SearchBrowseAboutContactDonate
Page Preview
Page 91
Loading...
Download File
Download File
Page Text
________________ गुरुतत्त्वसिद्धिः "इहलोगमि तिदंडी १ सादिव्वं २ माउलिंगवण ३ मेव । परलोइ चंडपिंगल ४ हुंडिअ जक्खो ५ अ दिटुंता ।।१०१२।।" इति आवश्यके चोक्तं कथं सङ्गच्छते ? अनुपधानेनापि नमस्कारपाठिनां सुगतिप्रतिपादनात् । – ગુરગુણરશ્મિ – ભાવાર્થ - (જો ઉપધાન વગર ભણનારાઓની દુર્ગતિ જ થાય) તો ભક્તપરિજ્ઞા અને આવશ્યકમાં કહેલી વાત શી રીતે સંગત થશે? ત્યાં તો ઉપધાન વિના પણ નમસ્કાર ભણનારાઓની સદ્ગતિ થાય-એવું કહ્યું જુઓ ભક્તપરિણાનું વચન-“અજ્ઞાની પણ ગોવાળીયો, નમસ્કારને આરાધીને મર્યો, તો ચંપાનગરીમાં શ્રેષ્ઠીનો પુત્ર સુદર્શન તરીકે વિખ્યાત થયો..” અને જુઓ આવશ્યકનું વચન- “ઈહલોકમાં -ત્રિદંડી, દેવનું સાન્નિધ્ય, બીજોરાનું વન, તથા પરલોકમાં - ચંડપિંગલ નામનો ચોર, હુંડિકયક્ષ આ દષ્ટાંતો જાણવા.” * નમસ્કાર મંત્રનો પ્રભાવ વિવેચન - જો મહાનિશીથસૂત્રના વાક્યને નિયમવાક્ય માની, ઉપધાન વિના ભણનારાઓની દુર્ગતિ જ માનવામાં આવે, તો ભક્તપરિજ્ઞામાં અને આવશ્યકનિયુક્તિમાં જે જણાવ્યું છે, તે શી રીતે સંગત થશે? ત્યાં તો ઉપધાન વિના પણ નમસ્કાર ભણનારાઓની સદ્ગતિ થાય - એવું કહ્યું છે. ભક્તપરિજ્ઞામાં કહ્યું છે કે - “અજ્ઞાની પણ ગોવાળીયો, નમસ્કારને આરાધીને મર્યો, અને ચંપાનગરીમાં શ્રેષ્ઠીનો પુત્ર સુદર્શન તરીકે પ્રસિદ્ધ થયો.” (શ્લોક-૮૧) તો અહીં ઉપધાન વગર પણ ગોવાળની સદ્ગતિ કહી છે જ ને? વળી આવશ્યકમાં એવા અનેક ઉદાહરણો બતાવ્યા છે કે જેમાં ઉપધાન વિના માત્ર નમસ્કારપાઠથી પણ સદ્ગતિ વગેરે થઈ હોય - એવું જણાય છે.. જુઓ તે આવશ્યકનિયુક્તિની ગાથા - ઈહલોકમાં-(૧) ત્રિદંડી, (૨) દેવનું સાન્નિધ્ય, (૩) બીજોરાનું વન.. તથા પરલોકમાં -(૪) ચંડપિંગલ નામનો ચોર, અને (૫) હુંડિકયક્ષ.. આ બધા દૃષ્ટાંતો જાણવા.” (શ્લોક-૧૦૧૨) વિશેષાર્થનમસ્કાર ધનસમૃદ્ધ બનાવનાર છે. તેના પરનું ઉદાહરણ - * (૧) ત્રિદંડીનું દૃષ્ટાંત * એક શ્રાવકનો દીકરો ધર્મને શરણ નથી થતો, તે શ્રાવક પણ જતાં દિવસે મૃત્યુ પામ્યો.. પછી આપત્તિઓથી હણાયેલો તે પુત્ર દિવસો પસાર કરવા લાગ્યો.. એક વખત શ્રાવકોના ઘર પાસે કોક પરિવ્રાજક રહ્યો, તેણે શ્રાવકપુત્રની સાથે મૈત્રી બાંધી..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy