SearchBrowseAboutContactDonate
Page Preview
Page 258
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર अत्र स्नातकस्य केवलविवेकप्रायश्चित्तभणनेन निर्ग्रन्थयोरुपशान्तक्षीणमोहयोरालोचनाविवेकप्रायश्चित्ते द्वे अविशेषेणैवोक्ते संभाव्येते, अन्यथा निर्ग्रन्थे विकल्पद्वयमकरिष्यद्, यथा 'कुत्रचिन्निर्ग्रन्थे विवेकप्रायश्चित्तमेव, कुत्रचित्त्वालोचनाविवेकरूपे द्वे' इति, न चैवं क्वचिदुपदर्शितमिति माध्यस्थ्येन पर्यालोच्यम् । तथा चालोचनाप्रायश्चित्तशोध्या द्रव्यविराधना केवलिविलक्षणे क्षीणमोहे शास्त्रसिद्धा, इति 'द्रव्यतो मृषाभाषणं क्षीणमोहे न भवति' इति यद्वचनं तन्निरर्थकमेव । यत्तु तत्रानाभोगहेतुकं संभावनाऽऽरूढं जीवविराधनावन्मृषाभाषणमुपपादितं तत्र दृष्टान्तासिद्धिः, द्रव्यतो जीवविराधनायास्तत्रोपपादितत्वाद्, भगवत्यामपि तत्र जीवविराधनायाः स्पष्टमुक्तत्वाच्च । तथा च तत्सूत्रं (१८ श. ८ उ. ) 'अणगारस्स णं भंते । भाविअप्पणो पुरओ दुहओ जुगमायाए हाए यं रीयमाणस्स पायस्स अहे कुक्कुडपोयए वा वट्टापोयए वा कुलिंगच्छाए वा परियावज्जेज्जा, तस्स णं भंते! किं इरियावहिया किरिया कज्जइ ? संपराइया किरिया कज्जइ ? गोयमा ! अणगारस्स णं भाविअप्पणो जाव तस्स णं इरियावहिआ किरिया कज्जइ, णो संपराइआ किरिआ कज्जइ । से केणट्ठेणं भंते । एवं वुच्चइ ? जहा सत्तम ૨૪૫ આમાં ‘સ્નાતકને માત્ર વિવેક પ્રાયશ્ચિત્ત હોય છે' એવું જે કહ્યું છે તેના પરથી સંભાવના થાય છે કે ‘ઉપશાન્તમોહ અને ક્ષીણમોહરૂપ બન્ને નિર્પ્રન્થને આલોચના અને વિવેકરૂપ બન્ને પ્રાયશ્ચિત્તો સમાન રીતે હોવા કહ્યા છે. આવું જો ન હોત તો નિર્પ્રન્થની બાબતમાં બે વિકલ્પો દેખાડત... તે આ રીતે કેટલાક નિર્પ્રન્થને (ક્ષીણમોહને) માત્ર વિવેકપ્રાયશ્ચિત્ત જ હોય છે જ્યારે કેટલાક નિર્પ્રન્થને (ઉપશાંતમોહને) આલોચના અને વિવેક એ બંને પ્રાયશ્ચિત્તો હોય છે. પણ આ રીતે કોઈ શાસ્ત્રમાં દેખાડ્યું નથી. માટે ઉપશાન્તમોહ અને ક્ષીણમોહ બંનેમાં સમાન રીતે બંને પ્રાયશ્ચિત્તો હોય છે એ મધ્યસ્થભાવે વિચારવું. અને તેથી આલોચના પ્રાયશ્ચિત્તથી જેની શુદ્ધિ થાય તેવી દ્રવ્યવિરાધના કેવલીથી વિલક્ષણ એવા ક્ષીણમોહમાં હોય છે એ વાત શાસ્ત્રસિદ્ધ છે. માટે ‘ક્ષીણમોહ જીવને દ્રવ્યથી મૃષાભાષણ હોતું નથી' એ વાત નિરર્થક જ છે. ‘ક્ષીણમોહ જીવમાં જીવવિરાધનાની જેમ અનાભોગહેતુક સંભાવનારૂઢ મૃષાભાષણ હોય છે’ એ વાતની જે સંગતિ કરી છે તેમાં પણ જીવવિરાધનારૂપ દૃષ્ટાન્ન અસિદ્ધ છે, કેમ કે તેઓમાં જીવવિરાધના સંભાવનારૂઢ નહિ પણ દ્રવ્યથી હોય છે એ વાત અમે સિદ્ધ કરી ગયા છીએ. વળી ભગવતીસૂત્રમાં પણ તેઓને જીવવિરાધના હોવી સ્પષ્ટ રીતે કહી જ છે તે સૂત્ર (શતક-૧૮, ઉદ્દેશક-૮) આ પ્રમાણે “હે ભગવન્ ! આગળ યુગમાત્ર દષ્ટિથી જોતાં જોતાં તેમજ વચમાં વચમાં પાછળ અને બાજુમાં १. अनगारस्य भगवन् ! भावितात्मनः पुरतो द्विधा युगमात्रया (दृष्ट्या) प्रेक्ष्य गमनं कुर्वतः पादस्याधः कुकुर्टकपोतः वा वर्तकपोतः वा कुलिङ्गच्छा वा पर्यापद्येत । तस्य भगवन् ! किं ईर्यापथिकाक्रिया क्रियते ? साम्परायिकाक्रिया क्रियते ? गौतम ! अनगारस्य भावितात्मनो यावत्तस्य ईर्यापथिकाक्रिया क्रियते, न साम्परायिकाक्रिया क्रियते । अथ केनार्थेन भगवन् ! एवमुच्यते यथा सप्तम
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy