SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः ચારિત્રાચારના વિરાધક ભેદે ત્રણ પ્રકારે કહેવાયો છે અને મહાનિશીથસૂત્રમાં જ્ઞાનકુશીલ, દર્શનકુશીલ, ચારિત્રકુશીલ, તપકુશીલ અને વીર્યકુશીલ - એમ અનેક પ્રકારે કુશીલ કહેવાયો છે.. ७६ <<0 અને શ્રીભગવતીમાં-નિગ્રંથોની મધ્યમાં કહેલો કુશીલ જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપનો વિરાધક તથા મનથી ક્રોધાદિનું આસેવન કરનાર - એમ પાંચ પ્રકારે કહેવાયો છે.. અને આ પ્રમાણે ‘જ્ઞાન, દર્શન, ચારિત્રને વિરાધતો કુશીલ’ એવું કહેવાય અને તો પરમાર્થથી બંનેનું પણ લક્ષણ એક જ થયું.. વિવેચન :- બીજી વાત, કુશીલોનું વર્ણન બે વખતે થાય છે ઃ (૧) એક તો ‘પાર્શ્વસ્થ, અવસત્ર, કુશીલ વગેરે અવંદનીય છે, તેમનો સંગમાત્ર પણ ન કરવો' એમ અવંદનીયોના નિર્દેશ વખતે, અને (૨) બીજું ‘નિગ્રંથો પાંચ પ્રકારના છે – પુલાક, બકુશ, કુશીલ વગેરે’ એમ નિગ્રંથોના નિર્દેશ વખતે.. હવે બંને પ્રકારના કુશીલોનું લક્ષણ વિચારતા તેઓ બે એક છે – એવું જણાય છે. પહેલાં તે બેનું લક્ષણ જોઈ લઈએ – * (૧) અવંદનીય કુશીલ * આવશ્યક સૂત્રમાં- (૧) જ્ઞાનવિરાધક, (૨) દર્શનવિરાધક, અને (૩) ચારિત્રવિરાધક – એમ ત્રણ પ્રકારનો કુશીલ કહ્યો છે.. જુઓ તે આવશ્યકનિયુક્તિની વૃત્તિનું વચન “કુશીલ ત્રણ પ્રકારે કહ્યો છે ઃ (૧) જ્ઞાનાચારમાં, (૨) દર્શનાચા૨માં, અને (૩) ચારિત્રાચારમાં – આ ત્રણે પ્રકારનો કુશીલ વીતરાગો વડે અવંદનીય કહ્યો છે.” શ્રી મહાનિશીથસૂત્રમાં પણ જ્ઞાનકુશીલ વગેરેરૂપે અનેક પ્રકારનો કુશીલ કહ્યો છે. જુઓ તે મહાનિશીથસૂત્રનું વચન : “કુશીલો અનેક પ્રકારના છે ઃ (૧) જ્ઞાનકુશીલ, (૨) દર્શનકુશીલ, (૩) ચારિત્રકુશીલ, (૪) તપકુશીલ, અને (૫) વીર્યકુશીલ.” (સૂત્ર-૩/૪) * (૨) નિગ્રંથ કુશીલ * શ્રી ભગવતી સૂત્રમાં-નિગ્રંથોના વર્ણન વખતે (૧) જ્ઞાનવિરાધક, (૨) દર્શનવિરાધક, (૩) ચારિત્રવિરાધક, (૪) તપવિરાધક, અને (૫) મનથી ક્રોધાદિનું આસેવન કરનાર - આ પ્રમાણે પાંચ પ્રકારનો કુશીલનિગ્રંથ કહ્યો છે. અને તેનાથી ‘જ્ઞાન, દર્શન, ચારિત્રની વિરાધના કરતો કુશીલ’ એ પ્રમાણેનું કુશીલનું લક્ષણ ફલિત થાય.. 'तिविहो होइ कुसीलो णाणे तह दंसणे चरित्ते च । एसो अवंदणिज्जो पन्नत्तो वीयरागेहिं ॥ प्रक्षिप्ता ॥' (आवश्यकनिर्युक्तिवृत्तौ वन्दनाध्ययने ) શ્રી ‘‘નાળે હંસળવરળે, તને ન અદકુદ્રુમણ્ ય વોન∞ । पडिसेवणाकुसीलो, पंचविहो उ मुणेयव्वो ।" (उत्तराध्ययनसूत्रभाष्यगाथा - ९) આ વિશે વિસ્તારથી વર્ણન – ભગવતીસૂત્રના ૨૫/૫ માં ૩૬ દ્વા૨ોથી કર્યું છે.. અને પ્રવચનસારોદ્વારમાં ૯૩મા દ્વારમાં અને સ્થાનાંગસૂત્ર-૫/૩ સૂત્ર-૪૪૬માં પણ વિસ્તારથી વર્ણન છે..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy