SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૨ - पूर्वकानुष्ठाने आत्महिंसात्वापत्तिवारणार्थमदृष्टाद्वारकत्वं विशेषणं देयं, इत्यदृष्टाद्वारकमरणोद्देश्यकमरणानुकूलव्यापारवत्त्वमेव हि हिंसा न्यायशास्त्रसिद्धेति । तृतीयस्तु पक्षोऽवशिष्यते स तु स्वमतिविकल्पितत्वादेव स्वशास्त्रप्रतिज्ञाबाधया महादोषावह इत्यभिप्रायेणाह - કર अणुसंगयहिंसाए जिणस्स दोसं तुहं भणंतस्स । साहू व आभोगा इउत्ताराइ विहडिज्जा ।।५२।। अनुषङ्गजहिंसया जिनस्य दोषं तव भणतः । साधूनामप्याभोगाद् नद्युत्तारादि विघटेत ।। ५२ ।। अणुसंगयहिंसाएत्ति । अनुषङ्गजया- धर्मदेशनामात्रोद्देश्यकप्रवृत्त्युपजायमानकुनयमतखेदादिवत्स्वानुद्देश्यकप्रवृत्तिजनितया हिंसया जिनस्य दोषं भणतस्तव साधूनामप्याभोगान्नद्युत्तारादि विघटेत, तेषामपि नद्युत्तारादौ जलजीवादिविराधनाया अध्यक्षसिद्धत्वादिति ॥ ५२ ॥ કૂવો ખોદવો એ પણ મરણાનુકૂલ પ્રવૃત્તિ તો છે જ. તેથી કૂવો ખોદનારને ગાયની હિંસા લાગી જવાનો દોષ ઊભો જ રહે છે. આ દોષનું વારણ કરવા માટે એવી વ્યાખ્યા કરાય કે ‘મરણના ઉદ્દેશથી મરણાનુકુલ વ્યાપાર કરવો એ હિંસા' તો પણ કાશીમરણના ઉદ્દેશપૂર્વક થતું અનુષ્ઠાન આત્મહિંસારૂપ બની જવાની આપત્તિ આવે છે. તેથી એનું વારણ કરવા અદૃષ્ટ અારક એવું વિશેષણ લગાડવું પડે છે અર્થાત્ મરણના ઉદ્દેશથી કરાતો જે મરણાનુકૂલ વ્યાપાર અદૃષ્ટને (કર્મને) દ્વાર તરીકે રાખ્યા વગર મરણનું સાધન બનતો હોય તે હિંસા છે. આવું ન્યાયશાસ્ત્રમાં કહ્યું છે. ભગવાનમાં આવી હિંસા સંભવતી નથી. (૩) તેથી ત્રીજો પક્ષ બાકી રહે છે. અને તે તો સ્વમતિવિકલ્પિત હોવાના કારણે જ સ્વશાસ્ત્રપ્રતિજ્ઞાનો (શાસ્ત્રાનુસારે કંઈક કહીશ ઇત્યાદિ પ્રતિજ્ઞાનો) બાધક હોઈ મોટો દોષ ઊભો કરી આપે છે. આવા અભિપ્રાયથી ગ્રન્થકાર કહે છે - (સાધુઓની આભોગપૂર્વક નઘુત્તારપ્રવૃત્તિના અભાવની આપત્તિ) ગાથાર્થ : આનુષંગિક હિંસાના કારણે જિનમાં હિંસકપણાનો દોષ આવી પડવાનું કહેતા તમારા મતે તો સાધુઓની આભોગપૂર્વક નદી ઉતરવી વગેરે ક્રિયાઓનો પણ અભાવ થઈ જશે. જેમ ધર્મદેશના માત્રના ઉદ્દેશથી કરેલી પ્રવૃત્તિથી સાથે સાથે (આનુષંગિક રીતે) જેનો ઉદ્દેશ નથી તેવા કુનયમતવાળાના ખેદ વગેરે પણ થઈ જાય છે તેમ હિંસાના ઉદ્દેશ વિનાની પ્રવૃત્તિથી આનુષંગિક રીતે થઈ જતી હિંસાના કારણે કેવલીમાં દોષનું આરોપણ કરતા તમારા મતે તો સાધુઓ જે નદી ઉતરવી વગેરે ક્રિયાઓ કરે છે તે ઘટી જ શકશે નહિ, કારણકે નદી ઉતરવી વગેરે ક્રિયાઓમાં થતી જળના
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy