SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ યોગ અંગે વિચારણા पदाधिकारित्वाभावेनाभोगपूर्वकजीवघातहेतूनां योगानामभावात् । यस्त्वपवादप्रतिषेवणाराहित्यावस्थायामप्यप्रमत्तानामिव सद्भूतजीवघातः स चानाभोगजन्य एव, तदानीमनाभोगस्यापि तस्य विद्यमानत्वाद्, अत एवाप्रमत्तानामिव योगानां शुभत्वेन नात्माद्यारम्भकत्वमिति । फलोपहितयोग्यतास्वरूपयोग्यतयोश्चायं भेदः 'यस्य यदन्तर्गतत्वेन विवक्षितकार्य प्रति कारणता तस्य तदन्तर्गतत्वेनैव फलवत्तया फलोपहितयोग्यता, अन्यथा तु स्वरूपयोग्यता, सत्यपि तस्य कारणत्वे तदि છે કે આભોગપૂર્વકની તાદેશપ્રવૃત્તિ વિરતિપરિણામની પ્રતિબંધક છે અને જ્ઞાનાદિની વૃદ્ધિ રક્ષાનો પરિણામ એ વિરતિપરિણામનો ઉત્તેજક છે. આમ સંયતપણું જળવાઈ રહેવા છતાં પ્રમત્તના યોગો અશુભ શી રીતે બને છે એ દેખાડ્યું.) આ રીતે અપ્રમત્તસંયતના યોગો અશુભ હોવા સંભવતા નથી, કારણ કે અપવાદપદનો અધિકાર ન હોવાથી, આભોગપૂર્વક થતી જીવહિંસાના હેતુભૂત યોગો જ હોતા નથી. (જીવનો આભોગ=ખ્યાલ હોવા છતાં સંયતોની જે હિંસાજનકપ્રવૃત્તિ થાય છે તે અપવાદપદે જ થાય છે. અને તે પ્રવૃત્તિરૂપ યોગો આભોગપૂર્વકની હિંસાના હેતુભૂત કહેવાય છે. અપ્રમત્તને અપવાદપદ ન હોઈ તેવી પ્રવૃત્તિ હોતી નથી. માટે તેના યોગો તેવી હિંસાના હેતુ બનતા નથી.) માટે નક્કી થાય છે કે પ્રમત્તના જ યોગો અશુભ હોય છે. (પ્રમત્તનો અપવાદભિન્ન જીવઘાત અનાભોગજન્ય જ હોય - પૂર્વપક્ષ) વળી અપવાદસેવન વગરની અવસ્થામાં અપ્રમત્તની જેમ પ્રમત્તથી જે જીવઘાત થઈ જાય છે તે તો અનાભોગજન્ય જ હોય છે. (અહીં “જકાર યોગાદિનો વ્યવચ્છેદ કરવા નથી કિન્તુ આભોગનો વ્યવ ચ્છેદ કરવા છે. અર્થાત્ આભોગજન્ય હોતો નથી.) કારણકે ત્યારે જીવવિષયક અનાભોગ પણ હાજર હોય જ છે. નહીંતર તો એનું સંમતપણું જ ઘવાઈ જાય, કારણ કે અપવાદનો અવસર ન હોય (અને તેથી જ્ઞાનાદિવૃદ્ધિનો આશય ન હોય) અને તેમ છતાં આભોગપૂર્વક જીવહિંસા થાય તો તો તે જીવ અંગેની વિરતિનો પરિણામ ન ટકવાથી સર્વવિરતિ પણ ટકતી નથી.) તેથી તે વખતના યોગો તો આભોગપૂર્વકના જીવઘાતનું ફળોપધાયક કારણ ન બનતાં હોઈ શુભ જ રહે છે. માટે અપ્રમત્તની જેમ પ્રમત્ત પણ એ વખતે આત્મારંભક વગેરે બનતો નથી. (ફળોપહિત-સ્વરૂપયોગ્ય યોગોનો ભેદ - પૂર્વવિચારણા) યોગોના ફળોપહિતયોગ્ય અને સ્વરૂપયોગ્ય એવા જે બે પ્રકાર છે તેનો ભેદ આવો જાણવો. જે કારણ, જે કારણસામગ્રીમાં અંતર્ગત રહીને (એક ઘટક બનીને) વિવક્ષિતકાર્ય પ્રત્યે કારણ હોય છે, તે કારણસામગ્રીમાં અંતર્ગત રહીને જ ફળવાનું બને (ફળોત્પત્તિ કરી આપે) તો ફળોપહિતયોગ્ય કારણ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy