SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧ કેવલીમાં દ્રવ્યહિંસાઃ દ્રવ્યાપરિગ્રહની પ્રતિબંદી एएणं ति । एतेन द्रव्यपरिग्रहयुतस्यापि भगवतो मोहाभावेन, 'द्रव्यवधेऽभ्युपगम्यमाने जिनस्य हिंसानुबन्धसम्प्राप्तिः हिंसानुबन्धिरौद्रध्यानप्रसङ्गः, छद्मस्थसंयतानां हि घात्यजीवविषयकानाभोगसहकृतमोहनीयलक्षणसहकारिकारणवशेन कायादिव्यापारा जीवघातहेतवो भवन्ति, त एव च योगा घात्यजीवविषयकाभोगसहकृततथाविधमोहनीयक्षयोपशमादिसहकारिकारणविशिष्टा जीवरक्षाहेतव इत्यनुभवसिद्धम् । केवलिनस्तु योगाः पराभिप्रायेणानाभोगमोहनीयाद्यभावेन परिशेषात् केवलज्ञानसहकृता एव जीवघातहेतवो भवन्ति, केवलज्ञानेन ‘एतावन्तो जीवा अमुकक्षेत्रादौ ममावश्यं हन्तव्याः इति ज्ञात्वैव केवलिना तद्घातात्, तथा च तस्य जीवरक्षादिकं कदापि न भवेत्, केवलज्ञानसहकृततद्योगानां सदा घातकत्वात्, जीवघातस्येव जीवरक्षाया अप्यवश्यभावित्वेन परिज्ञानादुभयत्र केवलज्ञानस्य सहकारिकारणत्वकल्पने च केवलिनो योगानां जीवघातजीवरक्षाहेतू शुभाशुभत्वे सर्वकालं युगपद्भवतः । एतच्चानुपपत्रं, परस्परं प्रतिबन्धकत्वाद् इति। एकतरस्याभ्युपगमे पराभि (કેવલીમાં દ્રવ્યહિંસા માનવામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાનની આપત્તિઃ પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ “કેવળીને દ્રવ્યહિંસા માનવામાં હિંસાનુબંધી રૌદ્રધ્યાન માનવાની આપત્તિ આવશે. તે આ રીતે - છબસ્થસંયતના કાયાદિવ્યાપારો ઘાત્યજીવવિષયક અનાભોગથી સહકૃત મોહનીય કર્મરૂપ સહકારી કારણવશાત્ જીવઘાતના હેતુઓ બને છે. એ જ કાયાદિ યોગો ઘાયજીવવિષયક આભોગથી સહકૃત મોહનીય કર્મના તથાવિધ ક્ષયોપશમરૂપ સહકારી કારણવિશિષ્ટ થએ છતે જીવરક્ષાના હેતુભૂત બને છે. એટલે કે અનાભોગ અને મોહનીયકર્મ જો સહકારી હોય તો યોગોથી જીવઘાત થાય છે તેમ જ આભોગ અને મોહનીયનો ક્ષયોપશમ જો સહકારી હોય તો યોગોથી જીવરક્ષા થાય છે. આ વાત અનુભવસિદ્ધ છે. હવે કેવલીના યોગો તમારા અભિપ્રાય મુજબ જો જીવઘાતના હેતુભૂત બનતા હોય તો, તેઓને અનાભોગ અને મોહનીયાદિનો અભાવ હોવાથી પારિશેષ ન્યાય મુજબ એ જ સિદ્ધ થાય કે કેવલજ્ઞાનથી સહકૃત થએ છતે જ તેઓ જીવઘાતના હેતુ બને છે, કેમકે કેવલજ્ઞાનથી “અમુક ક્ષેત્ર વગેરેમાં મારે આટલા જીવો અવશ્ય હણવાના છે એવું જાણવા પૂર્વક જ કેવલીથી તેઓની હિંસા થાય છે. તેથી ફલિત એ થાય કે તેઓની જીવરક્ષાદિ તો ક્યારેય થશે જ નહિ, કારણ કે તેઓમાં કેવલજ્ઞાનસહકૃત એવા યોગો હંમેશાં જીવઘાતક જ બની રહે છે. - કેવલજ્ઞાનથી જીવઘાતની જેમ “અમુક ક્ષેત્રાદિમાં મારે અમુક જીવો અવશ્ય બચાવવાના છે એવું જીવરક્ષાનું પણ અવશ્યભાવી તરીકે જ્ઞાન થતું હોવાથી કેવલજ્ઞાન જીવરક્ષા પ્રત્યે પણ સહકારી કારણ બને છે (અને તેથી કેવલીના યોગોથી જીવરક્ષા પણ સંભવે જ છે.) - ઇત્યાદિ જો કલ્પના કરશો તો આપત્તિ એ આવશે કે કેવલીના યોગો હંમેશા એકી સાથે જીવઘાત અને જીવરક્ષાના હેતુ તરીકે શુભ-અશુભરૂપે પરિણમશે. પણ એ વાત યોગ્ય તો નથી, કેમકે બન્ને એકબીજાના પ્રતિબંધક હોવાથી બેમાંથી એકનો તો અવશ્ય પ્રતિબંધ થઈ જ જશે. તેથી બેમાંથી
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy