________________
અધ્યાય-૨
[ ૯૮ तथा बोधे प्रज्ञोपवर्णनमिति ॥८॥ અથ–બંધ થાય ત્યારે તેમની બુદ્ધિની પ્રશંસા કરવી.
ભાવાથ-એક વાર સાંભળવાથી કે અનેકવાર સાંભળવાથી જ્યારે શ્રોતાને બંધ થાય ત્યારે નીચે પ્રમાણે તેમની પ્રશંસા કરવી.
જે લેકે મુક્તિની સમીપમાં હોય, જેમનાં કર્મ બહુ થોડા રહ્યાં હોય, તેવાજ પુરૂષે આવી સૂકમ વાતો સમજી શકે. આવી બાબતે સાંભળવાની રૂચિ થવી, તે પણ મહા પુણ્યદયથી જ સંભવે છે. માટે લક્ષ દઈને સાંભળવું.” આમ કરવાથી સાંભળનારનાં મનમાં ઉત્સાહ વધે છે.
तथा तन्त्रावतार इति ॥९॥ અથ–શાસ્ત્રમાં પ્રવેશ કરાવ.
ભાવાથ:-પ્રથમ તે શ્રોતાના મનમાં શાસ્ત્ર-આગમ માટે બહુમાન ઉત્પન્ન કરાવવું. જ્યાં સુધી અમુક વસ્તુ બહુ સારી છે. અથવા અમુક વસ્તુનું જ્ઞાન લાભકારી છે, એવું જ્ઞાન થાય નહિ ત્યાં સુધી તે વસ્તુ જાણવા લેની રૂચિ થાય નહિ. માટે આગમ વિષે શ્રોતાના મનમાં બહુમાન-પૂજ્યભાવ ઉત્પન્ન થાય તે ઉપદેશ આપ. શ્રોતાને કહેવું કે –
परलोकविधौ शास्त्रात् प्रायो नान्यदपेक्षते । आसन्नभव्यो मतिमान् श्रद्धाधनसमन्वितः ॥१॥
મોક્ષની ઈચ્છાવાળ, બુદ્ધિમાન અને શ્રદ્ધારૂપ ધનવાળા મનુષ્ય પરક સંબંધી કાર્યમાં ઘણું કરીને શાસ્ત્ર સિવાય બીજા કેઈ ઉપર આધાર રાખતો નથી; શાસ્ત્રમાં કહેલા ઉપદેશ પ્રમાણે જ તે વર્તે છે. પરલોક સંબંધો બાબતે જે ઇન્દ્રિઓથી જાણી શકાય તેમ નથી.