SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલીમાં દ્રવ્યહિંસાઃ આચારાંગવૃત્તિઅધિકાર ૧૭૩ अपश्चिमावस्थां तु सूत्रेणैव दर्शयति-एके प्राणाः प्राणिनः, अपद्रान्ति प्राणैर्विमुच्यन्ते । अत्र च कर्मबन्धं प्रति विचित्रता । तथाहि-शैलेश्यवस्थायां मशकादीनां कायसंस्पर्शेन प्राणत्यागेऽपि बन्धोपादानकारणयोगाभावान्नास्ति बन्धः, उपशान्तक्षीणमोहसयोगिकेवलिनां स्थितिनिमित्तकषायाभावात् सामयिकः, अप्रमत्तयतेर्जघन्यतोऽन्तर्मुहूर्त, उत्कृष्टतश्चान्तःकोटाकोटिस्थितिरिति । प्रमत्तस्य त्वनाकुट्टिकयाऽनुपेत्य प्रवृत्तस्य क्वचित्प्राण्याद्यवयवसंस्पर्शात् प्राण्युपतापनादौ जघन्यत उत्कृष्टतश्च कर्मबन्धः प्राक्तन एव विशेषिततरः । स च तेनैव भवेन क्षिप्यत इति सूत्रेणैव दर्शयितुमाह-इहलोग इत्यादि । इहास्मिन् लोके जन्मनि, वेदनमनुभवनमिहलोकवेदनं तेन वेद्यमनुभवनीयमिहलोकवेदनवेद्यं, तत्रापतितमिहलोकवेदनवेद्यापतितं, इदमुक्तं भवति-प्रमत्तयतिनापि यदकामतः कृतं कर्म कायसङ्घट्टनादिना तदैहिकभवानुबन्धि, तेनैव भवेन क्षिप्यमाणत्वाद्, आकुट्टीकृतकर्मणि तु यद्विधेयं तदाह - जं आउट्टी इत्यादि । यत्तु पुनः कर्माकुट्ट्या कृतमागमोक्तकारणमन्तरेणोपेत्य प्राण्युपमर्दनेन विहितं तत्परिज्ञाय ज्ञपरिज्ञया, विवेकमेति विविच्यतेऽनेनेति विवेकः प्रायश्चित्तं दशविधं, तस्यान्यतरं भेदमुपैति, तद्विवेकं वाऽभावाख्यमुपैति, तत्करोति येन कर्मणोऽभावो भवतीति ।। જાય છે... યાવત્ કેટલાક જીવો મરી જાય છે. આમાં જે કર્મબંધ થાય છે તેમાં વિચિત્રતા હોય છે. તે આ રીત – શૈલેશી અવસ્થામાં કાયસ્પર્શથી મશક વગેરે મરવા છતાં કેવળીને બંધના ઉપાદાન કારણભૂત યોગનો અભાવ હોવાના કારણે કર્મબંધ હોતો નથી. ઉપશાન્તમોહી લીણમોહી તેમજ સયોગી કેવલી જીવોને સ્થિતિના નિમિત્ત કારણભૂત કષાયનો અભાવ હોવાના કારણે સામયિક કર્મબંધ થાય છે. અપ્રમત્તયતિને જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી અંતઃ કોડાકોડી સાગરોપમ જેટલો સ્થિતિબંધ થાય છે. અનાકુટ્ટિથી (=જાણકારી વગર) પ્રવૃત્ત થયેલા પ્રમત્તના હાથ વગેરે અવયવોના સ્પર્શથી જીવ મર્યો છતે જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ઉપરનો જ કર્મબંધ કંઈક વધુ સ્થિતિ વગેરે રૂપ વિશેષતાવાળો થાય છે. “તે કર્મબંધ તે જ ભવમાં ક્ષીણ થઈ જાય છે તે વાત સૂત્રથી જ જણાવવા આગળ કહે છે - આ લોક=આ જન્મમાં થતા અનુભવ દ્વારા વેદવા યોગ્ય કર્મમાં સમાવિષ્ટ થઈ ગયેલું હોય તે ઈહલોકવેદનવેદ્યાપતિત. પ્રમત્તયતિથી પણ ઇચ્છા વગર જ કાયસંઘટ્ટનાદિથી જે કર્મ બંધાયું હોય તે આ ભવમાં જ ટકનારું હોય છે, કેમ કે આ જ ભવમાં ખપી જવાનું હોય છે. આકુટ્ટીથી બંધાયેલ કર્મ અંગે શું કરવું તે હવે કહે છે - વળી જે કર્મ આદિથી=આગમોક્ત કારણ વગર જ જાણીને જીવહિંસા કરવા દ્વારા બાંધ્યું હોય તે જ્ઞપરિજ્ઞાથી જાણીને વિવેકનો વિષય બને છે. એમાં વિવેક એટલે જેનાથી કર્મનો વિવેક–પૃથગુભાવ= છુટકારો થાય તે દશપ્રકારનું પ્રાયશ્ચિત્ત. આકથિી થયેલ કર્મ આ દશમાંથી એક પ્રાયશ્ચિત્તનો વિષય બને છે. અથવા તે કર્મ અભાવ નામનો વિવેક પામે છે.. અર્થાત્ સાધુએ એવું કરવું કે જેથી તે કર્મનો અભાવ થાય.
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy