________________
કેવલીમાં દ્રવ્યહિંસા: કેવલિ-છઘસ્થલિંગ વિચાર
૨૪૩ छद्मस्थत्वसाधने प्राणातिपातादिलिङ्गेषु कदाचिद्' इति विशेषणेन साध्याधिकरणकिञ्चित्कालावच्छिन्नत्वं देयम्, केवलित्वगमकलिङ्गेषु च साध्याधिकरणयावत्कालावच्छिन्नत्वं देयम्, इति नोद्देश्यासिद्धिर्न वा व्यभिचार इति विभावनीयम् । यत्तु भावभूतलिङ्गानां न छद्मस्थज्ञानोपयोगित्वमिति तदसद्, भावभूतानामेव शमादिलिङ्गानां छद्मस्थानां परनिष्ठसम्यक्त्वज्ञानजनकत्वप्रतिपादनात् । तदुक्तं योगशास्त्र(२-१५)वृत्तौ-'पञ्चभिर्लक्षणैर्लिङ्गः परस्थं परोक्षमपि सम्यक्त्वं सम्यगुपलक्ष्यते लिङ्गानि तु शमसंवेगनिर्वेदानुकंपास्तिक्यस्वरूपाणी'त्यादि । बाह्यपरिणतिविशेषादेव तत्र शमादिभावलिङ्गज्ञानसौलभ्यमिति चेद्? अत्रापि तत एव न भावलिङ्गज्ञानदौर्लभ्यं परीक्षकाणाम् । एतेन -
સમાધાનઃ આ રીતે બધા છદ્મસ્થોને જો પક્ષ બનાવશો તો ઉપર કહી ગયા મુજબ અપૂર્વકરણાદિ ગુણઠાણાવાળા જીવોમાં હેતુ અસિદ્ધ બનવાની આપત્તિ આવશે. માટે અપ્રમત્તાદિમાં પણ ઔપચારિક હિંસકત્વાદિની વિવક્ષા કરી તેઓને પક્ષ બનાવી છદ્મસ્થતાની સિદ્ધિ કરવાના આવા બધા ફાંફાં મારવાથી સર્યું !
(વિત્થી નીકળતો ફલિતાર્થ) બાકી પ્રમત્ત-અપ્રમત્ત બંનેનો સમાવેશ થઈ જાય તેવો પક્ષ લઈ છદ્મસ્થતાની સિદ્ધિ કરવી હોય તો પ્રાણાતિપાતાદિ લિંગોના ‘વિત્' એવા વિશેષણથી ફલિતાર્થ એવો કાઢવો કે હિંસકત્વાદિ લિંગો છદ્મસ્થસ્વરૂપ સાધ્યના અધિકરણીભૂત કોઈક કાલથી અવચ્છિન્ન છે. એટલે કે સાધ્યના અધિકરણભૂત કોઈક કાલથી અવચ્છિન્ન (કોઈક કાલમાં રહેલા) એવા હિંસવાદિ છદ્મસ્થતાના લિંગ છે. એમ સાધ્યભૂત કેવલિત્વના અધિકરણભૂત યાવત્કાલથી અવચ્છિન્ન (સંપૂર્ણકાલમાં રહેલા) હિંસકત્વાભાવાદિ કેવલિત્વને જણાવનાર લિંગ છે. તેથી છદ્મસ્થતાના લિંગો અપ્રમત્તાદિરૂપ પક્ષમાં અસિદ્ધ રહેવાનો કે કેવલિત્વના લિંગો અપ્રમત્તાદિમાં વ્યભિચારી હોવાનો દોષ રહેશે નહિ.
(ભાવહિંસકત્વાદિ લિંગ બનવા અસમર્થ નથી) વળી પૂર્વપક્ષીએ “ભાવરૂપ હિંસકત્વાદિ છદ્મસ્થને અનુમાન કરાવવામાં અનુપયોગી છે' ઇત્યાદિ જે કહ્યું છે તે ખોટું છે, કેમ કે ભાવરૂપ ઉપશમાદિને જ સામામાં રહેલ સમ્યકત્વાદિનું છમને જ્ઞાન કરાવનાર અનુમાનના લિંગ તરીકે શાસ્ત્રોમાં કહ્યું છે. યોગશાસ્ત્રની વૃત્તિ (૨-૧૫) માં કહ્યું છે કે “પાંચ લક્ષણ=લિંગોથી સામામાં રહેલું પરોક્ષ એવું પણ સમ્યક્ત્વ સમ્યમ્ રીતે જાણી શકાય છે. તે લિંગો શમસંવેગ નિર્વેદ અનુકંપા અને આસ્તિક્ય રૂપ છે.”
શંકા શમાદિ ભાવલિંગો સીધેસીધા જણાતા નથી, કિન્તુ વિશેષ પ્રકારની બાહ્ય પરિણતિથી જ તે સમ્ય રીતે જણાય છે અને પછી સમ્યકત્વનો નિશ્ચય કરાવે છે. અર્થાત્ તેઓ પણ છદ્મસ્થના જ્ઞાનનો વિષય બનીને જ સ્વસાધ્ય એવા સમ્યકત્વનો નિશ્ચય કરાવે છે, વિષય બન્યા વગર નહિ.