________________
પ્રશસ્તિ
૨૮૩
महोपाध्यायश्रीविनयविजयैश्चारुमतिभिः, प्रचक्रे साहाय्यं तदिह घटनासौष्ठवमभूत् । प्रसर्पत्कस्तूरीपरिमलविशेषाद्भवति हि, प्रसिद्धः शृङ्गारस्त्रिभुवनजनानन्दजननः ।।२।। सन्तः सन्तु प्रसन्ना मे ग्रन्थश्रमविदो भृशम् । येषामनुग्रहादस्य सौभाग्यं प्रथितं भवेत् ।।३।।
॥ इति जगद्गुरुबिरुदधारिभट्टारकश्रीहीरविजयसूरीश्वरशिष्यमुख्यषट्तीविद्याविशारदमहोपाध्यायश्रीकल्याणविजयगणिशिष्यावतंसशास्त्रज्ञतिलकपण्डितश्रीलाभविजयगणिशिष्यरत्नगुणगणगरिष्ठपण्डितश्रीजीतविजयसतीर्थ्यतिलकविपुलयशःप्रतापसौभाग्यनिधिपण्डितश्रीनयविजयगणिचरणकमलसेविना पण्डितश्रीपद्मविजयगणिसहोदरेण पण्डितयशोविजयेन कृतोऽक्षय्यतृतीयायां धर्मपरीक्षानामा ग्रन्थः संपूर्णः ।।
ચારુમતિવાળા મહામહોપાધ્યાય શ્રી વિનયવિજય મહારાજે આ ગ્રંથમાં સહાય કરી છે. તેથી ગ્રન્થમાં (ઘટના=સંકલન વગેરેનું) વિશેષ પ્રકારે સૌષ્ઠવ ઊભું થયું છે. પ્રસિદ્ધ શૃંગાર પણ તેમાં કસ્તૂરીની પ્રસરતી વિશેષ પ્રકારની સુગંધ ભળવાથી ત્રિભુવનજનને આનંદજનક બને છે. રા
મારા ગ્રન્યરચનાના શ્રમના જાણકાર સજ્જનો અત્યંત પ્રસન્ન થાઓ, જેઓના અનુગ્રહથી આ ગ્રન્થનું સૌભાગ્ય દુનિયામાં ફેલાય. ll
આમ “જગદ્ગુરુ બિરુદધારક ભટ્ટારક આચાર્યશ્રી વિજય હીરસૂરીશ્વરજી મહારાજાના મુખ્ય શિષ્ય અને ષડ્રદર્શનની વિદ્યાના વિશારદ એવા મહોપાધ્યાયશ્રી કલ્યાણવિજય ગણિવરના શિષ્યોમાં મુકુટસમાન અને શાસ્ત્રજ્ઞોમાં તિલકસમાન એવા પંડિત શ્રી લાભવિજય ગણિવરના શિષ્યરત્ન ગુણગણગરિષ્ઠ પંડિત શ્રી જીતવિજય ગણિવરના ગુરુબંધુઓમાં તિલક સમાન અને વિપુલ યશ-પ્રતાપ-સૌભાગ્યના નિધિ એવા પંડિતશ્રી નયવિજય ગણિના ચરણકમલના કિંકર તેમજ પંડિતશ્રી પદ્મવિજય ગણિના સહોદર એવા પંડિતશ્રી યશોવિજય મહારાજ વડે આ ધર્મપરીક્ષા નામનો ગ્રંથ અક્ષયતૃતીયાના દિવસે પૂર્ણ કરાયો.
કર્મસાહિત્યનિષ્ણાત, સચ્ચારિત્રચૂડામણિ, સિદ્ધાન્ત મહોદધિ, સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર વર્ધમાનતપોનિધિ ન્યાયવિશારદ સંઘહિતચિંતક આચાર્યદિનેશ શ્રીમદ્વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન અધ્યાત્મરસિક સિદ્ધાન્તકોવિદ આચાર્યદેવ