SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ गुर्जरविवेचनसमन्विता " अत्थि णं भंते ! समणा वि निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेअंति ? हंता अत्थि, कहन्नं भंते ! समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेएइ ? गोयमा ! तेहिं तेहिं नाणंतरेहिं दरिसणंतरेहिं चरित्तंतरेहिं लिंगंतरेहिं पवयणंतरेहिं पावयणंतरेहिं कप्पंतरेहिं मग्गंतरेहिं मयंतरेहिं भंगंतरेहिं नयंतरेहिं निअमंतरेहिं पमाणंतरेहिं संकिया कंखिया वितिगिच्छिया भेअसमावन्ना एवं खलु समणा निग्गंथा कंखामोहणिज्जं कम्मं वेअंति । ” -- ગુરુગુણરશ્મિ -- સૂત્રાર્થ-વિવેચન : -- શ્રી ગૌતમ ઃ- પ૨માત્મન્ ! નિગ્રંથો તો જિનાગમથી નિર્મળ થયેલી બુદ્ધિવાળા હોય છે, તો તેઓ શું કાંક્ષામોહનીય કર્મને વેદે છે ? (અર્થાત્ દર્શનમોહનીય કર્મને અનુભવે છે ? તે કર્મનો ઉદય તેમને થાય છે ?) પ્રભુ ઃ- હે ગૌતમ ! १३३ હા, વેદે છે.. શ્રી ગૌતમ ઃ- પરમાત્મન્ ! શ્રમણ નિગ્રંથો કાંક્ષામોહનીય કર્મને કેવી રીતે વેદે છે ? કે પ્રભુ :- હે ગૌતમ ! તે તે (૧) જુદા-જુદા શાનો, (૨) જુદા-જુદા (ઔપશમિક-ક્ષાયોપશમિક સમ્યક્ત્વરૂપ) દર્શનો, (૩) જુદા-જુદા (સામાયિક-છેદોપસ્થાપનીય આદિરૂપ) ચારિત્રો, (૪) જુદાજુદા (પહેલા-છેલ્લા અને વચલા તીર્થંકરના સાધુઓના) લિંગ-વેષો,(૫) જુદા-જુદા (ચાર વ્રતરૂપ પાંચ વ્રતરૂપ) પ્રવચનો, (૬) જુદા-જુદા (અલગ અલગ આચરણ કરનારા) પ્રાવચનિકો-બહુશ્રુતો, (૭) જુદા-જુદા (જિનકલ્પાદિરૂપ) કલ્પો, (૮) જુદા-જુદા (સામાચારીરૂપ) માર્ગો, (૯) જુદા-જુદા (એક જ વસ્તુ વિશે અભિપ્રાયભેદ ધરાવનારા) મતો, (૧૦) જુદા-જુદા (દ્રવ્ય-ભાવ હિંસાદિને લઈને દ્વિસંયોગી-ચતુઃસંયોગી વગેરેરૂપ) ભાંગાઓ, (૧૧) જુદા-જુદા (નૈગમાદિ કે નિશ્ચય-વ્યવહાર આદિરૂપ) નયો, (૧૨) જુદા-જુદા (સર્વવિરતિ-પૌરુસી વગેરેરૂપ) નિયમો-અભિગ્રહો, અને (૧૩) જુદા-જુદા (પ્રત્યક્ષ-આગમાદિરૂપ) પ્રમાણો.. આ પ્રમાણે બધું જુદું-જુદું જોઈને વિભ્રમ પામેલા (=આ બે જુદા કેમ ? લક્ષણ એક દેખાતું હોવાથી એક કેમ નહીં ? બધાનાં મત-માન્યતાઓ જુદા કેમ ? જુદા-જુદા તીર્થંકરોના સાધુઓના જુદા-જુદા વેષ – એવું કેમ ? આવી બધી અનેક શંકાઓ મનમાં દબાવી રાખવાના કારણે, તે બધા વ્રતભેદાદિ પાછળનું યથાર્થ રહસ્ય ન શોધવાના કારણે અને તેનું સમાધાન બહુશ્રુતો પાસે ન મેળવવાના કારણે વ્યામોહને પામેલા) એવા તે જીવો શંકાવાળા, કાંક્ષાવાળા, વિચિકિત્સા - * પૂ. અભયદેવસૂરિ મ.એ કરેલી ભગવતીસૂત્ર પરની વૃત્તિના આધારે આ પદોનો ભાવાર્થ જોઈએ - (૧) શંકાવાળા :- ‘‘દ્વૈિતા:-નિનોપવાર્થાત્ પ્રતિ સર્વતો વેશતો વા સજ્જતસંશયા:' પરમાત્માએ કહેલા પદાર્થો વિશે સર્વથા કે થોડે ભાગે સંશયને પામેલા. * (૨) કાંક્ષાવાળા :- ‘‘ક્ષિતા:-વૈશતઃ સર્વતો વા સન્નાતાન્યાન્યર્શનપ્રહા:' બીજા બીજા દર્શનને સર્વથા કે દેશથી ગ્રહણ કરનારા..
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy