SearchBrowseAboutContactDonate
Page Preview
Page 192
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર ૧૭૯ नभिमतत्वे सत्यवर्जनीयसामग्रीकत्वमवश्यम्भावित्वव्यवहारविषयः, अत एव 'जिज्ञासिताऽजिज्ञासितयोर्वस्तुनोः पुरःस्थितयोरेकस्य दर्शनार्थमुन्मीलितेन चक्षुषाऽपरस्यापि दर्शनमवश्यं भवति' इति व्यवहियते । अत एव च जमालेभगवता दीक्षणे निह्नवमार्गोत्पादस्यावश्यम्भावित्वमपि नानुपपत्रं, तदानीं तस्यानभिमतस्याप्यवर्जनीयसामग्रीकत्वाद, एवंविधा चावश्यंभाविनी विराधना संयतानां सर्वेषामपि संभवति, इति तामधिकृत्य वृत्तिकृदुक्ता व्यवस्था केवलिन्यपि युक्तिमत्येवेति । वस्तुतः सर्वस्यापि कार्यस्य पुरुषकारभवितव्यतोभयजन्यत्वेऽपि 'इदं कार्यं पुरुषकारजनितं' 'इदं च भवितव्यताजनितं' इति विभक्तो व्यवहार एकैकस्योत्कटत्वलक्षणां बहुत्वलक्षणां वा मुख्यतामा જે અવર્જનીયસામગ્રીવાળું હોય તે અવશ્યભાવી કહેવાય અર્થાત્ જે વસ્તુ ઈષ્ટ નથી, તેમ છતાં તેની કારણ સામગ્રી અવર્જનીય હોઈ તે પણ અવશ્ય થઈ જતી હોય તો એ અવયંભાવી કહેવાય. તેથી જ જિજ્ઞાસિત અને અજિજ્ઞાસિત એમ સામે રહેલી બે વસ્તુમાંથી જિજ્ઞાસિત વસ્તુ જોવા માટે આંખ ખોલવામાં આવે તો અજિજ્ઞાસિત વસ્તુનું પણ અવશ્ય દર્શન થઈ જાય છે એવો વ્યવહાર કરાય છે. (અજિજ્ઞાસિત વસ્તુનું દર્શન ઈષ્ટ નથી. તેમ છતાં, એ વસ્તુ યોગ્ય સ્થાનમાં હોવી, આંખ ખોલવી વગેરે એના દર્શનની જે કારણ સામગ્રી છે તે પણ જિજ્ઞાસિત ચીજના દર્શન માટે આંખ ખોલવામાં આવે છે ત્યારે સંપન્ન થઈ જાય છે. એટલે એ અજિજ્ઞાસિત ચીજનું પણ દર્શન થઈ જાય છે. આવા દર્શનનો “ભાઈ, એ પણ સાથે અવશ્ય દેખાઈ જ જાય' ઇત્યાદિરૂપે અવશ્યભાવી તરીકે વ્યવહાર થાય છે) અવશ્યભાવીનો વ્યવહાર આવો હોવાથી જ ભગવાને જમાલિને દીક્ષા આપી એમાં નિતવમાર્ગની ઉત્પત્તિ અવયંભાવી બની ગઈ એ વાત પણ અસંગત બનતી નથી. કેમકે એ વખતે અનભિમત એવી પણ તે નિતવમાર્ગની ઉત્પત્તિની સામગ્રી અવર્જનીય હતી. આમ અવર્જનીય સામગ્રીના કારણે થતી આવી અવશ્યભાવિની વિરાધના બધા સંયતોને સંભવે છે. જીવની વિરાધના થવામાં તે જીવનું તેવું કર્મ, અન્ય જીવની કાયાનો તેવો સ્પર્શ વગેરે કારણસામગ્રી રૂપ છે. એમાં કાયાનો સ્પર્શ રૂપ જે એક ઘટક છે તે ચાહે પ્રમત્તસંયતની કાયાનો હોય, અપ્રમત્તની કાયાનો હોય, સયોગી કેવળીની કાયાનો હોય કે અયોગી કેવલીની કાયાનો હોય, તે કારણસામગ્રીને સંપન્ન થવામાં એનો કોઈ ફેર પડતો નથી. તેથી અપ્રમત્તની કાયા દ્વારા જેમ તે અવર્જનીય કારણસામગ્રીના કારણે અવશ્યભાવિની જીવ વિરાધના થઈ જવી સંભવે છે. તેમ શેષ પણ સઘળા સંયતોની કાયા દ્વારા તે સંભવિત છે જ. એટલે અવશ્યભાવી જીવવિરાધનાના આ અધિકારમાં વૃત્તિકારે જે વ્યવસ્થા દેખાડી છે તે કેવલીઓમાં પણ યુક્તિયુક્ત જ છે. (અવશ્યભાવિત્વ અંગે વાસ્તવિકતા) અવયંભાવિત્વ અંગેની વાસ્તવિકતાનો વિચાર કરીએ તો જણાય છે કે દરેક કાર્ય પુરુષાર્થ અને ભવિતવ્યતા ઉભયજન્ય હોવા છતાં ‘આ કાર્ય પુરુષાર્થથી થયું છે’ કે ‘આ કાર્ય ભવિતવ્યતાથી (અવશ્ય
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy