________________
૨૫૪
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૮૩ लुतो पुण बाहिं लोगत्थं चेव पासइ दव्वं । सुहुमयरं सुहुमयरं परमोही जाव परमाणुं ।। (वि. भा. ६०६) તિ तद्वदिहापि संभावनया विशिष्टमेव मृषाभाषणं प्रसज्येत, इति विपरीतैवेयं कल्पना भवत इति ।
यच्च 'अत एव कालशौकरिकस्य...' इत्याद्युक्तं तत्तु तं प्रत्येव लगति, यतः कालशौकरिकस्य महिषव्यापादनं महिषव्यापादनत्वेन भगवतोक्तं तद्भावमाश्रित्य, तेन तत्र तत्कल्पनायाः प्रामाण्यं, संभावनाऽऽरूढमृषाभाषाणादेम॒षाभाषात्वादिकं तु भावतो नोच्यते, इति कथं तत्कल्पना स्याद् ? न ह्यसतः संभावनापि संभवति, न हि क्षीणमोहे मैथुनादीनां भवताऽपि संभावना क्रियते, अत एव 'क्षीणमोहे सम्भावनाऽऽरूढमृषाभाषादेः स्नातकचारित्रप्रतिबन्धकत्वेन दोषत्व'मित्यपि निरस्तं, असतो दोषत्वाऽयोगात् । अत एव चित्रलिखितनारीदृष्टान्तोऽपि निरस्तः, असत आकारमात्र
“વર્ધમાન અવધિ લોકમાં રહેલ સૂક્ષ્મ- સૂક્ષ્મતર દ્રવ્યને જ જુએ છે યાવત્ પરમાવધિ પરમાણુને પણ જુએ છે” હવે સંભાવના પણ જો કલ્પનાને તુલ્ય હોય તો તે પણ એવું જ જણાવશે કે ક્ષીણમોહીને વિશિષ્ટતર મૃષાભાષણ હોય છે. માટે આ રીતે તેઓમાં સંભાવનારૂઢ મૃષાભાષણની તમે કરેલી કલ્પના તો સાવ વિપરીત જ છે.
(સાવ અસહુની સંભાવના પણ ન કરાય) વળી તેથી જ કાલશૌકરિકે કલ્પિત પાડાની કરેલી હિંસા...” ઇત્યાદિ પૂર્વપક્ષીએ જે કહ્યું છે તે તો તેના જ માથે પડે એવું છે, કેમ કે કાલશૌકરિકની ક્રિયાને પાડાની હિંસા તરીકે ભગવાને જ કહી છે તે તો કાલશૌકારિકના તેવા ભાવને આશ્રીને જ કહ્યું હતું. અર્થાત્ તેનામાં ભાવહિંસા રહી હોવાથી જ તેની બાહ્યક્રિયાની હિંસારૂપે કલ્પના કરવામાં આવી હતી. અને તેથી જ તે કલ્પના પ્રમાણભૂત હતી. જ્યારે સંભાવનારૂઢ મૃષાભાષણાદિની તમે જે ક્ષીણમોહમાં મૃષાભાષા તરીકે કલ્પના કરો છો તે કંઈ ભાવમૃષાવાદને આશ્રીને કરતા નથી કે જેથી એવી પ્રમાણભૂત કલ્પના કરી શકાય. વળી જે સાવ અસત્ હોય તેની તો સંભાવના પણ થઈ શકતી નથી. જેમ કે તમે પણ ક્ષીણમોહજીવમાં મૈથુનાદિની તો સંભાવના કરતા નથી. (તો પછી મૃષાભાણાદિની શી રીતે કરાય ?) તેથી જ “ક્ષીણમોહમાં રહેલા સંભાવનારૂઢ મૃષાભાષણાદિ સ્નાતક ચારિત્રના પ્રતિબંધક હોઈ દોષરૂપ છે એ વાત પણ ઊડી જાય છે કેમ કે સાવ અસત્ એવા તે સંભાવનારૂઢ મૃષાભાષણાદિ દોષરૂપ બની શકતા નથી. તેથી જ તમે આપેલ ચિત્રમાં દોરેલ નારીનું દષ્ટાન્ત પણ નિરસ્ત થઈ જાય છે, કેમ કે દષ્ટાન્તમાં તો આકારને આશ્રીને સ્ત્રીની કલ્પના છે જયારે પ્રસ્તુતમાં, સાવ અસત્ એવી ચીજમાં તો આકાશમાત્ર પણ ન હોવાથી મૃષાભાષણ
१. वर्धमानः पुनरवधिलॊकस्थमेव पश्यति द्रव्यम् । सूक्ष्मतरं सूक्ष्मतरं परमावधिर्यावत्परमाणुम् ॥