________________
અધ્યાય-૨.
[ ૧૮૫ ' ' ગૌણ અને મુખ્ય કોને કહેવા? ' - અનેકાંતવાદમાં સાત નય છે, પણ તેને નિશ્ચય અને વ્યવહાર એ બે નયમાં સમાવેશ થાય છે, જયારે કામ, મોહ, લોભ, ઈદ્રિયના વિષયો, અને કવાય વગેરે જે નિશ્ચય નયને મુખ્ય કરવાથી ઘટતા હેય, અને પિતાને પરભાવથી વિરમણ થતું હોય, તો તે સમયે વ્યવહારનયની ગૌણતા કરી નિશ્ચયનયને મુખ્ય કરી બોધ આપ અને પારકા પાસેથી ગુણ ગ્રહણ કરવો હોય, તે વ્યવહારને મુખ્ય કરી. નિશ્ચયને ગૌણ કરી બધ આપો. કેમકે નિશ્ચયને મુખ્ય કરવાથી અન્ય જનને વિનય વૈયાવચ્ચ આદર સત્કાર વગેરે થઈ શકતો નથી; અને જ્યાં પરજીવમાં દોષ દેખાય ત્યાં નિશ્ચયની મુખ્યતા કરી વિચારવું કે આ જીવ કમને વશ છે અને આત્મા તે સચ્ચિદાનંદમય શુદ્ધ સ્વરૂપી છે; આ વિચાર કરવાથી સામા મનુષ્ય ઉપર આપણને ઠેષ થતું અટકે છે; અને જે નયની મુખ્યતા કરવાથી રાગ, દ્વેષ મેહ, માન, વગેરે વૃદ્ધિ પામે તેને “નય ન કહેવે પણ “નયાભાસ” કહેવો. આ પ્રમાણે ઉપદેશકે શ્રોતાને તેમજ શ્રવણના વિષયને વિચાર કરી વ્યવહાર કેનિશ્ચય નયની ગૌણતા કે મુખ્યતા કરી બોધ આપો.
હવે ગુરૂ અને લઘુનું સ્વરૂપ કેવું છે ! જેમાં નિશ્ચયથી ગુણ ઘણું દેખાતા હોય અને વ્યવહારથી કિંચિત્ દેષ જણાતે હેય અને વાસ્તવિક રીતે નિશ્ચયમાં દોષ ન હોય, તે તે કામ ગૃહસ્થ કરવા યોગ્ય છે. અને જેમાં નિશ્ચયથી ઘણું અવગુણુ દેખાતા હોય, અને આત્માને રાગદ્વેષ અને મોહ વગેરેની વૃદ્ધિ થતી હોય, અને વ્યવહારમાં લોકોને રંજિત કરવા રૂપ કિંચિત્ ગુણ દેખાતો હોય, તો તેવું કાર્ય આત્માથી પુરૂષોએ કરવું નહિ એવી રીતે લઘુ-ગુરૂને વિચાર કરશે અને તે પ્રકારે વિચાર કરનાર પુરૂષ દેશના આપી શકે.