________________
गुर्जरविवेचनसमन्विता
– ગુરુગુણરશ્મિ –
* ચારિત્રની પ્રધાનતા બતાવનારું વાક્ય શ્રી આવશ્યકનિયુક્તિમાં કહ્યું છે કે -
“દશારસિંહ અરિષ્ટનેમિના પિતરાઈ ભાઈ કૃષ્ણમહારાજા, પ્રસેનજિતના પુત્ર શ્રેણિક મહારાજા અને પેઢાલપુત્ર સત્યકી - આ ત્રણે પાસે અનુત્તરકક્ષાયિકસમ્યક્તની સંપદા હતી.. તે છતાં ચારિત્ર વિના તેઓ અધોગતિ=નરકગતિને પામ્યા!” (શ્લોક-૧૧૬૦)
તથા -
तथा श्रीआवश्यके - इय नाणचरणहीणो सम्मविट्ठीवि मुक्खदेसं तु । પાડડ઼િ ને નાગાફસંજુ વેવ પાડVI III (To)
– ગુરુગુણરશ્મિ –
* ત્રણેની પ્રધાનતા બતાવાનારું વાક્ય * શ્રી આવશ્યકનિક્તિની પ્રક્ષિપ્ત ગાથામાં જણાવ્યું છે કે –
“(એ જ પ્રમાણે ) જ્ઞાન અને ચારિત્ર વિનાનો સમ્યગ્દષ્ટિ જીવ પણ (તત્ત્વો પરની શ્રદ્ધા હોવા છતાં માત્ર સમ્યક્તના પ્રભાવે) મોક્ષરૂપ દેશને પામી શકતો નથી; પણ જો તે જ્ઞાનાદિથી યુક્ત થાય, તો જ મોક્ષદેશને પામી શકે..” (શ્લોક-૧૧૫૭ પછીની પ્રક્ષિપ્તગાથા-૩)
વળી -
तथा श्रीउत्तराध्ययने - नाणं च दंसणं चेव, चरित्तं च तवो तहा । एस मग्गुत्ति पन्नत्तो, जिणेहिं वरदंसिहिं ॥१॥
– ગુરુગુણરશ્મિ –
* ત્રણ + તપની પ્રધાનતા બતાવનારું વાક્ય * શ્રી ઉત્તરાધ્યયનસૂત્રમાં કહ્યું છે કે
(૧) જ્ઞાન, (૨) દર્શન, (૩) ચારિત્ર, અને (૪) તપ - આ ચાર તે મોક્ષનો માર્ગ છે, એવું સર્વજ્ઞ-સર્વદર્શી શ્રી વીતરાગ પરમાત્મા વડે કહેવાયું છે.” (શ્લોક-૨૮/૨)
વળી -