________________
અધ્યાય-૧
[ ૭૩
वर्धमान व्याधि जयन्तं शत्रु नोपेक्षस्व. વધતા વ્યાધિની અને છતતા શત્રુની બેદરકારી કરવી નહિ.
થોડા ઉપાય કરવાથી જે વ્યાધિને નાશ થઈ શકે તેમ હોય, તેને વધવા દઈએ તે આખરે એવી સ્થિતિ આવે કે ગમે તે ઉપાય કરતાં તે શમે નહિ અને મૃત્યુ નિપજે. માટે વ્યાધિ થતાં જ ‘ઉપાય કરવા, અને શરીરને તંદુરસ્ત અને નિરોગી રાખવું એ ગૃહસ્થનો સામાન્ય ધર્મ છે.
માણસના બળનો નાશ થવાનાં અનેક કારણો છે, પણ તેમાં મુખ્ય વીર્યને અઘટિત વ્યય જ છે. વીર્ય એ મનુષ્યના શરીરનો રાજા છે, જેમ રાજા વગરનું રાજ્ય નિરર્થક છે, અને તે રાજ્યમાં અંધાધુધી ચાલે છે, તે જ રીતે વીર્ય વગરને મનુષ્ય નિસ્તેજ દેખાય છે, અને તેના આખા શરીરમાં અનેક પ્રકારના રોગે ઉદ્ભવે છે. સાત ધાતુઓમાં વીર્ય પ્રધાન છે તેનાથી શરીરના સર્વ યંત્રો ચાલે છે, અને વીર્યજ જઠરાગ્નિને પ્રદીપ્ત રાખે છે. માટે તેને અઘટિત વ્યય ન થાય તે ઉપર દરેક આત્મહિતાર્થીએ લક્ષ આપવું.
બાળ લગ્નથી, કુસંગથી, રસિક, મનડર કથાઓ તથા નાટકોથી આ પરિણામ આવ્યું છે. માટે તે બાબતમાં ચેતવાની ખાસ જરૂર છે.
અયોગ્ય દેશ-કાળમાં વિચરણ ત્યાગ તથા ગાવા પાછા અર્થ : અઘટિત દેશ તથા કાળમાં વિચરવું નહિ.
ભાવાર્થ:- જે દેશમાં ચોર વગેરેને ઉપદ્રવ હેય, જે દેશમાં લડાઈ ચાલતી હોય, જે દેશના આચાર વિચર બહુજ મલીન હેય તેવા દેશમાં જવું નહિ.
તેમજ જે સમયમાં દુકાળ વતતે હેય, અથવા મરકી આદિ ભયંકર રોગને ફેલ થતો હોય તેવા સમયમાં તે સ્થાનમાં વસવું