્માંજ સાથે આવશે ' એવા દૃઢ નિશ્ચય થયા છે, અને તેથી ધ તરફ જેની રૂચિ વધતી તે વધતી જાય છે, તેવા માણસ પેાતાના આત્મબળ અને શરીર સામર્થ્ય ના વિચાર કરી, પેાતાની શક્તિ અનુસાર ધર્મ માર્ગીનું આસેવન કરે; એટલે વ્રત નિયમ તપ વગેરે આદરે આવેા માણસજ ખરેખરી રીતે ધમ ને માટે લાયક છે, " આ ઉપરથી કોઈને પ્રશ્ન ઉઠે કે, શું બીજા માણુસો ધર્માભાઈને ચલાવવા માટે નાલાયક છે ? તે તેને જવાબ શાસ્ત્રકાર આપે છે:योग्यो होवविधः प्रोक्तो जिनैः परडितोद्यतैः । फलसाधनभावेन नातोऽन्यः परमार्थतः || ३|| અર્થ:—પરનું હિત કરવા માટે ઉદ્યમવત એવા જિનેશ્વરાએ ફળ સાધન ભાવથી ઉપરની એ ગાથાથી જણાવેલા લક્ષણવાળાને ચેાગ્ય પુરૂષ કહ્યો છે. પરમાથી (ખરી રીતે ) ખીજે પુરૂષ યોગ્ય ન જાવે. '''', * ભાવાર્થ:—સાધન વિના સાજ્યની સિદ્ધિ થતી નથી; અહીંયાં ઉપર જણાવેલા લક્ષણવાળા પુરૂષ એ સાધક છે અને સાધ્ય મેાક્ષ છે. માટે મેળવવા માટે યોગ્ય સાધક રૂપ ગુણવાન પુરૂષની જરૂર છે. પ્રશ્નઃ—અયેાગ્ય પુરૂષ ધમ ગ્રહણ કરે, તે તેમાં શે! બાધ આવે ? ઘણા લેકા નામથી ચારિત્ર અંગીકાર કરનારા, સામાયિક-પૌષધ-પ્રતિક્રમણના કરનારા જોવામાં આવે છે; અને તેમનામાં પણ વિષયકષાય ભરેલા હાય છે. વળી ગૃહસ્થા પણ જુઠા લેખ, ઝુડી
SR No.022205
Book TitleDharmbindu
Original Sutra AuthorHaribhadrasuri
AuthorMunichandrasuri, Manilal Nathubhai Doshi, Vajrasenvijay
PublisherPremji Korshi Shah
Publication Year
Total Pages526
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy