________________
ધર્માન્જી
૧૦૪ ]
I એક પુરૂષને વિનય છે, પણ બહુમાન નથી. II ખીજાને બહુમાન છે, પણ વિનય નથી. III ત્રીજાતે વિનય અને બહુમાન બન્ને છે. IV ચેાથાને બન્ને નથી. વિનય પણ નથી તેમ બહુમાન નથી. આ ચતુભગીમાં બીજો તથા ત્રીજો પ્રકાર આંદરવા યેાગ્ય છે. તેમાં ત્રીજો પ્રકાર ઉત્કૃષ્ટ જાણવા. અને ખીજે પ્રકાર મધ્યમ જાણવા કેમકે ગુરૂ ઉપર તેના મનમાં પ્રીતિ તે ધણી છે, પણ કાઈ કારણ વિશેષે ઉપરથી વિનય ખતાવી શકતા નથી, એટલી તેની ખામી સમજવી. કાઈ રાગાદિ મેાટી વ્યાધિના કારણે ગુરૂ આવતાં ઉભા થવું વગેરે વિનય વ્યવહારથી બની શકતા નથી, અને તે તેને પેાતાનું કમનશીબ સમજે છે. માટે બીજા પ્રકારવાળા પ્રાણી પણ જ્ઞાનના અધિકાર સમજવા. કહ્યું છે કે :
ભક્તિ વસે ત્યા લાજ કસીરૅ, લાજ દૂર રહેવાય. પ્રભુપદ લાજે નહિ જ પમાય-પ્રભુપદ
માટે અનન્ય ભક્તિથી ગુરૂની સેવા કરવી, અને તેમના પ્રત્યે પૂજ્ય ભાવ રાખવા. એથી ગુરૂના હૃદયના આશિષ મળશે. જેથી ટુંક સમયમાં વિશેષજ્ઞાન મેળવી શકાશે.
૪. ભણવાની ઈચ્છાવાળાએ ઉપધાન કરવુ જોઈએ. જે તપથી જ્ઞાનને પુષ્ટિ મળે તેને ઉપધાન તપ કહેવાય છે. તપપૂર્ણાંક મેળવેલું જ્ઞાન વિશેષ સફળ થાય છે; તપ કરવાથી શરીર તથા મન આત્માને સ્વીધીત થાય છે, અને તેથી આત્મા મન તથા શરીરને જ્ઞાન મેળવવામાં યેાગ્ય સાધન તરીકે વાપરી શકે છે અને તેથી વિશેષ જ્ઞાન ટુંક સમયમાં મળી શકે છે. જેના હથીયાર ખરાબર સ્થિતિમાં ન હોય તે બરાબર કામ કરી શકે નહિ, તેમ જેની ઈન્દ્રિયા સ્વાધીન ન હોય, અને મન સંયમમાં ન હોય, તે ઈચ્છા પ્રમાણે અભ્યાસ કરી શકે નહિ, માટે જ તપની આવશ્યકતા બતાવી છે.