________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કાયિક્યાદિ ક્રિયાવિચાર
૫૭. च - अवीतरागकायस्याधिकरणत्वेन प्रद्वेषान्वितत्वेन च कायिकीक्रियासद्भावे त्रिक्रियत्वस्य नियमप्रतिपादनाद् एवंभूतस्याप्रमत्तस्यापि प्राणातिपातव्यापारकाले प्राणातिपातिकीक्रियासंभव इति - वाच्यं, कायिकीक्रियाया अपि प्राणातिपातजनकप्रद्वेषविशिष्टाया एव ग्रहणाद्, इत्थमेवाद्यक्रियात्रयनियमसंभवात् । तदुक्तं प्रज्ञापनावृत्तौ
'इह कायिकीक्रिया औदारिकादिकायाश्रिता प्राणातिपातनिर्वर्तनसमर्था प्रतिविशिष्टा परिगृह्यते, न या काचन कार्मणकायाश्रिता वा, तत आद्यानां तिसृणां क्रियाणां परस्परं नियम्यनियामकभावः । कथमिति चेत् ? उच्यते - 'कायोऽधिकरणमपि भवति' इत्युक्तं प्राक्, ततः कायस्याधिकरणत्वात् कायिक्यां सत्यामवश्यमाधिकरणिकी, आधिकरणिक्यामवश्यं कायिकी, सा च प्रतिविशिष्टा कायिकी क्रिया प्रद्वेषमन्तरेण न भवति, ततः प्राद्वेषिक्यापि सह परस्परमविनाभावः । प्रद्वेषोऽपि च काये स्फुटलिङ्ग एव, वक्त्ररुक्षत्वादेस्तदविनाभाविनः प्रत्यक्षत एवोपलम्भाद् । उक्तं च'रुक्षयति रुष्यतो ननु वक्त्रं स्निह्यति च रज्यतः पुंसः । औदारिकोऽपि देहो भाववशात्परिणमत्येवम् ।' इति ।
હોવામાં નિમિત્ત બને છે. આ પ્રાણાતિપાતક્રિયા પણ અપ્રમત્તને સંભવતી નથી.-“અવીતરાગની કાયા અધિકરણરૂપ હોઈ અને પ્રષિયુક્ત હોઈ કાયિકક્રિયાની હાજરીમાં અવશ્ય ત્રણે ક્રિયાવાળી હોય છે એવો નિયમ આગમમાં કહ્યો છે. અપ્રમત્ત સંયત પણ અવીતરાગ તો હોય જ છે. તેથી દ્રવ્યહિંસાની પ્રવૃત્તિ વખતે તેને પણ પ્રાણાતિપાતિકીક્રિયા સંભવે છે” – એવી શંકા ન કરવી, કારણ કે, “કાયિકીક્રિયાની હાજરીમાં ત્રણે ક્રિયા અવશ્ય હોય જ એવો જે નિયમ દેખાડ્યો છે તેમાં કાયિકીક્રિયા તરીકે પ્રાણાતિપાતજનકપ્રષવિશિષ્ટ કાયિકી ક્રિયા જ લેવાની છે, સામાન્ય કાયિક ક્રિયા નહિ. કારણ કે એ રીતે જ પહેલી ત્રણ ક્રિયાનો એ નિયમ સંભવે છે. પ્રજ્ઞાપનાની વૃત્તિમાં કહ્યું છે કે, “અહીં કાયિકક્રિયા એટલે ઔદારિકાદિ કાયમાં રહેલ અને પ્રાણાતિપાત કરી શકવામાં સમર્થ એવી વિશિષ્ટ ક્રિયા જ લેવાની છે. ઔદારિકાદિ શરીરમાં રહેલ ગમે તે ક્રિયા કે કાર્મણ શરીરમાં રહેલ ક્રિયા નહિ. તેથી પહેલી ત્રણ ક્રિયાઓ વચ્ચે પરસ્પર નિયમ્ય-નિયામકભાવ છે. શી રીતે ? આ રીતે-શરીર અધિકરણ પણ બને છે એવું પૂર્વે કહી ગયા. તેથી કાયિકીક્રિયાની હાજરીમાં આધિકરણિકી ક્રિયા અવશ્ય હોય છે. તેમ જ આધિકરણિકીક્રિયાની હાજરીમાં કાયિકી ક્રિયા અવશ્ય હોય છે. વળી તે પણ પ્રષિ વિના વિશેષ પ્રકારની બનતી નથી. તેથી પ્રાષિકી ક્રિયાની સાથે પણ તે બે ક્રિયાનો પરસ્પર અવિનાભાવ છે. શરીરમાં પ્રàષના ચિહ્નો પણ સ્પષ્ટ જ હોય છે, કારણ કે “મોં લૂખું થઈ જવું' ઇત્યાદિરૂપ તેના અવિનાભાવી લિંગો પ્રત્યક્ષ દેખાય જ છે. કહ્યું છે કે - ગુસ્સો કરનારનું મુખ સુકાય છે, આનંદ પામનાર માણસનું તે સ્નિગ્ધ બને છે. ઔદારિક દેહ પણ આમ ભાવવશાત્ પરિણમે છે.”