________________
૧૮
એટલે બે ચક્રવત થયા પછી પાંચ વાસુદેવ થયા પછી પાંચ ચક્રવતી પછી એક વાસુદેવ પછી એક ચક્રવતી પછી એક વાસુદેવ પછી એક ચક્રવર્તી પછી એક વાસુદેવ પછી બે ચક્રવત પછી એક વાસુદેવ અને છેલ્લે એક ચક્રવતી.
આ અવસર્પિણી કાળમાં આ ભરત ક્ષેત્રમાં બાર ચક્રવર્તી, નવ વાસુદેવ થયા એ આ શ્લોકન (ગાથા) અર્થ થતો હતો. અને આ કલેક અર્થ હરિભદ્રને ખ્યાલ ન આવ્યો. એટલે પાછો ફરી ઉપાશ્રયમાં જઈને પૂછયું કે હે સાધવી મ. ! આ શું ચક ચક કરે છે ? ત્યારે સમયનાં જાણકાર, મર્યાદાના ૩પાસક, પરમાત્માની આજ્ઞાને સમજનારા એવા સાધ્વીજીએ આને અર્થ ખૂબ જ સરળતાથી સમજાવ્યો. પ્રતિજ્ઞાની પકડ રાખનારા એવા હરિભદ્ર બોલ્યા કે હે આર્યા! મારી પ્રતિજ્ઞા હતી કે કઈ વ્યક્તિએ કહેલી વાતને અર્થ મને ન સમજાય તો તેના શિષ્ય બની જવું તેથી તમે મને તમારા શિષ્ય બનાવો. ત્યારે સાધ્વીજી ભગવંતે સમજાવ્યું કે પુરૂષને શિષ્ય કરવાને સાધ્વીજીને અધિકાર નથી. અમારા ધર્માચાર્ય શ્રી જિનભદ્રાચાર્ય અહીં ભાઈઓના ઉપાશ્રયમાં બિરાજમાન છે તેમની પાસેથી સાધુ ધર્મની દીક્ષા ગ્રહણ કરીને શિષ્ય બને.
ત્યારે પૂર્વ ઉપકારી આપે છે તેથી આપ જ મારા ગુરૂ છો તે પણ આપના કહેવાથી હું પૂજ્ય આચાર્ય ભગવંતને શિષ્ય બનીશ અને શુભ મુહુર્ત શાસન પ્રભાવનાની સુંદર પળે સંયમ ગ્રહણ કરીને બન્યા મુનિશ્રી હરિભદ્રવિજ્યજી. '. ગુરુ સમર્પણ પૂર્વક જૈન દર્શનના અભ્યાસમાં એક્તાન બનીને ઉચ્ચ કેટીના આગમનાં જ્ઞાતા બન્યા પણ સાથોસાથ અનુભવજ્ઞાન દ્વારા ધર્મની ભૂમિકાને વધુ ને વધુ વિકસાવતા ગયા. એમાં જ્ઞાનઅનુભવ દ્વારા વિશિષ્ટ યોગ્યતા જોતાં ગુરુ મહારાજે આચાર્ય પદ