SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૮, ૬૯ क्रियान्वयतुल्यतारूपसमुच्चयखण्डने तु समुच्चयतात्पर्यकवाक्यस्यैवानुपपत्तिः, इति न किञ्चिવેતત્ ।।૮।। ૧૯૨ – तदेवमाचाराङ्गवृत्त्यभिप्रायेण यावदयोगिकेवलिनं संयतानामपि कायस्पर्शेनावश्यंभाविन्या जीवविराधनाया व्यक्तमेव प्रतीतावपि ये 'अयोगिकेवलिन्यवश्यंभावी मशकादिघातो मशकादिकर्तृको न त्वयोगिकेवलिकर्तृकः' इति शब्दमात्रेण मुग्धान् प्रतारयन्ति त एवं प्रष्टव्याः 'सोऽयमेवंविध एव सयोगिकेवलिनः कथं न भवति ?' इति । इत्थं पृष्टाश्च त एवमुत्तरं ददते-योगवतो हि केवलिनो जीवरक्षैव भवति, तत्कारणानां शुभयोगानां सत्त्वात्, अयोगिकेवलिनस्तु योगानामेवाभावेन स्वरूपयोग्यतयापि निजयोगजन्यजीवघातसामग्र्या अभाववज्जीवरक्षासामग्र्या अप्यभाव एव - इति तत्राह - जियरक्खा सुहजोगा जइ तुह इट्ठा सजोगिकेवलिणो । हंदि तया तयभावे अजोगिणो हुज्ज हीणत्तं ।।६९।। કર્મબંધરૂપ ક્રિયામાત્રનો (પછી ભલે ને તે ક્રિયામાં જીવઘાતનિમિત્તકત્વ ન પણ હોય) અન્વય કરવારૂપ સમુચ્ચય ભાસે છે.’ એવું કહીને ખંડન કરીએ છીએ. ઉત્તરપક્ષ : આવું કહેવું યોગ્ય નથી, કેમ કે તો પછી ઉપર બદરચૂર્ણાદિના દૃષ્ટાન્તમાં કહી ગયા તે મુજબ સમુચ્ચય જણાવવાના તાત્પર્યવાળું વાક્ય જ અસંગત રહે છે. માટે આ રીતે ‘આચારાંગવૃત્તિ ગ્રન્થ પરથી અમારું અનિષ્ટ સિદ્ધ થઈ જવાની આપત્તિ નથી' ઇત્યાદિ પૂર્વપક્ષીની દલીલો વાહિયાત છે. પ્રકટી (અયોગીવત્ સયોગીના શરીર પર જીવઘાત કેમ નહીં ? પૂ. ને પ્રશ્ન) આમ આચારાંગવૃત્તિના અભિપ્રાય મુજબ, ‘અયોગી કેવલી સુધીના સંયતોને પણ કાયસ્પર્શથી અવશ્ય થનારી જીવિરાધના સંભવે છે' એ સ્પષ્ટ રીતે જણાતું હોવા છતાં જેઓ ‘અયોગી કેવલીમાં અવશ્યભાવી એવો મશકાદિઘાત મશકાદિકર્તૃક જ હોય છે, અયોગીકેવલીકર્તૃક નહિ’ એવા શબ્દમાત્રથી મુગ્ધ જીવોને ઠગે છે તેઓને પૂછવું કે ‘આવો મશકાદિકçક જ મશકાદિ જીવઘાત સયોગીકેવલીને કેમ થતો નથી ?’ આ પ્રશ્નનો તેઓ એવો જવાબ આપે છે કે - ‘યોગયુક્ત કેવલીઓને જીવરક્ષા જ થાય છે, જીવઘાત નહિ, કેમ કે જીવરક્ષાના કારણભૂત શુભયોગો હાજર હોય છે. જ્યારે અયોગી કેવલીને તો યોગોનો જ અભાવ હોઈ સ્વરૂપયોગ્યતાની અપેક્ષાએ પણ, સ્વયોગજન્યજીવઘાતની સામગ્રીનો જેમ અભાવ હોય છે તેમ જીવરક્ષાની સામગ્રીનો પણ અભાવ જ હોય છે.' તેઓના આવા ઉત્તર અંગે ગ્રન્થકાર કહે છે
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy