________________
गुरुतत्त्वसिद्धिः
હકીકત સમજાતાં, પતિ ઓવારી ગયો. પાછળથી તે શ્રાવિકા જ ઘરની સ્વામિની થઈ. આ પ્રમાણે નમસ્કાર કામની પ્રાપ્તિનો ઉપાય છે.
હવે નવકારના પ્રભાવે આરોગ્ય અને અભિરતિની પ્રાપ્તિ કેવી રીતે થાય ? તેના માટેનું ઉદાહરણ - * (૩) બીજોરાના વનનું દૃષ્ટાંત *
નદીના કિનારે એક નગર હતું. કઠોર કાર્યને કરનારા, શરીર ચિંતા માટે નીકળેલા એક પુરુષે નદીમાં વહેતું બીજોરાનું ફળ જોયું. તે લઈ પુરુષ રાજા પાસે આવ્યો. રાજાએ રસોઇયાના હાથમાં આપ્યું. જમવા બેઠેલા રાજાને તે ફળ પીરસાયું. પ્રમાણ, ગંધ અને વર્ણથી ભરપૂર તે ફળ હતું. ફળને તે ખાધા પછી રાજા, જેણે ફળ લાવ્યું હતું તે પુરુષ ઉપર ખૂબ જ ખુશ થયો અને તે પુરુષને સારી ભોગસામગ્રી આપી.. રાજાએ તે પુરુષને કહ્યું - ‘આ ફળ ક્યાંથી આવ્યું છે ? તે તું નદીની પાછળ પાછળ જઈને શોધી
લાવ.'
७०
તે પુરુષે સ્થાન શોધી લીધું. ભાતુ લઈને પુરુષો તે સ્થાનમાં ગયા. ત્યાં વનખંડ જોયું. ‘જે તે વનમાંથી ફળો ગ્રહણ કરે તે મરી જાય' – એવો તે વનનો પ્રભાવ હતો.. આ વાત રાજાને ક૨વામાં આવી. રાજાએ આજ્ઞા કરી કે - ‘ગમેતેમ કરીને ફળો લાવો.. એના માટે વારા પાડો.’ આ પ્રમાણે ગયેલા તેઓ ફળો લાવે છે, અર્થાત્ એક પુરુષ વનમાં પ્રવેશે, તે ફળો તોડીને બહાર ફેંકે, બહાર ફેંકેલા ફળો અન્ય લોકો રાજા પાસે લાવે. જે અંદર પ્રવેશેલો હોય તે મરી જાય..
આ પ્રમાણે કાળ પસાર થતાં હવે એક શ્રાવકનો વનમાં પ્રવેશવાનો વારો આવ્યો. તે ત્યાં ગયો. ગયેલો તે વિચારે છે કે – “આ ઉપદ્રવ નક્કી કોઈ વ્યંતર કરે છે જે પૂર્વભવમાં કદાચ વિરાધિત સંયમવાળો હોવો જોઈએ.” એમ વિચારી તે નિસીહિ અને નમસ્કારનું ઉચ્ચારણ કરતો વનમાં પ્રવેશે છે. આ સાંભળી વાણવ્યંતર વિચારમાં પડ્યો – “આવું મેં ક્યાંક પૂર્વે સાંભળ્યું છે.’” તે બોધ પામ્યો અને શ્રાવકને વંદન કરે છે. કહે છે કે – ‘હું રોજેરોજ ફળોને તમારા નગરમાં લાવીશ.'
શ્રાવક પાછો ફર્યો. રાજાને વાત કરી. રાજાએ શ્રાવકનું સન્માન કર્યું. આ પ્રમાણે શ્રાવકે નવકા૨ના પ્રભાવે આનંદ અને ભોગો પ્રાપ્ત કર્યા.. મૃત્યુથી બચી ગયો. જીવન પ્રાપ્ત થયું. અને જીવન એ જ મોટું આરોગ્ય છે.
હવે નમસ્કારના પ્રભાવે પરલોકમાં શું ફળ મળે ? તેના માટેનું ઉદાહરણ –
* (૪) ચંડપિંગલનું દૃષ્ટાંત
વસંતપુર નગરમાં જિતશત્રુ રાજા હતો. તેની ગણિકા એ શ્રાવિકા હતી.. તે ચંડપિંગલ નામના ચોર સાથે રહે છે. એકવાર તે ચોરે રાજાના ઘરમાં ખાતર પાડ્યું. હાર ચોર્યો. ડરેલા એવા ગણિકા અને ચોર તે હારને છુપાવી દે છે. એક વાર મહોત્સવમાં ઉજાણી માટે જવાનું થયું. શણગાર સજીને બધી ગણિકાઓ મહોત્સવમાં જાય છે. ‘બધી ગણિકાઓમાં મારો વટ પડે' એમ વિચારી તે ગણિકાએ પેલો હાર પહેર્યો..