________________
કેવલીમાં દ્રવ્યહિંસા : કેવલિ-છદ્મસ્થલિંગ વિચાર
<
ननु प्रमत्तस्य पक्षत्वेऽप्रमत्तसंयते कथं छद्मद्यस्थत्वं स्यात् ? लिङ्गाभावादिति चेत् ? न, लिङ्गिनि लिङ्गावश्यंभावनियमाभावाद्, धूमं विनाऽपि तप्तायोगोलके वह्निदर्शनात् । ननु यद्येवं प्रमत्तस्य पक्षत्वं भावतः प्राणातिपातकत्वादीनां च लिङ्गत्वं तदा छद्यस्थत्वगमकलिङ्गेषु 'कदाचिद्' इति विशेषणं यत् टीकाकारेण दत्तं तदनुपपन्नं स्यात्, अप्रमत्तसंयतपक्षे द्रव्यप्राणातिपातादीनां लिङ्गत्वे हि तेषां सार्वदिकत्वाभावेन स्वरूपासिद्धिवारणार्थं तदुपपन्नं स्यात्, प्रमत्तसंयतपक्षे भावप्राणातिपातस्य सार्वदिकत्वेन तद्विशेषणस्यानुपपत्तिरेवेति । मैवं, अविशेषेणोक्तस्य प्राणातिपातकत्वादेः स्वरूपासिद्धत्वाभावेन 'कदाचिद्' इत्यस्योभयमतेऽपि स्वरूपविशेषणत्वात्, कालिकसंबंधेन व्याप्ते
૨૩૯
શંકા : આ રીતે પ્રમત્તને પક્ષ બનાવવાની તમારી પકડને તમે વળગી રહેશો તો અપ્રમત્તમાં છદ્મસ્થતા શી રીતે માની શકાશે ? કેમ કે એનામાં ભાવપ્રાણાતિપાતકત્વાદિરૂપ લિંગ હોતું નથી.
સમાધાન : તપેલા લોખંડના ગોળામાં ધૂમાડા વિના પણ અગ્નિરૂપ લિંગી રહેતો હોવાથી જણાય છે કે લિંગી હોય ત્યાં લિંગ અવશ્ય હોય જ એવો નિયમ નથી. તેથી અપ્રમત્તાદિમાં ભાવપ્રાણાતિપાતકત્વાદિરૂપ લિંગ ન હોવા છતાં છદ્મસ્થત્વરૂપ લિંગી હોવામાં કોઈ વાંધો નથી.
શંકા ઃ જો આ રીતે પ્રમત્ત જ પક્ષ હોય અને ભાવપ્રાણાતિપાતકત્વાદિ જ લિંગ હોય તો છદ્મસ્થતાને જણાવનાર લિંગોમાં ‘જ્વાવિત્’ એવું ટીકાકારે જે વિશેષણ જોડ્યું છે તે અસંગત બની જશે, કેમ કે અપ્રમત્તસંયતરૂપ પક્ષમાં દ્રવ્યથી પ્રાણાતિપાતકત્વાદિને લિંગ બનાવવાથી જ, તેઓથી દ્રવ્યહિંસાદિ જ્યારે ન થતા હોય ત્યારે તેઓમાં હેતુ સ્વરૂપઅસિદ્ધ થવાનો જે દોષ ઊભો થાય છે તેનું વા૨ણ ક૨વા એ પદ લગાડવું સંગત બને છે. પણ પ્રમત્તને પક્ષ તરીકે લઈને ભાવપ્રાણાતિપાતકત્વ વગેરેને લિંગ બનાવવામાં તો એ અસંગત જ રહે છે, કેમ કે એ લિંગ પ્રમત્તમાં હંમેશાં રહેનારું હોવાથી એ વિશેષણ વિના પણ સ્વરૂપઅસિદ્ધિ દોષ આવવાનો પ્રશ્ન જ હોતો નથી.
(‘ચિત્’ વગેરે સ્વરૂપવિશેષણ દોષવારક નહિ)
સમાધાન ઃ તમારી શંકા બરાબર નથી, કેમ કે ‘સાર્વદિકત્વ’ કે ‘કાદાચિત્કત્વ’ રૂપ વિશેષ (ભેદ) વિના સામાન્યથી જ પ્રસ્તુતમાં લિંગ તરીકે કહેવાયેલા હિંસકત્વાદિ સ્વરૂપઅસિદ્ધ નથી. તમારા મત મુજબના અપ્રમત્તસંયતરૂપ પક્ષમાં દ્રવ્યહિંસકત્વરૂપ લિંગ સાવ અસિદ્ધ છે એવું નથી (પછી ભલેને સાર્વદિક દ્રવ્યહિંસકત્વ તેમાં અસિદ્ધ હોય) કે અમારા મત મુજબના પ્રમત્તસંયતરૂપ પક્ષમાં ભાવહિંસકત્વરૂપ લિંગ અસિદ્ધ નથી. ધૂમાડો પર્વતમાં હંમેશા ન રહેતો હોવા માત્રથી કાંઈ સ્વરૂપઅસિદ્ધ બની જતો નથી કે જેથી એને ‘કદાચિમવત્ત્વાત્’ ઇત્યાદિરૂપે ‘કદાચિત્’ વિશેષણની સ્વરૂપઅસિદ્ધિના વારક તરીકે અપેક્ષા રાખવી પડે. (એ તો જ્યારે રહ્યો હોય ત્યારે વહ્નિ હોવાનું અનુમાન કરાવી આપે.) તેથી વાષિર્ એવું વિશેષણ તમારા કે અમારા બંનેના મતે સ્વરૂપઅસિદ્ધિદોષવા૨ક નથી, કિન્તુ માત્ર સ્વરૂપ