SearchBrowseAboutContactDonate
Page Preview
Page 101
Loading...
Download File
Download File
Page Text
________________ ७८८ गुरुतत्त्वसिद्धिः સમાધાન કરવા ગ્રંથકારશ્રી જણાવે છે - तेषां च तथात्वे शासनोच्छेद एव, यतो यत्तीर्थं श्रीवीरेण स्वयमेव प्रवर्तितम्, यच्च समयोऽपि अव्यवच्छेदेन दुःप्रसहसूरिपर्यन्तं यावद् यास्यति, तत्तीर्थं नैव विना साधुभिः ते च तीर्थाभावे निर्ग्रन्था (न) भवन्ति ।। ૨. પ્રષ્યિતાનતરીઈતરપીટતુ પૂર્વમુદ્રિત સુત્ત: | – ગુરુગુણરશ્મિ - ભાવાર્થ: - તેઓ અવંદનીયકુશીલ હોવામાં શાસનનો ઉચ્છેદ જ થાય, કારણ કે જે તીર્થ શ્રીવીરપ્રભુએ પોતે જ પ્રવર્તાવ્યું અને જે શાસન પણ અવ્યવચ્છિન્નપણે દુઃપ્રસહસૂરિ સુધી જશે, તે તીર્થ સાધુઓ વિના નહોઈ શકે. અને તીર્થ વિના સાધુઓ પણ ન હોય. * બકુશાદિ નિગ્રંથોને અવંદનીય માનવામાં શાસનનો ઉચ્છેદ * વિવેચન :- પૂર્વપક્ષ :- બકુશ-કુશીલો જ્ઞાનાદિના વિરાધક છે, એટલે તો મહાનિશીથસૂત્રના આધારે તેઓને પણ અવંદનીય કુશીલ જ માનવા જોઈએ, અર્થાત્ તેઓને પણ વંદન ન કરાય..(વિરાધક એવા તેઓ પાર્શ્વસ્થ-કુશીલાદિરૂપ હોઈ અનિગ્રંથ જ છે.) ઉત્તરપક્ષ - અરે ! જો તેઓને અનિગ્રંથ-અવંદનીય માનશો, તો તો શાસનનો ઉચ્છેદ જ થઈ જશે ! કારણ કે પાંચ પ્રકારના નિગ્રંથોમાંથી પુલાક, નિર્ગથ અને સ્નાતક- આ ત્રણનો તો પહેલાં જ વિચ્છેદ થઈ ગયો છે. હાલમાં તો માત્ર બકુશ-કુશીલ નિગ્રંથો જ રહ્યા છે, હવે જો તેઓને પણ “અનિગ્રંથ' કહી અવંદનીય માનશો, તો હાલમાં કોઈ નિગ્રંથ-સાધુ જ નહીં રહે અને તો તીર્થ પણ નહીં રહે.. આ જ વાતને જણાવે છે – જે શાસન શ્રી વીરપરમાત્માએ પોતે જ પ્રવર્તાવ્યું છે અને જે શાસન અવિચ્છિન્નપણે દુ:પ્રસહસૂરિ સુધી ચાલશે, તે શાસન સાધુઓ વિના ન જ રહે (જ્યાં સુધી સાધુઓનું અસ્તિત્વ, ત્યાં સુધી જ તીર્થશાસનનું અસ્તિત્વ, તે સિવાય નહીં..) અને તીર્થ વિના સાધુઓ પણ ન જ રહે.. એટલે વર્તમાનકાળમાં શાસનનું અસ્તિત્વ માનવા, તે શાસન જેના પર આધારિત છે. તેવા નિગ્રંથ-સાધુઓનું અસ્તિત્વ માનવું જ રહ્યું. (અને તો વર્તમાનકાલીન બકુશ-કુશીલોને નિગ્રંથ-વંદનીય માનવા જ રહ્યા..) હવે કેટલાકોની કમાન્યતા છે કે, સાધુઓ વિના પણ તીર્થ પ્રવર્તી શકે – તેનો નિરાસ કરવા, ગ્રંથકારશ્રી જણાવે છે - – यच्च कैश्चिद् इष्यते - श्रावकैः संविग्नसाधुपक्षपातिभिः ज्ञान-दर्शन-चारित्रिभिः उपयास्यति, तत्पुनः अनुपासितगुरोः वचः, यतो न हि मूलबीजाभावे तदुत्तरकालभाविन्यः
SR No.022195
Book TitleGurutattva Siddhi
Original Sutra AuthorN/A
AuthorBhavyasundarvijay
PublisherJingun Aradhak Trust
Publication Year2015
Total Pages260
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size19 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy