SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૯ तत्कायस्पर्शेन मशकादिघातस्तु जायमानः कथं वारणीयः? समानावच्छेदकतासंबंधेन तत्र केवलियोगानां प्रतिबन्धकत्वात् स वारणीयः-इति चेत् ? तत्किं प्रतिबन्धकत्वं शुभयोगत्वेन, उत केवलियोगत्वेन, आहोस्वित्क्षीणमोहयोगत्वेन ? नाद्यः, अप्रमत्तसंयतानामपि जीवघातानापत्तेः, तेषामप्यात्माद्यनारंभकत्वेन शुभयोगत्वात् । न द्वितीयः, केवलियोगत्वेन जीवघातप्रतिबन्धकत्वे क्षीणमोहयोगात् तदापत्तेरप्रतिबन्धात्, सा च तवानिष्टेति । नापि तृतीयः, क्षीणमोहयोगत्वेन तत्प्रतिबन्धकत्वे कल्पनीये आवश्यकत्वाल्लाघवाच्च मोहक्षयस्यैव तथात्वकल्पनौचित्यात् । तथा चायोगिकेवलिनोऽपि कायस्पर्शान्मशकादिव्यापत्त्यभ्युपगमो જન્યજીવઘાતનો અભાવ સિદ્ધ થતો હોવાથી તેવો જીવઘાત ભલે ન હો ! પણ મશક વગેરેના પોતાના જ યોગથી, અયોગીકેવલીના શરીરસ્પર્શથી પણ તે થતો હોય તો તેનું વારણ શી રીતે કરશો? (કેવલીના યોગો જીવઘાત પ્રત્યે પ્રતિબંધક - પૂર્વપક્ષ) પૂર્વપક્ષ સમાનઅવચ્છેદકતાસંબંધથી તે જીવઘાત પ્રત્યે કેવલીના યોગોને પ્રતિબંધક માની અમે તેનું વારણ કરીએ છીએ. અર્થાત્ તે જીવઘાતનું અધિકરણ કેવલીનું શરીર છે. તેથી તે જીવઘાત શરીરરૂપદેશાવરચ્છેદન થયો કહેવાય. એટલે કે સયોગીકવલીનું શરીર તેનું અવચ્છેદક બન્યું. એમ સયોગીકેવલીનો યોગ પણ તે શરીરમાં છે. તેથી તેનું અવચ્છેદક પણ શરીર બન્યું. અને તેથી તે બન્ને અવચ્છેદકતા સંબંધથી શરીરમાં રહ્યા કહેવાય. હવે પ્રતિબધ્ધ-પ્રતિબંધકભાવ એવો છે કે જયાં અવરચ્છેદકતા સંબંધથી યોગો રહ્યા હોય ત્યાં તેઓ અવચ્છેદકતા સંબંધથી ઉત્પન્ન થતા જીવઘાતનો પ્રતિબંધ કરે. તેથી મશકાદિના પોતાના યોગથી પણ જે જીવઘાત થવાનો હોય તે કેવલીના યોગોથી પ્રતિબંધ પામેલ હોઈ સયોગીકેવલીના શરીરસ્પર્શથી પણ થતો નથી. જ્યારે અયોગી કેવલીના શરીરમાં તો અવચ્છેદકતાસંબંધથી યોગો રહ્યા હોતા નથી. તેથી કોઈ પ્રતિબંધક ન રહેવાથી તે જીવઘાત થાય છે. (અયોગીના શરીરથી પણ જીવઘાતાભાવની આપત્તિ - ઉત્તરપક્ષ) ઉત્તરપક્ષઃ તમે યોગોમાં આ જે પ્રતિબંધકત્વ માનો છો, તે તે યોગોમાં રહેલા કયા ધર્મના કારણે માનો છો ? શુભયોગત્વ ધર્મના કારણે ? કેવલીયોગત્વ ધર્મના કારણે કે ક્ષણમોહયોગત્વ ધર્મના કારણે? પહેલો વિકલ્પ માની શકાય નહિ, કેમ કે “આત્માદિ અનારંભક' હોવાના કારણે અપ્રમત્તસંયતો પણ શુભયોગવાળા હોઈ તેઓમાં પણ જીવઘાત માની ન શકાવાની આપત્તિ આવે. બીજો પક્ષ પણ તમે માની શકતા નથી, કારણ કે ક્ષીણમોહીના યોગમાં તે કેવલીયોગત્વ ધર્મ ન હોઈ તેના યોગો પ્રતિબંધક ન બનવાથી ક્ષીણમોહીને જીવઘાત સંભવિત બની જશે જે તમને માન્ય નથી. ત્રીજો વિકલ્પ પણ અયોગ્ય છે, કેમ કે ક્ષીણમોહયોગત્વધર્મને આગળ કરીને તે પ્રતિબંધકત્વ માનવામાં ફલિત એ થાય કે જીવઘાતનો પ્રતિબંધ થવામાં મોહક્ષય પણ આવશ્યક છે અને તો પછી મોહક્ષયને જ પ્રતિબંધક
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy