SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૬ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૫ किञ्च यदि द्रव्यहिंसया कृतप्रत्याख्यानभङ्गः स्यात्तदा तवाप्युपशान्तमोहस्य यथाख्यातचारित्रं न स्यात्, अंशतो भगावश्यंभावादिति । यच्च सर्वविरतिसिद्ध्यर्थं द्रव्यहिंसाया अपि प्रत्याख्यानमुपपादितं तदयुक्तं, एवं योगानामपि प्रत्याख्यानापत्तेः 'अयोगिकेवलिष्वेव सर्वतः संवरो मतः' इति वचनादयोगिन्येव सर्वसंवरसिद्धेः । यच्च द्रव्याश्रवस्य सूक्ष्मपृथिव्यादीनामिवाविरतिप्रत्ययकर्मबन्धहेतुत्वमुक्तं तद् वृथैव, तेषामविरतिभावं प्रतीत्यैव कर्मबन्धाभिधानात्, तद्योगानां द्रव्यहिंसाऽहेतुत्वाद्, भावहिंसाकारणत्वं च योगानामिव द्रव्यहिंसाया अपि न बाधकमिति । यत्त्वेतेनेत्यादिना पाशचन्द्रमतमुपेक्ष्य 'तस्मादयं भावः' इत्यादिना किञ्चित्संप्रदायानुसारि भणितं तदर्द्धजरतीयन्यायानुकारि, हिंसांशे जिनोपदेशाभावेन तन्मताश्रयणे 'पूजाधुपदेशाभावापत्तेः, तदविना તેઓમાં જે દ્રવ્યહિંસાદિ માનેલા છે તેનાથી તમારા અભિપ્રાય પ્રમાણે) પચ્ચખાણનો આંશિક ભંગ થઈ જાય છે. વળી, “સર્વવિરતિની પરિપૂર્ણતા સિદ્ધ કરવા માટે દ્રવ્યહિંસાનું પણ પચ્ચકખાણ આવશ્યક છે’ ઇત્યાદિ પણ જે સિદ્ધ કર્યું છે તે પણ અયોગ્ય છે, કારણ કે સર્વવિરતિ એટલે સર્વઆશ્રયસ્થાનોથી અટકવું એવો જે અર્થ કર્યો છે તેનો ફલિતાર્થ એ થાય છે કે તે સર્વસંવર રૂપ છે. અને તો પછી યોગોનું પણ પચ્ચકખાણ કરવું આવશ્યક બની જવાની આપત્તિ આવશે, કેમ કે “અયોગી કેવલીઓમાં જ સર્વત સંવર મનાયો છે.' ઇત્યાદિ વચનોથી જણાય છે કે અયોગીમાં જ સર્વસંવર હોય છે. વળી ‘દ્રવ્યહિંસા વગેરે રૂપ દ્રવ્યઆશ્રવ સૂક્ષ્મપૃથ્વીકાયાદિની જેમ થતા અવિરતિનિમિત્તક કર્મબંધનો હેતુ છે એવું જે કહ્યું છે તે પણ ખોટું જ છે, કેમ કે સૂક્ષ્મપૃથ્વીકાયાદિના યોગો દ્રવ્યહિંસાના હેતુભૂત ન હોઈ (કેમ કે તેઓના શરીરાદિથી કોઈ જીવની વિરાધના થતી નથી.) તેઓને દ્રવ્યહિંસા જ ન હોવાના કારણે, તેઓને જે કર્મબંધ થાય છે તે અવિરતિપણાનિમિત્તે જ થતો હોવો કહ્યો છે (અર્થાત્ તેઓનું દૃષ્ટાન્ત લઈને દ્રવ્યઆશ્રવને કર્મબંધનો હેતુ સિદ્ધ કરી શકાતો નથી.) વળી “દ્રવ્યહિંસા ભાવહિંસાના કારણભૂત હોઈ સર્વવિરતિની બાધક છે અને તેથી એનું પણ પચ્ચકખાણ આવશ્યક છે” એ વાત પણ બરાબર નથી, કેમકે ભાવહિંસાની કારણતા હોવા છતાં યોગો જેમ સર્વવિરતિના બાધક બનતા નથી તેમ દ્રવ્યહિંસા પણ બાધક જ બનતી નથી. (પુષ્પ ચડાવવા વગેરે રૂપ હિંસાનો ઉપદેશ સાક્ષા વિધિમુખ) વળી જોન' ઇત્યાદિથી પાચન્દ્રમતની ઉપેક્ષા કરીને તસ્મા પાવ: ઇત્યાદિથી જે થોડું કાંઈક સંપ્રદાયાનુસારી કહ્યું છે તે પણ અર્ધજરતીય ન્યાયને અનુસારનારું છે. કેમ કે હિંસાઅંશમાં જિનોપદેશ હોતો નથી એટલું જ માત્ર સિદ્ધ કરીને તેના પાર્જચંદ્રના) મતને અનુસરવામાં પૂજાદિના ઉપદેશનો અભાવ થઈ જવાની આપત્તિ આવે છે. તે આ રીતે – “પૂજાને અવિનાભાવી એવા પણ પ્રાણવિયોગ રૂપ
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy