SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : જગજીવવિરાધનાવિચાર जनस्यैव भवति, सा च नावश्यंभाविनी, प्रायःसंभविसंभवात् । संयतानां त्वनाभोगमूलैव सा, न त्वाभोगमूला, अत एव नधुत्तारादौ सत्यामपि जलजीवविराधनायां संयमो दुराराधो न भणितः, भणितश्च कुन्थूत्पत्तिमात्रेणापि, तत्र निदानं तावदाभोगाऽनाभोगावेव । तत्र यद्यपि संयतानामुभयत्रापि जीवविराधनाऽनाभोगादेव, तथाऽपि स्थावरसूक्ष्मत्रसजीवविषयकोऽनाभोगः सर्वांशैरपि सर्वकालीनो न पुनः क्वाचित्कः कादाचित्कश्च, तस्य चापगमः प्रयत्नशतैरप्यशक्यः, केवलज्ञानसाध्यत्वात्, शक्यश्च कुन्थ्वादिस्थूलत्रसजीवविषयकस्यानाभोगस्य भूयो निरीक्षणादिनेति, तथाभूतं च निरीक्षणं दुःसाधमिति संयमो दुराराधो भणितः । एवं सम्यक् प्रयत्नपरायणानामपि कदाचित् कुन्थ्वादिस्थूलत्रसजीवविराधना स्यात् । सा च प्रायोऽसम्भविसंभवेनावश्यंभाविनीति वक्तव्यम्, शक्यपरिहारजीवविषयकप्रयत्नवतोऽपि तत्परिहरणोपायस्यापरिज्ञानात् । મિથ્યાષ્ટિઓમાં પણ સાવ અનાર્યજીવો જ કરે છે. વળી આ વિરાધના અવશ્યભાવિની (અવશ્ય થનાર) હોતી નથી, કેમ કે એની સંભાવના પ્રાયઃ સંભવિત હોય છે. સંયતોથી તો જ્યારે પણ જીવવિરાધના થાય છે ત્યારે તે અનાભોગમૂલક જ હોય છે. અર્થાત્ એમાં પહેલેથી જીવનો આભોગ હોતો નથી. તેથી જ નદી ઉતરવા વગેરેમાં પાણીના જીવોની વિરાધના હોવા છતાં સંયમને દુરારાધ્ય નથી કહ્યું, જ્યારે કંથવાની ઉત્પત્તિ થયા માત્રથી તેવું કહ્યું છે. આ ફેર પડવામાં કારણ આભોગ અને અનાભોગ જ છે. અર્થાત્ જળજીવવિરાધના અનાભોગચૂલિકા જ હોય છે. અને તેથી જ તેને આશ્રીને સંયમને દુરારાધ્ય કહ્યું નથી. એમાં જો કે બન્ને સ્થળે સંયતથી જે વિરાધના થાય છે તે અનાભોગથી જ થાય છે, તેમ છતાં એમાં વિશેષતા એ હોય છે કે સ્થાવર અને સૂક્ષ્મત્રસ જીવોનો અનાભોગ સર્જાશે અને સર્વકાલીન હોય છે, અમુક અંશમાં જ અને અમુક કાળે જ હોય છે એવું નથી. વળી સેંકડો પ્રયત્ન કરે તો પણ છદ્મસ્થ આ અનાભોગને દૂર કરી શકતો નથી. કારણકે એ કેવલજ્ઞાનથી જ દૂર થઈ શકે છે જ્યારે કંથવા વગેરે સ્થૂલ ત્રસજીવોનો અનાભોગ વારંવાર બારીકાઈથી નિરીક્ષણાદિ કરવા દ્વારા દૂર થઈ શકે છે. અર્થાત્ એ રીતે એમાં આભોગ શક્ય છે. પણ તેનું નિરીક્ષણ દુઃસાધ્ય છે. તેથી કંથવાની ઉત્પત્તિ થવા માત્રથી સંયમને દુરારાધ્ય કહ્યું છે. તાત્પર્ય, જયાં આભોગ દ્વારા વિરાધનાનો પરિહાર શક્ય હોય ત્યાં તે રીતે તે વિરાધનાનો પરિહાર કરવાથી સંયમનું નિરતિચાર પાલન થાય છે. તેથી કંથવા વગેરેનો ક્રમશઃ આભોગ અને વિરાધનાનો પરિવાર દુઃસાધ્ય હોઈ પરિણામે સંયમ પણ દુરારાધ્ય બને છે. કારણ કે વિરાધનાના પરિહારના જોરદાર પ્રયત્નવાળા સાધુથી પણ ક્યારેક કંથવા વગેરે સ્થૂલત્રસ જીવની વિરાધના થઈ જાય છે. આ વિરાધના પ્રાયઃ અસંભવિસંભવવાળી હોય છે. એટલે કે એનો સંભવ (એની સંભાવના) પ્રાયઃ સંભવિત હોય છે (જેનો ઉપયોગાદિથી પરિવાર શક્ય હોય તે “અવશ્ય થનારી' ન હોઈ “પ્રાયઃ સંભવિત’ કહી છે.) એવું નથી. પણ (તે વિરાધનાકાળે) અવશ્ય સંભવિત હોય છે. માટે એ વિરાધના
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy