________________
અધ્યાય-૨
[ ૯૩
ગુણુ જાણનાર પુરૂષને ગુણ ગુણરૂપે પરિણમે છે અને તેજ ગુણા નિર્ગુ ́ણી પુરૂષના સંબંધમાં આવતાં દોષરૂપ જણાય છે. નદીઆનાં જળ બહુજ સ્વાષ્ટિ હોય છે પણ તેજ નદીએ જ્યારે સમુદ્રને મળે ત્યારે તેમનું પાણી પીવાને યોગ્ય રહેતું નથી. માટે અધિકારીના વિચાર કરી મેધ આપવા, વળી કહ્યું છે કેઃ
1
उपदेशो हि मूर्खाणां प्रकोपाय न तु शांतये । पयःपानं भुजङ्गानां केवलं विषवर्धनम् ॥
સપને પાયેલું દુધ કેવળ તેનું વિષ વધારે છે, તેમ મૂર્ખને આપેલે ઉપદેશ શાંતિ કરવાને બદલે તેના કાપ (ક્રોધને) વધારે છે.. માટે દેશના (ઉપદેશ) આપનારે પાત્રાપાત્રને બહુજ વિચાર કરવા જોઈએ.
इति सद्धर्म देशनाई उकः इदानीं द्विधिमनुवर्तयिष्यामः इति ॥ १ ॥ માટે અત્યાર સુધી પ્રથમ પ્રકરણમાં સદ્ધમ દેશનાને યેાગ્ય પુરૂષનું વર્ણન કર્યું, હવે ધર્માંદેશનાના ક્રમને વણુ વીશું. तत्प्रकृतिदेवताधिभक्तिज्ञानमिति || २ ||
-
અર્થ : ધ દેશનાને યોગ્ય પુરૂષની પ્રકૃતિનું તથા તેને કયા દેવ ઇષ્ટ છે, તે સંબધી જ્ઞાન મેળવવુ', ભાવા; જે પુરૂષને ઉપદેશ કરવાના છે, તેની પ્રકૃતિ પ્રથમ જાણવી જોઈએ. તે પુરૂષને ગુણીજન ઉપર રાગ છે કે નહિ. તેના આચાર વિચાર કેવા છે, તે સ` ઉપદેશ આપનારે જાણવું જરૂરનું છે. વળી તેને કયા દેવમાં વિશેષ ભક્તિ છે, તે પણ ઉપદેશકે જાણવું જોઈએ. જેની પ્રકૃતિ જાણવામાં આવેલી હેાય તેને કયે રસ્તે ધર્મનું જ્ઞાન આપવું તે સમજાઈ શકે.
(૧) જે માણસમાં પ્રવૃત્તિ બહુ હાય તેને ક્રિયા માથી ઉચ્ચ માગે ચડાવી શકાય.