SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૭ કેવલીમાં દ્રવ્યહિંસા : ભગવતીજીનો અધિકાર रिति वृद्धाः । युक्तं चैतत्, ‘जाव णं एस जीवे सया समिअं एअइ वेयइ जाव तं तं भावं परिणमइ ताव णं अट्ठविहबंधए वा सत्तविहबंधए वा छव्विहबंधए वा एगविहबंधए वा नो णं अबंधए ।' इत्यत्रैजनादिक्रियाणामष्टविधाद्यन्यतरबन्धव्याप्यत्ववत्प्रकृतेऽप्यारंभाद्यन्यतरव्याप्यत्वस्यैव व्युत्पत्तिमर्यादया लाभात् । परः पुनरेनमेवार्थं - 'सुमुनीनां, शोभना मुनयः सुमुनयः सुसाधवस्तेषामप्रमत्तगुणस्थानकादारभ्य त्रयोदशगुणस्थानं यावदारम्भे वर्तमानानामप्यारम्भिकी क्रिया न भवति' - इत्यादि स्वयमेव ग्रन्थान्तरे लिखितमस्मरनिवान्यथैवात्र व्याख्याप्रकारमारचयति । तथाहि-अन्तक्रियाप्रतिबन्धकास्तावद्योगा एव, यावद्योगास्तावदन्तक्रिया न भवति, योगनिरोधे च भवतीति तेषां तत्प्रतिबन्धकत्वाद्, 'यदभावो यत्र कारणं तदेव तत्र प्रतिबन्धकमिति जगत्स्थितेः । न चैवं क्वाप्यागमे जीवघातनिरोधे तज्जन्य નથી. આવું સંપ્રદાયવૃદ્ધો (અનુભવીઓ) કહે છે. આ વાત યોગ્ય પણ છે એ ભગવતીજીના નીચેના સૂત્ર પરથી જણાય છે. “જ્યાં સુધી આ જીવ સદા સપ્રમાણ એજનાદિ ક્રિયા કરે છે... યાવત્ તે તે ભાવે પરિણમે છે ત્યાં સુધી અષ્ટવિધબંધક હોય છે અથવા સપ્તવિધબંધક હોય છે અથવા પવિધબંધક હોય છે અથવા એકવિધબંધક હોય છે. પણ અબંધક હોતો નથી.” ભગવતીજીના આ સૂત્રમાં “એજનાદિ ક્રિયા અષ્ટવિધબંધકત્વાદિ પ્રત્યેકને વ્યાપ્ય હોય છે' એવું નથી કહ્યું, પણ “અષ્ટવિધબંધકત્વસપ્તવિધબંધકત્વ વગેરેમાંથી પણ કોઈપણ એકને (અન્યતરને) વ્યાપ્ય હોય છે એવું કહ્યું છે. આ જ રીતે પ્રસ્તુતમાં પણ તેવી વ્યુત્પત્તિમર્યાદાના કારણે (પરસ્પર આકાંક્ષાવાળા શબ્દોના તેવા સામર્થ્યના કારણે) એજનાદિક્રિયામાં આરંભાદિ દરેકનું વ્યાપ્યત્વ હોવું સિદ્ધ નથી થતું, પણ આરંભાદિમાંથી કોઈ પણ એકનું (અન્યતરનું) (એજનાદિક્રિયા હોય તો આરંભાદિ ત્રણમાંથી કોઈપણ એક અવશ્ય હોય જ એવું) વ્યાપ્યત્વ હોવું જ સિદ્ધ થાય છે. વળી પૂર્વપક્ષી તો આ જ બાબતમાં પોતે જ અન્ય ગ્રન્થમાં જે કહ્યું છે કે “અપ્રમત્તગુણઠાણાથી માંડીને તેરમા ગુણઠાણા સુધીના સુસાધુઓ આરંભમાં વર્તતા હોય તો પણ તેઓને આરંભિકી ક્રિયા હોતી નથી.” તે જાણે કે યાદ જ આવતું ન હોય તેમ અહીં જુદા પ્રકારની બે કલ્પનાઓ કરીને વ્યાખ્યા કરે છે. તે આ રીતે (યોગો જ અંતક્રિયાવિરોધી - પૂર્વપક્ષ) પૂર્વપક્ષઃ (૧) અંતક્રિયાના પ્રતિબંધક યોગો જ છે, કેમ કે જ્યાં સુધી યોગો હોય છે ત્યાં સુધી અંતક્રિયા થતી નથી અને યોગનિરોધ થએ છતે તે થાય છે. જેનો અભાવ જેમાં કારણ હોય તે જ તેનો પ્રતિબંધક હોય' એવી જગત્ સ્થિતિ છે. પણ આ રીતે આગમમાં ક્યાંય પણ એવું કહ્યું નથી કે “જીવઘાતનો १. यावदेष जीवः सदा समितमेजते, व्येजते यावत्तं तं भावं परिणमते तावदष्टविधबन्धको वा सप्तविधबन्धको वा षड्विधबन्धको वा एकविधबन्धको वा, नोऽबन्धकः ॥
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy