________________
અધ્યાય-૨
[ ૧૮૭
માણસ અનુભવથી શીખે છે તેા પછી ઉપદેશ આપવાથી શા લાભ ? એવી આશંકાનું સમાધાન કરતાં શાસ્ત્રકાર લખે છે કે— नोपकारो जगत्यस्मिंस्तादृशों विद्यते क्वचित् । यादशी दुःखविच्छेदा देहिनां धर्मदेशना ॥ અઃ-દુઃખના ઉચ્છેદ કરનારી ધમ દેશના પ્રાણીઓને જેવા ઉપકાર કરે છે, તેવા ઉપકાર બીજા કશાને નથી.
ભાવાઃ—જગતમાં અનેક પ્રકારના ઉપકાર છે; પણ માણસને ધર્મ પમાડવા તેના જેવા બીજો કાઈ ઉપકાર નથી. કારણ કે તત્ત્વોને યથા જાણવાથી તે પ્રમાણે વર્તવા માણસ પ્રેરાય છે, અને તેથી દુ:ખતે અંત આવે છે. સધળી તત્ત્વ વિદ્યાઓના ઉદ્દેશ દુઃખને નાશ કરવાના છે; માટે જે લેાકેા અધિક નાની છે તેમણે પોતાના જ્ઞાનને બીજને બેધ આપવામાં જરા પણ આળશ કરવી નહિ; તેમ મુમુક્ષુ વેએ તેવા ખરા જ્ઞાનીએની ભક્તિ, વિનય, બહુમાન કરી તેમની પાસેથી જ્ઞાન મેળવવામાં એક ક્ષણ પણ નિરર્થક ગુમાવવી નાંહે. ખરૂ જ્ઞાન પ્રાપ્ત થવાથી અજ્ઞાન રૂપ અંધકાર નાશ પામે છે અને હેય (ત્યાગવા યેાગ્ય) અને ઉપાદેય (ગ્રહણ કરવા યાગ્ય) બાબ– તનુ યથા જ્ઞાન થાય છે; દુર્ગુણને! ત્યાગ કરી સદ્ગુણ પ્રાપ્ત કરવા મન અભિલષે છે. માટે સત્સંગનું અને સશાસ્ત્રનું નિર ંતર સેવન કરવુ; પ્રમાદને ત્યાગ કરી સદુઃખને અંત લાવનારી સદેશના શ્રવણ કરવી.
ખરી વસ્તુના જ્ઞાતા, અને ભક્તિથી તેમનું શ્રવણ કરનારાને ચૈાગ બહુ દુર્લભ છે; પણ જે શેાધે છે તેને મળે છે; માટે જેટલુ જ્ઞાન મળ્યું હોય તેટલાને અમલમાં મૂકવા પ્રયત્નશીલ થવું; એટલે વધારે મેળવવા સ્વયમેવ લાયક થશે! અને તે મળશે.
॥ इति श्री द्वितीयप्रकरणं समाप्तम् ॥