________________
૧૦૬ ]
ધર્મબિન્દુ આ સ્થળે એક છે તે પણ તેમ કરવું ઉચિત નથી. કારણ કે શબ્દમાં રહેલું સામર્થ્ય આમ કરવાથો નાશ પામે છે.
૭. પ્રસિદ્ધ અર્થ છોડી દઈ બીજો અર્થ કરે તે અર્થભેદ જાણ. દાખલા તરીકે ગવંતી વંતિ સ્રોતિ વિદત્તરામુરિત આવો આચારાંગ સૂત્રમાં પાઠ છે. એને પ્રસિદ્ધ અર્થ એ છે કે પાખંડી. લાકમાં જેટલા જીવ–મનુષ્ય અસંયત હેય તેમાંથી કેટલાક લેકે છકાયના જીવોને ઉપતાપ કરે છે. તેને બદલે અવંતી દેશમાં પાણી કાઢવાના દેરડાવાળા લેક કૂવા ઉપરે સંતાપ ઉપજાવે છે, એ કરે તે અર્થભેદ જાણો.
૮. શબ્દ જુદો બેલવો અને અર્થ પણ જુદો કરવો, તેને વ્યંજન-અર્થભેદ કહે છે. ઘો મજૈમુર્ણ અહિંસા પર્વતમત આ સ્થળે વ્યંજનને ભેદ કરવાથી અર્થને પણ ભેદ થાય છે. આથી ઉસૂત્ર પુરૂપણ થાય છે, અને તેથી જે દેષ ઉપન્ન થાય છે તે દોષ સૂત્રમાં ફેરફાર કરનારને લાગે છે.
જે માણસ જાણી જોઈને પિતાને સ્વાર્થ સાધવા જે સત્ય હેય તેને જુદે અર્થ કરવા શાસ્ત્રોના શબ્દો ફેરવી નાખે છે, તે દેષિત છે. કારણ કે તેના સઘળા અનિષ્ટ પરિણામનું કર્મ તેને સહન કરવું પડે છે. માટે શાસ્ત્રના શબ્દો ફેરવવા નહિ, તેમજ તેને અર્થ પણ ફેરવી નહિ.
આ આઠ નિયમો ધ્યાનમાં રાખી જે વિનય સહિત ગુરૂ પાસે શાસ્ત્રને અભ્યાસ કરે છે. તેનું જ્ઞાન અધિક અધિક વધતું જાય છે; અને જ્ઞાનને આવરણ કરનારા પરમાણુઓ ખરી જાય છે. માટે જ્ઞાનના અભ્યાસીઓએ આ નિયમ કદાપિ ભૂલવા નહિ,
દર્શનાચાર तत्त्वार्थश्रद्धानं सम्यग्दर्शनम् ॥ તત્વાર્થ ઉપર શ્રદ્ધા રાખવી તેને સમ્યગ્દર્શન કહે છે. તેના પણ આઠ પ્રકાર છે.