SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ યોગ અંગે વિચારણા स्थितिक्षयमकार्षुः, तथाऽपि श्रीजिनो वर्द्धमानस्वामी नाऽग्रहीत्, मा भूदशस्त्रहते प्रसङ्गः, 'तीर्थङ्करेणापि गृहीतं' इति मदीयमालम्बनं कृत्वा मत्सन्तानवर्तिनः शिष्या अशस्त्रोपहतं मा ग्राहिषुरिति भावः । 'व्यवहारनयबलीयस्त्वख्यापनाय भगवता न गृहीता' इति हृदयम् । युक्तियुक्तं चैतत्प्रमाणस्थपुरुषाणाम् । यत उक्तं - 'प्रमाणानि प्रमाणस्थै रक्षणीयानि यत्नतः । विषीदन्ति प्रमाणानि प्रमाणस्थैर्विसंस्थुलैः ।।' इत्यादि ।। अत्र हि स्वजीतकल्पातिरिक्तस्थले तीर्थकृतः साधुसमानधर्मता प्रोक्ता, सा चाशस्त्रोपहतसचित्तवस्तुनोऽग्रहणेनोपपादिता, तच्चातिप्रसङ्गनिराकरणाभिप्रायेण, स च श्रुताप्रामाण्यबुद्ध्यैव स्यात्, न तु 'भगवता प्रतिषेवितं' इति छद्मस्थबुद्धिमात्रेण, छद्मस्थैरुत्सर्गतः प्रतिषिद्धत्वेन ज्ञायमानाया अपि भगवतो પિડિત થઈને કાળ પસાર કરી રહ્યા હતા; (અથવા સાથેના સાધુઓએ ભૂખની અસહ્ય પીડાથી આયુનો સ્થિતિક્ષય કર્યો એટલે કે મૃત્યુ પામ્યા;) છતાં પણ શ્રી વર્ધમાનસ્વામીએ, “તીર્થકરે પણ ગ્રહણ કર્યું હતું એવું મારું આલંબન લઈને મારી પરંપરામાં થનારા શિષ્યો શસ્ત્રથી ઉપહત ન થયેલ પિંડનું ગ્રહણ કરી લે એવો પ્રસંગ-અનવસ્થા ઊભા ન થાય એવા અભિપ્રાયથી તે તલ વગેરેનું ગ્રહણ કર્યું ન હતું. તાત્પર્ય, આ સચિત્ત છે કે અચિત્ત એનો વ્યવહાર શસ્ત્રથી હણાયેલ છે કે નહિ તેના પરથી થાય છે. પ્રસ્તુત પ્રસંગમાં તે તલ વગેરે નિશ્ચયથી અચિત્ત હોવા છતાં વ્યવહારથી અચિત્ત નહોતા. તેથી વ્યવહારનય વધુ બળવાન છે એવું જણાવવા ભગવાને તેનું ગ્રહણ કર્યું નહિ. પ્રમાણભૂત પુરુષો માટે આવું આચરણ યુક્તિયુક્ત પણ છે જ. અર્થાત્ જેઓનું આચરણ પ્રમાણ તરીકે ગણાતું હોય (આમણે આમ કર્યું હતું માટે આપણે પણ કરો આવી ગણતરીમાં લેવાતું હોય) તેઓએ આ રીતે વ્યવહારને મુખ્ય કરવો એ યોગ્ય પણ છે જ... કારણ કે કહ્યું છે કે “પ્રમાણભૂત પુરુષોએ પ્રમાણોનું (પોતાની પરંપરામાં આવેલા શિષ્યાદિ જેના પરથી નિર્દોષ-દોષિતનો નિશ્ચય કરી શકે તેવા વ્યવહારોનું) પ્રયત્ન પૂર્વક પાલન કરવું જોઈએ. કારણ કે પ્રમાણભૂત પુરુષો તે બાબતમાં શિથિલતા દાખવે તો તે પ્રમાણો સીદાય છે. (તાદશ નિશ્ચય કરાવવાનું સામર્થ્ય જાળવી શકતા નથી.) (અતિપ્રસંગ છદ્મસ્થની જાણકારી માત્રથી ન થાય) અહીં બૃહત્કલ્પભાષ્યવૃત્તિમાં સ્વજીતકલ્પથી ભિન્ન બાબતોમાં તીર્થકર પ્રભુનો સાધુને સમાનધર્મ હોવો કહ્યો છે અને તેની, શસ્ત્રથી ઉપહત ન થયેલી એવી (વ્યવહારથી) સચિત્ત વસ્તુનું અગ્રહણ દેખાડીને સંગતિ કરી છે. વળી એ અગ્રહણ પણ ભગવાને અતિપ્રસંગનું (ભવિષ્યમાં સાધુઓ અશસ્ત્રો પહતનું-નિશ્ચયથી પણ સચિત્તે એવી વસ્તુનું ગ્રહણ કરી લે તેવા અતિપ્રસંગનું) વારણ કરવાના અભિપ્રાયથી કર્યું હતું. વળી એ પણ જણાય છે કે, શ્રુતમાં તો શસ્ત્રથી ઉપહત થયેલ પૃથ્યાદિને છોડીને શેષ પૃથ્યાદિને સચિત્ત અને અગ્રાહ્ય કહ્યા છે, જ્યારે આ તો અચિત્ત હતા. (તેથી તો ભગવાને ગ્રહણ કર્યા.) માટે “શ્રુત અપ્રમાણ છે એવી બુદ્ધિ થવા દ્વારા જ તે અતિપ્રસંગ સંભવે છે, “ભગવાને પણ આવું
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy