________________
( ૧૬ )
ગુરુતત્ત્વસિદ્ધિ સુંદર પદાર્થ-રસાસ્વાદ...
→ ઘણી વાર શાસ્ત્રાધ્યયનથી જ વિપર્યાસ થવો સંભવિત છે... (પૃ. ૩) → વિદ્યમાન ગુણોને ઢાંકવાથી (૧) પરનિંદા, (૨) અલીકવાદ, (૩) ધર્મ પર અબહુમાન, અને (૪) સાધુ પર દ્વેષ કરાયેલો થાય... અને તેવું થતાં (૫) સંસાર વધારાયેલો થાય... (પૃ. ૨૪)
→ મોક્ષાર્થી જીવે માત્સર્યને છોડીને પરમાર્થ વિચારવો જોઈએ... (પૃ. ૨૫) → છ કાયના રક્ષાપરિણામમાં પણ નિગ્રંથપણું ..... (પૃ. ૪૧)
→ જ્ઞાન આપનારને સંપૂર્ણપણે સમર્પિત રહેવું જોઈએ... (પૃ. ૪૮) → ખરાબ સંગના પ્રભાવમાં બે પોપટની કથા... (પૃ. ૫૦)
→ ઉત્સૂત્ર બોલનારાનું દર્શન કરવામાં પણ પ્રાયશ્ચિત્ત... (પૃ. ૬૨)
→ જે બીજામાં વિચારાય, એ પોતામાં આવી પડે... (પૃ. ૬૭)
→ સૌ પ્રથમ ગુરુની શોધ કરવી.. મૂળ બીજ વિના અંકુર વગેરે અવસ્થાઓ ન થાય... → સમ્યક્ત્વ, ગુણવાન પ્રત્યેના પ્રમોદથી સાધ્ય છે... (પૃ. ૯૦) → અસત્નો સંગ અનર્થહેતુ છે, ચારિત્રઘાતક છે. (પૃ. ૯૦)
→ ગુરુસંબંધી બધું ભોગ્ય નહીં, પણ વંદનીય હોય છે. (પૃ. ૯૮)
→ સર્વે ગુણો ગુણી પ્રત્યેની પરતંત્રતાથી જ સાધ્ય છે.. (પૃ. ૯૯)
→ દોષસેવન + અપશ્ચાત્તાપ = ચારિત્રભ્રંશ... (પૃ. ૧૧૧)
→ વંદન ન કરવામાં ૬ દોષો : (૧) અહંકાર, (૨) અવિનય, (૩) હીલના, (૪) નીચગોત્રકર્મનો બંધ, (૫) અબોધિ, (૬) ભવપરંપરાવૃદ્ધિ... (પૃ. ૧૧૪)
.. (પૃ. ૭૮)
→ સંઘે પ્રમાણ કરેલા માર્ગને અવગણીને કુમતિવાળાએ વિચારેલા વચનો પર કાન ન આપવા... (પૃ. ૧૧૪)
→ સ્વચ્છંદ બુદ્ધિવાળાનું પારલૌકિક હિત ન જ થઈ શકે... (પૃ. ૧૧૫)
→ સંઘવ્યવહારને જે દૂષિત કરે તે હકીકતમાં પોતાના આત્માને ઠગે છે... (પૃ. ૧૧૬) → જે સંઘની હીલના કરે, તે ભવોભવ હીલના પામે. (પૃ. ૧૧૭)
→ વ્યવહારનયને અનુસરવાથી જ ક્રમશઃ નિશ્ચયશુદ્ધિની પ્રાપ્તિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ થાય છે ... (પૃ. ૧૩૮)