SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮૨ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૬૭ त्वेन व्यपदेशप्रसक्तेः । द्वितीयविकल्पेऽन्यः कश्चित् कर्ता' इत्यत्रानन्यगत्याऽनाभोगवतः कूपपातवदनिष्टोऽपि मशकादीनां निजप्राणत्यागोऽनाभोगवशेन म्रियमाणमशकादिकर्तृक एव, 'यदि मशकादीनां निजकायादिव्यापारो नाभविष्यत् तर्हि शरीरसंपर्काभावेन निजप्राणत्यागोऽपि नाभविष्यद्' इति व्याप्तिबलेन मशकादियोगजन्यत्वात् । तथा चायोगिकेवलिनि मशकादिकर्तृका जीवविराधना बन्धाभाववती सम्भवत्यपि सयोगिकेवलिनि तु सा कथं स्यात् ? तत्र हिंसा भवन्ती तद्योगान्वयव्यतिरेकानुविधायित्वेन तत्कर्तृकापि स्यात्, न च केवलिनो जीवविराधनाकर्तृत्वमिष्यते, इति कर्तृकार्यभावसम्बन्धेन जीवविराधनाविचारे कथं केवलिनो निर्देशो युज्यते? इति । तत्र कारगसंबंधेणं तस्स णिमित्तस्सिमा उ मज्जाया । कत्ता पुणो पमत्तो णियमा पाणाइवायस्स ।।६७।। છે તેને પણ સાધુકર્તક કહેવા પડશે, કેમ કે સાધુ પણ તે ઉપસર્ગ દાન વગેરે કાર્યના નિમિત્ત કારણ તો છે જ. (તે પણ એટલા માટે કે સાધુ વિદ્યમાન હતા તો તે ઉપસર્ગ, દાન વગેરે થયા.) (મશકાદિકર્તકજીવઘાત સયોગીકેવળીને અસંભવિત - પૂર્વપક્ષ) તે હિંસાનો કર્તા બીજો કોઈ છે એવો બીજો વિકલ્પ સ્વીકારીએ તો છેવટે બીજો કોઈ માર્ગ ન દેખાતાં, બીજા જીવ તરીકે તે મરી રહેલા મશકાદિને જ કર્તા માનવા પડે છે. અર્થાતુ પોતાને ઈષ્ટ ન હોવા છતાં અનાભોગવશાત્ કોઈ વ્યક્તિ કૂવામાં પડી જાય અને મરી જાય તો જેમ તે પોતે જ પોતાના પ્રાણત્યાગનો કર્તા મનાય છે તેમ પ્રસ્તુતમાં મશકાદિના પ્રાણત્યાગને પણ સ્વકર્તક જ માનવો પડે છે, કેમ કે “મશકાદિએ જો અયોગી કેવલીની કાયાને સ્પર્શવાનો કાયાદિ વ્યાપાર કર્યો ન હોત તો શરીરસંપર્ક ન થવાથી તેઓનો પોતાનો પ્રાણત્યાગ પણ ન થાત” એવી વ્યાપ્તિના કારણે તે પ્રાણત્યાગ મશકાદિના યોગજન્ય જ હોય છે. તેથી મશકાદિકર્તૃક જીવવિરાધના કે જે અયોગીકેવલીને કોઈ કર્મબંધ કરાવતી નથી તે અયોગી કેવલીને સંભવે પણ છે, પણ સયોગીકેવલીને તો તે શી રીતે સંભવે ? કેમ કે તેના શરીરને સ્પર્શીને જો જીવવિરાધના થતી હોય તો તે કેવલીના પોતાના જ યોગના અન્વય-વ્યતિરેકને અનુસરનારી હોઈ તેને કેવલીકર્તક જ માનવી પડે. પણ કેવલીમાં તો જીવવિરાધનાનું કર્તુત્વ હોવું ઇષ્ટ નથી. તેથી સયોગીવલીના શરીરને સ્પર્શીને મશકાદિની જીવવિરાધના થાય છે એવું માની શકાતું નથી. આમ કર્ત-કાર્યભાવના સંબંધથી વિચાર કરતાં જણાય છે કે અયોગી કે સયોગી કોઈ પણ કેવલી જીવવિરાધનાના કર્તા હોવા સંભવતા નથી. અને તો પછી જીવવિરાધનાની વિચારણામાં કેવલીનો નિર્દેશ કરવો શી રીતે ઘટે? પૂર્વપક્ષીની આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે –
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy