SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસા : આચારાંગવૃત્તિઅધિકાર ૧૭૫ द्भावनेन च वृत्तिकृत एव सूत्राभिप्रायानभिज्ञतां वक्तुमुपक्रान्तो देवानांप्रियस्तमेव मन्यमानस्तमेव चावमन्यस(त) इति महाकष्टं तद् । न चैतद्विरोधोद्भावनं विचार्यमाणं चमत्कारकारि, गुर्वादेशविधायित्वस्य भगवति फलतोऽभिधानाविरोधाद्, अत एव 'किं ते भंते! जत्ता? सोमिला! जं मे तवणियमसंजमसज्झायज्झाणावस्सयमाईसु जयणा, से तं जत्ता' इत्यत्र सूत्रे 'एतेषु च यद्यपि भगवतो न किञ्चित्तदानीं विशेषतः संभवति, तथापि तत्फलसद्भावात्तदस्तीत्यवगन्तव्यमित्युक्तम् । अभिक्रमणादि તેમાં કારણ દર્શાવવા માટે એણે અનૂઘતાઅવચ્છેદક ધર્મમાં વિરોધનું ઉલ્કાવન કર્યું છે. પોતાનામાં રહેલા જે વિશેષ ધર્મના કારણે તે તે વસ્તુ કે વ્યક્તિ અનૂઘ બને તે ધર્મ અનૂઘતાઅવચ્છેદક કહેવાય.) છદ્મસ્થ અપ્રમત્ત સંયત વગેરે પોતાનામાં રહેલા ગુવદિશવિધાયિત્વ (ગુરુના આદેશને અનુસરવાપણું) (તેમજ ઉક્તક્રિયાકારિત્વ) રૂપ ધર્મને આગળ કરીને પ્રસ્તુતમાં અનૂધ બન્યા છે. એટલે આ ધર્મ અનૂદ્યતાઅવચ્છેદક છે. હવે કેવલીને પણ જો આ સૂત્રમાં અનૂધ માનવાના હોય તો તેઓમાં પણ આ અનૂઘતાવચ્છેદક ધર્મની હાજરી માનવી પડે. (કેમકે તો જ એ ધર્મને આગળ કરીને તેઓ અનૂદ્ય બની શકે.) અને તો પછી એમાં વિરોધ સ્પષ્ટ જ છે, કેમ કે કેવલીઓએ ગુરુના આદેશ મુજબ પ્રવૃત્તિ-નિવૃત્તિ કરવાની હોતી નથી. (તેમજ તેઓમાં ઉક્તક્રિયાકારિત્વ હોતું નથી.) પૂર્વપક્ષીએ આ રીતે વિરોધનું ઉભાવન કર્યું છે. એ ઉભાવન કરીને, “આ સૂત્રમાં કેવલી અનૂઘ નથી એવું કહેવા દ્વારા, “તેઓને અનૂઘ કહેનારા વૃત્તિકાર સૂત્રના અભિપ્રાયના અજાણ છે' એવું કહેવા તૈયાર થયેલો મૂર્ખ પૂર્વપક્ષી “એકબાજુ વૃત્તિકારને જ માન્ય કરે છે અને બીજી બાજુ વૃત્તિકારની અવજ્ઞા કરે છે એ વાત મહાકષ્ટરૂપ છે. (અપ્રમત્તાદિને ઉદ્દેશીને કર્મના બંધ-અબંધની જે વાત છે એનો સૂત્રમાં તો કોઈ શબ્દોથી ઉલ્લેખ નથી, વૃત્તિકારે જ એ વાત ઉમેરેલી છે. તેમ છતાં પૂર્વપક્ષીને પણ એ વાત માન્ય છે, એટલે વૃત્તિકાર પણ એને માન્ય છે) બીજી બાજુ વૃત્તિકારને સૂત્રના અભિપ્રાયના અજાણ કહેવા એમાં એમની અવજ્ઞા પણ સ્પષ્ટ છે. વળી આવું વિરોધનું ઉદ્દભાવન પણ વિચાર કરીએ તો કોઈ ચમત્કાર દેખાડતું નથી... કેમ કે (૧) કેવલીમાં સ્વરૂપે ગુવદિશવિધાયિત્વ ન હોવા છતાં ફળતઃ તો તે હોય જ છે. માટે ફળતઃ તેનું અભિધાન વિરોધી નથી. આશય એ છે કે જે અવસ્થામાં જે અનુષ્ઠાન વગેરે ચીજની સ્વરૂપે હાજરી ન હોવા છતાં તે અનુષ્ઠાન વગેરે ચીજનું ફળ જો હાજર હોય તો તે અવસ્થામાં પણ તે ચીજની હાજરી હોવી સૂત્રમાં ક્યાંક ક્યાંક દેખાડી છે. આવી હાજરીને ફળતઃ હાજરી કહેવાય છે. એવી હાજરીનું કથન હોવું એ પણ વિરોધી નથી. તેથી જ જે સૂત્ર આવું જણાવે છે કે “હે ભગવન્! તમારી સંયમમાત્રા શું છે? સોમિલ! તપ, નિયમ, સંયમ, સ્વાધ્યાય, ધ્યાન, આવશ્યક વગેરેમાં મારી જે જયણા હોય છે તે જ મારી સંયમ યાત્રા છે. તેની વ્યાખ્યામાં પણ કહ્યું છે કે “જો કે ભગવાનને આ તપ વગેરેમાંથી કોઈ ચીજ १. किं ते भगवन् ! यात्रा? सोमिल ! यन्मे तपोनियमसंयमस्वाध्यायध्यानावश्यकादिषु यतना, अथ तद्यात्रा।
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy