________________
(૧૨)
પણ તેઓની કપોલકલ્પિત માન્યતાઓને જડબેસલાક તર્કોથી ફેંકી દેવા અને આજના કાળમાં પણ સુવિહિતોનું અસ્તિત્વ છે જ – એ વાતની સચોટ તર્કોથી સાબિતી કરવા કોઈક સુવિહિત પૂર્વાચાર્યએ “ગુરુતત્ત્વસિદ્ધિ' નામની સુંદર કૃતિનું નિર્માણ કર્યું છે. જેમાં...
૦ સાધુનિંદાના કડવાં ફળો.. 0 સંઘહીલનાથી થનારાં નુકસાનો.. © ખરાબ સોબતની ભયંકરતા.. ૦ સાધુવેષનું માહાત્મ.. ૭ માત્સર્યપરિહાર અને ગુણાનુરાગની લિપરિણતિ.
ઇત્યાદિ અનેક વિષયો શોભી રહ્યા છે. સંક્ષિપ્ત તથા રોચક શૈલીમાં અનેક વિષયો પર તલસ્પર્શી નિરૂપણ થયું છે..
દીક્ષાદાનેશ્વરી પ. પૂ. આ. ભ. શ્રી વિ. ગુણરત્નસૂરીશ્વરજી મ. સા. અને પ્રવચનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રશ્મિરત્નસૂરીશ્વરજી મ. સા.ની ઇચ્છા હતી કે આ અર્થગંભીર કૃતિ સરળશૈલીમાં યોગ્ય ઢબે રજૂ થાય, તો પાત્ર જીવો પર વિશેષ ઉપકાર થઈ શકે. તેઓશ્રીએ મને પ્રેરણા કરી, અને તેઓશ્રીની જ કૃપાથી વિવેચનનું કાર્ય સુપેરે પૂર્ણ થયું..
અને તેનું સંશોધન શાસનપ્રભાવક પ. પૂ. આ. ભ. શ્રી વિ. રત્નસુંદરસૂરિ મહારાજાના શિષ્યરત્ન વિદ્વદર્ય પ. પૂ. મુ. શ્રી ભવ્યસુંદરવિજયજી મ. સા. એ કરી આપીને બેજોડ ઉપકાર કર્યો
ક સંપાદનશૈલી *
૭ ૩ / ૪ હસ્તપ્રતો દ્વારા મૂળ ગ્રંથનું શુદ્ધીકરણ થયું છે. અને મૂળગ્રંથની ફૂટનોટમાં પાઠ
પાઠાંતરાદિનો ઉલ્લેખ પણ થયો છે.. મૂળ ગ્રંથની પંક્તિઓનો પહેલાં સામાન્યથી ભાવાર્થ જણાવીને પછી વિશેષથી પદાર્થનિરૂપણ કરવા વિવેચન કરાયું છે.. વિવેચન અને તેની પાદનોંધમાં બીજા અનેક શાસ્ત્રપાઠો આપીને વિષયને સુસ્પષ્ટ કરાયો છે.. છ મૂળ ગ્રંથમાં જે પણ સાક્ષીપાઠો આપ્યા છે, તે બધાને પાછળ પરિશિષ્ટમાં ટીકા સાથે મૂક્યા છે
અને જે જે શ્લોકોના સાક્ષીપાઠો પરિશિષ્ટમાં મૂકાયા છે, એ બધા શ્લોકો પર 'P' એવી સંજ્ઞા મૂકી છે કે જે વિશદ માહિતી મેળવવા પરિશિષ્ટમાં જોવાની ભલામણ કરે છે. વિશેષ જિજ્ઞાસુઓએ પરિશિષ્ટનું પરિશીલન અવશ્ય કરવું..