________________
ધર્મપરીક્ષા ભાગ-૨ / ગાથા-૬૨
–
चिच्च साक्षादारंभस्याऽनियतविरोधित्वं स्वीक्रियते तदा नियतारंभादिद्वारकत्वेन तद्विरोधित्व - व्याख्यानविरोध इत्यत्राह
૧૬૨
आरंभाइजुअत्तं तस्सत्तीए फुडेहि ण उ तेहिं ।
तस्सत्तीविगमे पुण जोगणिरोहो अपडिबद्धो ।।६२।।
आरंभादियुतत्वं तच्छक्त्या स्फुटैर्न तु तैः ।
तच्छक्तिविगमे पुनर्योगनिरोधोऽप्रतिबद्धः ।। ६२ ।।
आरम्भादियुतत्वं = आरंभादिनियतत्वं क्रियाणामिति प्राक्तनमिहानुषज्यते तच्छक्त्या आरंभादिशक्त्या तुरेवकारार्थो भिन्नक्रमश्च न तु तैः स्फुटैः स्फुटैरेव तैरारंभादिभिर्नेत्यर्थः । अयं भावः स्थूलकालावच्छेदेन तावदेतत्सूत्रोक्तए(क्तै)जनादिक्रियाणां साक्षादारंभनियमो बादरयोगस्य नासंभवी, इत्थंभूतनियमस्यापि सूत्रेऽभिधानाद्, अत एव यस्मिन् समये कायिकी क्रिया तस्मिन् पारि
(સાક્ષાત્ આરંભવિકલ એવી) ક્રિયામાત્ર પ્રતિબંધક બને છે. તેથી ઉક્તકાળે આરંભ ન હોવા છતાં ક્રિયામાત્ર જ અંતક્રિયાનો પ્રતિબંધ કરી દેતી હોઈ એ આપત્તિ આવતી નથી' એવું જો માનશો તો તેમાં અનિયતવિરોધિતા માનવી પડવાથી (એટલે કે અંતક્રિયાનો કોઈ એક ચોક્કસ વિરોધી=પ્રતિબંધક નથી. પણ ક્યારેક સાક્ષાત્ આરંભ વિરોધી છે અને ક્યારેક આરંભવિકલ ક્રિયા વિરોધી છે એમ અનનુગતવિરોધિતા માનવી પડવાથી) વૃત્તિકારે જે નિયતવિરોધિતાનું વ્યાખ્યાન કર્યું છે કે ‘કંપનાદિ ક્રિયા સ્વનિયત આરંભાદિ દ્વારા અંતક્રિયાની વિરોધી છે' તેનો વિરોધ થશે- આવી શંકાને મનમાં રાખીને ગ્રન્થકાર કહે છે
(આરંભાદિજનનશક્તિની અપેક્ષાએ સાક્ષાત્ નિયત - સમાધાન)
ગાથાર્થ : એજનાદિ ક્રિયાઓને આરંભાદિને નિયત જે કહી છે તે તેમાં રહેલી આરંભાદિજનનશક્તિની અપેક્ષાએ કહેલી જાણવી, સ્ફુટ એવા આરંભાદિની અપેક્ષાએ કહેલી નહિ. આરંભાદિને પેદા કરવાની આ શક્તિ જ્યારે ચાલી જાય છે, ત્યારે યોગનિરોધ અપ્રતિબદ્ધ બની જાય છે, અર્થાત્ પછી તેનો પ્રતિબંધ થતો નથી.
ભાવાર્થ આ છે આ સૂત્રમાં એજનાદિક્રિયાઓનો જે સાક્ષાદ્ આરંભનિયમ કહ્યો છે તે અંતર્મુહૂર્વાદિરૂપ સ્થૂલકાલની અપેક્ષાએ બાદર યોગવાળા જીવોને માટે અસંભવિત નથી. અર્થાત્ ‘બાદર યોગવાળા જીવની અંતર્મુહૂર્વાદિ સ્થૂલકાળભાવી એજનાદિ ક્રિયાઓ જ્યાં સુધી હોય છે ત્યાં સુધી સાક્ષાત્ જીવવિરાધના વગેરે રૂપ આરંભાદિ હોય છે' એવો નિયમ તો અસંભવિત નથી જ - “પણ સૂત્રમાં તો
-