________________
K
...
કેવલીમાં દ્રવ્યહિંસા આચારાંગવૃત્તિવચનાધિકાર
૧૮૯ धानमखिलं व्यधिकरणमेव स्यादिति । किञ्च-'अत्र कर्मबन्धं प्रति विचित्रता' इत्यत्र 'अत्र' इति निमित्तसप्तम्याश्रयणात् संयतसम्बद्धावश्यंभाविजीवविराधनानिमित्तमधिकृत्यैव कर्मबन्धविचित्रता वक्तुमुपक्रान्ता, सा च कर्मबन्धाभावकर्मबन्धावान्तरभेदान्यतररूपेति नायोगिनि तद्विचित्रताऽनुपपत्तिः । अत एव - 'सेलेसिं पडिवनस्स जे सत्ता फरिसं पप्प उद्दायंति मसगादी, तत्थ कम्मबंधो णत्थि, सजोगिस्स कम्मबंधो दो समया । जो अपमत्तो उद्दवेइ तस्स जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अट्ठमुहुत्ता । जो पुण पमत्तो न य आउट्टिआए तस्स जहन्नेणं अंतोमुहत्तं, उक्कोसेणं अट्ठसंवच्छराइं । जो उण आउट्टिआए पाणे उवद्दवेइ तवो वा छेओ वा वेयावडं वा करेइ ।।' इत्याचाराङ्गचूर्णावप्यवश्यम्भाविजीवविराधनानिमित्तक एव कर्मबन्धाभावः कर्मबन्धविशेषश्चायोगिकेवल्यादीनां संयतानां पश्चानुपूर्व्या व्यक्तः प्रतीयते । कर्मबन्धाभावादी निमित्तत्वं च तत्र स्वसमानाधिकरणोपादानानुरोधेनाऽभिधीयमानं 'निमित्तम
એટલે કે કર્મબંધ જો મરી રહેલા જીવના અધ્યવસાય - વિરાધકભાવાદિને આધારે થાય છે તો એ અપ્રમત્તાદિમાં રહેલા વિરાધકભાવને (વિરાધનાદિને) શી રીતે જણાવે ? વળી, “સત્ર ક્રર્મવલ્વે પ્રતિ વિવિત્રતા' ઇત્યાદિમાં ‘મત્ર' શબ્દમાં જે સપ્તમીવિભક્તિ છે તે નિમિત્તસપ્તમીના અર્થમાં છે. અર્થાત્ સંતસંબદ્ધ અવયંભાવી જીવવિરાધનારૂપ નિમિત્તને આશ્રીને જ કર્મબંધની વિચિત્રતા કહેવાનો પ્રયાસ છે. અને તે વિચિત્રતા કર્મબંધાભાવ અને કર્મબંધ રૂપ તેના બે અવાન્તરભેદમાંથી અન્યતર (એક) રૂપ હોય છે. તેથી અયોગી કેવલીમાં પણ કર્મબંધાભાવરૂપ તે વિચિત્રતા હોવી અસંગત નથી. તેથી જ આચારાંગની ચૂર્ણિમાં પણ, અવશ્યભાવી જીવવિરાધનાનિમિત્તક જ જે કર્મબંધાભાવ કે કર્મબંધવિશેષ અયોગી કેવલીથી માંડીને સંયત સુધીના જીવોને હોય છે તે પાછલા ક્રમે કહ્યો હોવો પ્રતીત થાય છે. તે ચૂર્ણિ આ પ્રમાણે – સ્પર્શ પામીને જે મશક વગેરે જીવો મરી જાય છે તે અંગે શૈલેશી અવસ્થાને પામેલા જીવને કર્મબંધ હોતો નથી, સયોગી કેવલીને બે સમયનો બંધ હોય છે. જે અપ્રમત્ત વિરાધના કરે છે તેને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આઠ મુહૂર્તનો કર્મબંધ થાય છે. જે પ્રમત્ત અનાકુષ્ટિથી વિરાધના કરે છે તેને જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી આઠ વર્ષનો સ્થિતિબંધ થાય છે. જે પ્રમત્ત આકુષ્ટિથી પ્રાણઘાત કરે છે તેને તપ કે છેદ પ્રાયશ્ચિત્ત આવે છે અથવા વૈયાવચ્ચ કરવાની હોય છે.”
(નિમિત્ત કારણ અનૈકાન્તિક પણ હોય) શંકાઃ આમાં જીવવિરાધનાનિમિત્તક જ કર્મબંધાભાવ કે કર્મબંધવિશેષ....' ઇત્યાદિ કહ્યું છે એવું તમે જે કહ્યું તેમાં પ્રશ્ન ઊઠે છે કે જીવવિરાધના કર્મબંધના અભાવનું નિમિત્ત કારણ શી રીતે બની
१. शैलेशी प्रतिपन्नस्य ये सत्त्वाः स्पर्श प्राप्यापद्रान्ति मशकादयः तत्र कर्मबन्धो नास्ति, सयोगिनः कर्मबन्धो द्वौ समयौ । योऽप्रमत्तो
ऽपद्रापयति तस्य जघन्येनान्तर्मुहूर्तमुत्कर्षेणाष्टमुहूर्तानि । यः पुनः प्रमत्तो न चाकुट्या, तस्य जघन्येनान्तर्मुहूर्तमुत्कर्षेणाष्टसंवत्सराणि । यः पुनराकुट्या प्राणिनोऽपद्रापयति तपो वा छेदो वा वैयावृत्त्यं वा करोतीत्यादि ।