SearchBrowseAboutContactDonate
Page Preview
Page 88
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જળજીવવિરાધનાવિચાર तेहिं दोहिं ठाणेहिं ववहारो ण विज्जइ । एतेहिं दोहिं ठाणेहिं अणायारं तु जाणए ।। ति । एतद्वृत्तिर्यथा - ये केचन क्षुद्रकाः सत्त्वाः प्राणिनः एकेन्द्रियद्वीन्द्रियादयोऽल्पकाया वा पञ्चेन्द्रिया अथवा महालया महाकायाः सन्ति विद्यन्ते, तेषां च क्षुद्रकाणामल्पकायानां कुन्थ्वादीनां, महान् वाऽऽलयः शरीरं येषां ते महालया हस्त्यश्वादयस्तेषां च व्यापादने सदृशं वैरमिति वज्रं कर्म विरोधलक्षणं वा वैरं, सदृशं समानं, तुल्यप्रदेशत्वात् सर्वजन्तूनां, इत्येवमेकान्तेन नो वदेत् । तथा विसदृशमसदृशं तद्व्यापत्तौ वैरं कर्मबन्धो विरोधो वा इन्द्रियविज्ञानकायानां विसदृशत्वात् सत्यपि प्रदेशतुल्यत्वे न सदृशं वैरं' इत्येवमपि नो वदेत् । यदि हि वध्यापेक्षयैव कर्मबन्धः स्यात्, ततस्तद्वशात् कर्मणोऽपि सादृश्यमसादृश्यं वा वक्तुं युज्यते, न च तद्वशादेव बन्धः, अपि त्वध्यवसायवशादपि, ततश्च तीव्राध्यवसायिनोऽल्पकायसत्त्वव्यापादनेऽपि महद्वैरं, अकामस्य तु महाकायसत्त्वव्यापादनेऽपि स्वल्पमिति । एतदेव सूत्रेणैव दर्शयितुमाह - एते हीत्यादि । आभ्यामनन्तरोक्ताभ्यां स्थानाभ्यामनयोर्वा स्थानयोरल्पकायमहाकायव्यापादनापादितकर्मबन्धसदृशत्वविसदृशत्वयोर्व्यवहरणं व्यवहारो निर्युक्तिक ૭૫ (શ્રુ. ૨. અ.૫)માં કહ્યું છે કે – “જે કોઈ નાની કે મોટી કાયાવાળા જીવો હોય તેઓના વધથી એક સરખો જ વૈર-કર્મબંધ થાય’ કે ‘જુદો જુદો જ કર્મબંધ થાય’ તેવું કહેવું નહિ. માત્ર આ નાની-મોટી કાયાની અપેક્ષાએ ઓછા-વત્તા દોષોનો વ્યવહાર કરવો તે યોગ્ય નથી. આ બેમાં પ્રવૃત્ત થનારને અનાચાર થાય છે. (કર્મબંધ વધ્યજીવની સ્થૂલતા કે સૂક્ષ્મતા માત્રને સાપેક્ષ નથી) આની વૃત્તિનો ભાવાર્થ આ પ્રમાણે “એકેન્દ્રિય-બેઈન્દ્રિય વગેરે જીવો અથવા નાની કાયાવાળા પંચેંદ્રિય જીવો એ બધા ક્ષુદ્રપ્રાણી. મોટી કાયાવાળા હાથી-ઘોડા વગેરે મહાલયજીવો. ‘કંથવા વગેરે ક્ષુદ્રજીવોને કે હાથી વગેરે મહાલયજીવોને મા૨વામાં એક સરખો કર્મબંધ કે વૈરભાવ થાય છે, કારણ કે બધા જીવોના આત્મપ્રદેશો સરખા હોય છે’ એવું એકાન્તે કહેવું નહિ. એમ ‘વિસદશ=ઓછો-વત્તો જ કર્મબંધ થાય છે, કારણ કે આત્મપ્રદેશો તુલ્ય હોવા છતાં તેઓની ઇન્દ્રિય-જ્ઞાનમાત્રા તેમજ કાયા વિસર્દેશ હોય છે.’ એવું પણ એકાન્તે કહેવું નહિ. કર્મબંધ જો માત્ર વધ્યજીવની અપેક્ષાએ જ થતો હોત તો તો માત્ર તે જીવની અપેક્ષાએ જ કર્મબંધમાં સાદૃશ્ય કે વૈસદશ્ય થાય છે એવું કહેવું યોગ્ય બને, પણ એવું છે નહિ, મારનારના અધ્યવસાયની અપેક્ષાએ પણ કર્મબંધ થાય જ છે. તેથી જ તો તીવ્ર સંકલેશવાળાને નાના જીવની હિંસાથી પણ ઘણો કર્મબંધ થાય છે, જ્યારે સંકલેશશૂન્ય જીવને મોટા શરીરવાળા જીવની હિંસાથી પણ અત્યંતઅલ્પ કર્મબંધ થાય છે. આ જ વાતને સૂત્રમાં જણાવતાં સૂત્રકારે આગળની ‘તેહિં’ ઇત્યાદિ ગાથા કહી છે. ઉપર કહી ગયા તે બે સ્થાનથી (સ્થાનને આગળ કરીને) વ્યવહાર કરવો તે અથવા અલ્પકાય અને મહાકાય જીવને १. एताभ्यां द्वाभ्यां स्थानाभ्यां व्यवहारो न विद्यते । एताभ्यां द्वाभ्यां स्थानाभ्यां अनाचारं तु जानीयाद् ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy