SearchBrowseAboutContactDonate
Page Preview
Page 273
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬૦ ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ अन्यथा 'केवलित्वगमकानि लिङ्गानि क्षीणमोहे लिङ्गत्वेन न सन्ति, किन्तु स्वरूपतः सन्ति, यथा 'वह्निरनुष्णः कृतकत्वाद्' इत्यनुमाने कृतकत्वं वह्नौ स्वरूपतः सदप्यनुष्णत्वगमकलिङ्गत्वेन नास्ति, इति प्रत्यक्षबाधितपक्षत्वादगमकं प्रोच्यते, तद्वत् 'क्षीणमोहे सप्तापि स्थानानि (स्वरूपतः सन्त्यपि केवलित्वगमकलिङ्गत्वेन न सन्ति, इति आगमबाधितपक्षत्वादगमकानि)' इत्युक्तावपि આ વ્યભિચારનું વારણ કરવા માટે, વૃત્તિકારે લિંગોના નિશ્ચય માટે જે “ક્ષીખવારિત્રા” હેતુ આપ્યો છે તેનું એવું વિશેષણ જોડવું જોઈએ કે જેથી બારમા ગુણઠાણાવાળા જીવમાંથી તે વિશેષણયુક્ત વિશિષ્ટ હેતુની બાદબાકી થઈ જાય. (તે વિશેષણ “અનાભોગરહિતત્વ' હોઈ શકે. એટલે વૃત્તિકારે આપેલ અનુમાનપ્રયોગનો હેતુ “મનામો રહિતત્વે સતિ શીખવારિત્રાવરત્વિ' એવો હોઈ શકે.) હેતુને આવા કોઈ વિશેષણ યુક્ત વિશિષ્ટ માનવામાં ન આવે તો પ્રસ્તુતલિંગોના ક્ષીણમોહ જીવમાં થતા વ્યભિચારનું વારણ થઈ શકતું નથી. શંકાઃ વૃત્તિકારે આપેલ અનુમાનના હેતુને આવું કોઈ વિશેષણ ન જોડીએ તો સૂત્રોક્ત લિંગોની ક્ષીણમોહજીવોમાં પણ વિદ્યમાનતા નક્કી થવાથી તેઓમાં પણ કેવલીપણાંનો નિર્ણય થઈ જવાની આપત્તિ આવે છે એવું માનીને તમે વિશિષ્ટ હેતુ લેવાની વાત કરી છે. પણ મૂળમાં એ આપત્તિ જ આવતી નથી. એવું વિશેષણ ન લગાડીએ તો ક્ષીણમોહ જીવમાં પણ કેવલીપણાંના લિંગની હાજરીનો નિર્ણય થઈ જાય એ વાત સાચી. પણ એટલા માત્રથી એનામાં કેવલીપણાનો નિર્ણય કાંઈ થઈ જતો નથી. લિંગ સ્વરૂપે રહ્યું હોય એટલા માત્રથી સ્વસાધ્યનો નિર્ણય કરાવી દેતી નથી કિન્તુ સાધ્વગમક (સાધ્યના નિર્ણાયક) લિંગ તરીકે રહ્યું હોય તો જ સાધ્યનો નિર્ણય કરાવે છે. આશય એ છે કે “અગ્નિ અનુષ્ણ હોય છે, કેમ કે કૃતક (કરાયેલો) હોય છે, જેમ કે ઘડો' આવા અનુમાન પ્રયોગનો વૃતત્વ એવો જે હેતુ છે તે અગ્નિમાં સ્વરૂપે રહ્યો હોવા છતાં અનુષ્ણત્વ રૂપ સાધ્યના ગમક હેતુ તરીકે રહ્યો નથી. અગ્નિ ઉષ્ણ હોય છે એ પ્રત્યક્ષ સિદ્ધ છે. એટલે કે અનુષ્ણત્વરૂપસાધ્યવાન્ તરીકે અગ્નિરૂપ પક્ષ એ પ્રત્યક્ષબાધિત છે. તેથી અગ્નિમાં સ્વરૂપે રહેલું અને તેમ છતાં અનુષ્ણત્વગમકલિંગ તરીકે નહિ રહેલું એવું કૃતકત્વ અનુષ્ણત્વનું અગમક (અનિર્ણાયક) કહેવાય છે. આ જ રીતે “ક્ષીણમોહજીવ કેવલી હોય છે, કેમ કે ક્યારેય પણ પ્રાણોના અતિપાતયિતા હોતો નથી, જેમકે તેરમાં ગુણઠાણે રહેલો જીવ’ આવા બધા સાતેય લિંગોવાળા સાત અનુમાનોના જે ઉક્ત સાતલિંગ રૂપ સાત હેતુઓ છે તેઓ ક્ષીણમોહ જીવમાં સ્વરૂપે રહ્યા છે. (આવો નિર્ણય વૃત્તિકારે આપેલાં અનુમાનોથી થાય છે, તેમ છતાં કેવલિત્વરૂપ સાધ્યના ગમકલિંગ તરીકે કાંઈ રહ્યા નથી. (કારણ કે વૃત્તિકારે દેખાડેલ અનુમાનથી તેઓની ગમકલિંગ તરીકેની હાજરીનો નિર્ણય થતો નથી.) પન્નવણા આગમમાં ક્ષીણમોહજીવને છદ્મસ્થવીતરાગ તરીકે જ જણાવ્યા છે. એટલે કેવલિત્વરૂપ સાધ્યવાનું તરીકે ક્ષણમોહી જીવરૂપ પક્ષ એ આગમબાધિત છે. તેથી ક્ષીણમોહ જીવમાં સ્વરૂપે રહેલાં અને તેમ છતાં કેવલિત્વના ગમકલિંગ તરીકે નહિ રહેલા એવા આ સાતેય સ્થાનો
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy