________________
કેવલીમાં દ્રવ્યહિંસા : યોગ અંગે વિચારણા
<
साधुरुदयनो राजा' इत्यत्र राजत्वमगृहीतश्रामण्यावस्थामपेक्ष्यैवेति स्ववचनाश्रयणाद्, भगवत्स्वीकृतानां श्रुतव्यवहारसि (? शुद्धानां प्रतिषिद्धत्वाभिमतविषयप्रवृत्तीनां वस्तुतो न प्रतिषिद्धविषयत्वं न वा ताभिः 'इदं सावद्यं' इति प्रज्ञाप्य प्रतिषेवित्वं, 'इदं' इत्यनेन प्रत्यक्षव्यक्तिग्रहणात्, तस्याश्चानवद्यत्वाद्' इति विभाव्यते तदा ‘अनेषणीयं न ग्राह्यं' इत्यादिप्रतिषेधवाक्ये श्रुतव्यवहारशुद्धानेषणीयातिरिक्तानेषणीयादेर्निषेध्यत्वं वक्तव्यं, तथा चापवादिकमन्यदपि कृत्यं श्रुतव्यवहारसिद्धमित्यप्रतिषिद्धमेव, इत्याभोगेन प्रतिषिद्धविषयप्रवृत्तिः साधूनां क्वापि न स्याद् इति त्वदपेक्षया यतीनामशुभयोगत्वमुच्छि
૪૯
હોતું નથી, પણ એષણીય જ હોય છે એવું આગળ કહી ગયા. (તેથી તેનું ગ્રહણ કરવાની પ્રવૃત્તિ અપવાદરૂપે સિદ્ધ થતી નથી.) તેમ છતાં તેનો જે અનેષણીય તરીકે ઉલ્લેખ થાય છે તે તો શ્રુતની તેવી વ્યવસ્થાના કારણે જ જાણવો. તાત્પર્ય, એ ગ્રહણ શ્રુતવ્યવહારશુદ્ધિ કરાવવા દ્વારા અનેષણીય પિંડને પણ એષણીય બનાવે છે. એટલે કે જ્યાં સુધી એ શુદ્ધિ થઈ ન હોય, અશુદ્ધિની અવસ્થા હોય ત્યાં સુધી જ એ અનેષણીય રહે છે. તેથી જેમ સાધુપણું લેવા પૂર્વેની અવસ્થાની અપેક્ષાએ, ‘આ સાધુ ઉદાયન રાજા છે’ ઇત્યાદિ વ્યપદેશમાં રાજાપણાંનો ઉલ્લેખ થાય છે તેમ તે એષણીયનો પણ તે શ્રુતવ્યવહારશુદ્ધિ પૂર્વેની અવસ્થાને અપેક્ષીને ‘અનેષણીય’ તરીકે ઉલ્લેખ થાય છે. (પૂર્વપક્ષી પોતાના આવા વચનને આશ્રીને વળી આવું કહે કે) તેથી સામાન્યતઃ પ્રતિષિદ્ધ તરીકે અભિમત જે શ્રુતવ્યવહારસિદ્ધ પ્રવૃત્તિનો ભગવાને સ્વીકાર કર્યો હોય તે બધી પૂર્વની અવસ્થાને આશ્રીને જ પ્રતિષિદ્ધ જાણવી, વાસ્તવમાં નહિ. તેમજ તે પ્રવૃત્તિના કારણે તેઓમાં ‘આ સાવદ્ય છે' એમ કહીને તેનું આચરણ હોવાની આપત્તિ પણ આવતી નથી, કારણ કે ‘આ સાવદ્ય છે’ એવા પ્રયોગમાં રહેલ ‘આ’ શબ્દ જે વસ્તુ પ્રત્યક્ષ હોય તેનો જ ઉલ્લેખ કરે છે. તેથી પ્રસ્તુતમાં પણ ભગવાને સ્વીકારેલ તે તે પ્રવૃત્તિનો જ ‘આ’ શબ્દથી ઉલ્લેખ થાય છે જે વાસ્તવમાં અનવદ્ય હોવાથી તેનો ‘આ સાવદ્ય છે' એવું કહેવા દ્વારા જે વસ્તુઓનો સાવદ્ય તરીકે ઉલ્લેખ થયો હોય છે તેમાં સમાવેશ જ હોતો નથી. તેથી એની પ્રતિસેવના ‘આ સાવદ્ય છે’ એવું કહ્યા વગર હોવાથી કેવલી ભગવાના ઉક્ત લક્ષણનો ભંગ પણ થતો નથી.
(આભોગપૂર્વકની પ્રતિષિદ્ધપ્રવૃત્તિનો સાધુને અભાવ થવાની આપત્તિ-ઉત્તરપક્ષ)
ઉત્તરપક્ષ ઃ તમે જો આવું કહેશો તો તમારે એ પણ કહેવું પડશે કે ‘અનેષણીયનું ગ્રહણ કરવું નહિ’ ઇત્યાદિ નિષેધવાક્યમાં શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણીય સિવાયના અનેષણીય વગેરેનો જ નિષેધ છે, કારણ કે શ્રુતવ્યવહારશુદ્ધ અનેષણીય વગેરેને તો તમે વાસ્તવમાં નિષેધનો વિષય માનતા જ નથી. અને તો પછી સાધુઓ બીજી પણ જે કોઈ આપવાદિક પ્રવૃત્તિ કરતા હશે તે તો બધી જ શ્રુતવ્યવહા૨શુદ્ધ હોઈ વાસ્તવમાં અપ્રતિષિદ્ધ જ હશે. તેથી આભોગપૂર્વક પ્રતિષિદ્ધવિષયક કોઈ પ્રવૃત્તિ જ તેઓને કરવાની રહેશે નહિ. તાત્પર્ય, સાધુઓ આભોગપૂર્વક જે પ્રતિષિદ્ધ પ્રવૃત્તિ કરે છે તે તો આપવાદિક જ હોય છે,