SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૦ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૯, ૬૦ हिंसकभावो भवेत् हिंसाऽन्वितयोगत इति तर्कस्य । दर्शयितुमिति भणितं प्रशिथिलमूलत्वं दोषम् ।।५९।। हिंसगभावो त्ति । हिंसकभावो भवेद्धिंसाऽन्वितयोगतोऽधिकृतवस्त्रच्छेदनव्यापारवत इति शेषः, इत्येतस्य तर्कस्य प्रशिथिलमूलत्वमापाद्यापादकव्याप्त्यसिद्धिरूपं दोषं दर्शयितुमिति भणितं यदुताऽप्रमत्तादीनां सयोगिकेवलिपर्यन्तानां हिंसाव्याप्रियमाणकाययोगे सत्यपि भावत उपयुक्तत्वान हिंसकत्वमिति । योगवत्त्वमानं च नापादकमिति तत्रापाद्यव्याप्त्यसिद्धिप्रदर्शनमकिञ्चित्करमेवेति ભાવ પtiા नन्वप्रमत्तादीनामुपयुक्तानां योगवतामप्यहिंसकत्वप्रदर्शनेन हिंसाऽन्वितयोगाभाव एव प्रदर्शितो भवति, तथा च प्रकृते आपादकाप्रसिद्धिप्रदर्शनपर एवायं ग्रन्थोऽस्तु इत्यत आह અધિકૃત વસ્ત્રછેદનવ્યાપારયુક્ત જીવમાં હિંસાયુક્ત યોગના કારણે હિંસકત્વ આવશે” એવા તર્કનું મૂળ પ્રશિથિલ છે. અર્થાત્ આપાદ્ય-આપાદકની વ્યાપ્તિ અસિદ્ધ છે' - એવો દોષ દેખાડવા માટે અપ્રમત્તથી માંડીને સયોગી કેવળી સુધીના જીવો, હિંસામાં વ્યાપૃત કાયયોગવાળા હોવા છતાં ભાવથી ઉપયુક્ત હોઈ હિંસક હોતા નથી' ઇત્યાદિ કહ્યું છે. તેથી શંકાકારે જે કહ્યું છે કે – પૂર્વપક્ષીનું જે અનુમાન છે કે “અપ્રમત્તાદિસંબંધી વસ્ત્રછેદનવ્યાપારયુક્ત જીવહિંસક હોય છે, કેમકે યોગયુક્ત હોય છે. ઇત્યાદિ, તે અનુમાનમાં વ્યભિચાર દેખાડવા ઉક્ત પ્રસ્થાધિકાર છે અને તેથી એ અનુમાનથી કેવલીમાં હિંસકત્વની સિદ્ધિ થઈ ન શકવાથી અહિંસકત્વ સિદ્ધ થયું, પણ દ્રવ્યહિંસા સિદ્ધ થઈ નહિ – વગેરે તે ખોટું ઠરે છે, કેમ કે માત્ર યોગયુક્તતા તો આપાદક જ ન હોઈ તેમાં આપાદ્યની વ્યાપ્તિની અસિદ્ધિ દેખાડવી એ નિરુપયોગી જ છે. (અને તેથી એ અનુમાનમાં વ્યભિચાર દેખાડવો એ પણ નિરર્થક હોઈ તે દેખાડવા માટે ઉક્ત પ્રસ્થાધિકાર છે એવું કહેવું એ અયોગ્ય છે.) “માટે કેવલીમાં દ્રવ્યહિંસા સિદ્ધ થઈ નહિ એ વાત અસિદ્ધ કરે છે. /પલા | (વસ્ત્રદાધિકાર હિંસાવિતયોગના અભાવનો જ્ઞાપક-પૂર્વપક્ષ) શંકાઃ ઉપયુક્ત અપ્રમત્તાદિ જીવો યોગયુક્ત હોવા છતાં અહિંસક હોય છે એવું “અપ્રમત્તથી માંડીને સયોગી સુધીના જીવો યોગવાળા હોવા છતાં અહિંસક હોય છે' ઇત્યાદિ વચનથી જે જણાવ્યું છે, તેનાથી તેઓમાં હિંસાન્વિતયોગનો અભાવ હોય છે એ વાત જ દેખાડેલી છે. અને તેથી ઉક્તગ્રન્થને પ્રસ્તુતમાં, વ્યાપ્તિની અસિદ્ધિરૂપ દોષ દેખાડવાના તાત્પર્યવાળો નહિ, પણ અપ્રમત્તાદિમાં હિંસાન્વિતયોગ રૂપ આપાદક જ હોતો નથી એવું દેખાડવાના તાત્પર્યવાળો જમાનો ને ! (અને તેથી સયોગી કેવલીને દ્રવ્યહિંસા હોતી નથી એ વાત સિદ્ધ થઈ જશે.) આવી શંકાનું સમાધાન કરવા ગ્રન્થકાર કહે છે –
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy