SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર ૨૪૯ मोहे मृषाभाषणं केवलं संभाव्यमेव, अपूर्वादिषु पञ्चसु गुणस्थानकेषु चतसृणां भाषाणां कर्मग्रंथे - द्वितीयतृतीयवायोगी मिथ्यादृष्टेरारब्धौ यावत्क्षीणकषायवीतरागछद्मस्थस्तावल्लभ्येते, तथोपशान्तकषायस्थाने क्षीणकषायस्थाने च 'नवयोगा बन्धहेतवः ' - इत्यस्य चार्थस्याविशेषेणैवाभिधानाद् । अवश्यंभावित्वाभिप्रायेण च यत्सम्भाव्यत्वाभिधानं तत्तु सत्संयतमात्रस्यैव मृषाभाषणादेः स्यादिति द्रष्टव्यम् । <0 किञ्च - सर्वमपि मृषाभाषणं क्रोधमूलकमेवेति वदतस्तव सम्भावनाऽऽरूढमपि मृषाभाषणं तन्मूलकमेव स्यात्, तथा च क्षीणमोहे तस्याप्यभावः प्राप्नोति । ननूक्तं तदनाभोगहेतुकमेवेति चेत् ? तर्हि तादृशं द्रव्यतो मृषाभाषणमेव किमिति नाभ्युपेयते ? किं संभावनया ? न च द्रव्यभूतेन तेन प्रत्याख्यानभङ्गो भवति, भावभूतस्यैव तस्य प्रत्याख्यातत्वात् 'प्रमत्तयोगादसदभिधानं मृषा' इति तत्त्वार्थवृत्तिवचनाद् । न च भावतः प्राणातिपातमृषाभाषणादेर्यत्कारणं तदेव तस्य द्रव्यतोऽपि, इति क्षीणमोहे न तत्संभवतीति वाच्यं, एवं सति भावतो ज्ञानदर्शनचारित्राणां यानि कारणानि - - કોઈ રીતે સંભવતું નથી. વળી ક્ષીણમોહ જીવમાં ભૃષાભાષણ માત્ર સંભાવ્યભેદનું જ હોય છે એવું પણ નથી, કેમ કે અપૂર્વાદ પાંચે ય ગુણઠાણાઓમાં ચારેય ભાષાઓ હોવી કહી છે. ‘બીજો અને ત્રીજો વચનયોગ મિથ્યાદૃષ્ટિથી માંડીને ક્ષીણકષાય ગુણઠાણે ‘બંધના હેતુ તરીકે નવ યોગો હોય છે” એ વાત તે બે ગુણઠાણામાં કોઈ ભેદ પાડ્યા વિના કર્મગ્રન્થમાં કહી છે અર્થાત્ મૃષાભાષણ અંગે ઉપશાન્તમોહી અને ક્ષીણમોહી બન્ને સરખા છે. એટલે ઉપશાન્તમોહીની જેમ ક્ષીણમોહીમાં પણ સંભવભેદનું મૃષાભાષણ સંભવે છે. ક્ષીણમોહીનું મૃષાભાષણ અવશ્યભાવનું હોઈ સંભાવ્યભેદનું જો કહેવાતું હોય તો તો દરેક સુસાધુના ભૃષાભાષણને તેવું જ કહેવું પડે એ ખ્યાલમાં રાખવું. (‘ભાવના કારણો જ દ્રવ્યના કારણ બને' એ નિયમ ખોટો) - વળી ‘બધું મૃષાભાષણ ક્રોધાદિમૂલક જ હોય છે' એવું કહેનાર તમારા મતે તો સંભાવનારૂઢ મૃષાભાષણ પણ તેવું જ બની જશે, અને તો પછી ક્રોધાદિશૂન્ય એવા ક્ષીણમોહ જીવમાં તેનો પણ અભાવ થઈ જશે. - અરે ! અમે કહી ગયાને કે એ ક્રોધમૂલક નહિ પણ અનાભોગહેતુક હોય છે – એવું જો કહેશો તો અમે કહીએ છીએ કે અનાભોગમૂલક એવા તેને દ્રવ્યથી મૃષાભાષણ રૂપ જ શા માટે નથી માનતા ? માટે તેને સંભાવનારૂઢ માનવાથી સર્યું. કેમકે દ્રવ્યરૂપ તેનાથી મૃષાવાદના પચ્ચક્ખાણનો કંઈ ભંગ થઈ જતો નથી. તે પણ એટલા માટે કે ભાવરૂપ મૃષાવાદનું જ પચ્ચક્ખાણ હોય છે. આ વાત તત્ત્વાર્થસૂત્રની વૃત્તિના નીચેના વચનોથી જણાય છે. “(આ વિરતિના અધિકારમાં) મૃષા એટલે પ્રમત્તયોગથી થતું અસઅભિધાન (જાણવું)” અહીં આવું ન કહેવું કે - ભાવથી થતા પ્રાણાતિપાતમૃષાવાદાદિના જે કારણો હોય છે તે જ દ્રવ્યથી થતા તેઓના કારણો બને છે, અને તેથી ક્ષીણમોહ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy