SearchBrowseAboutContactDonate
Page Preview
Page 124
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૧ કેવલીમાં દ્રવ્યહિંસાઃ અપવાદ વિષયક ઉપદેશ વિચાર थिरं होइ'ति श्रीसूत्रकृदङ्गचूर्णा भणितम् । अत एव 'साहूण चेइआण य०' (उप.माला-२४२) इत्यादौ सर्वबलेनेति स्वप्राणव्यपरोपणं यावदित्येवं भणितं, न पुनर्जिनप्रवचनाहितकर्ता हन्तव्य इति, जैनानां तथाभाषाया वक्तुमप्यनुचितत्वात् । यद्यपि सर्वबलेन निवारणे पञ्चेन्द्रियव्यापादनं कादाचित्कं भवत्यपि, तथापि ‘स व्यापादनीयो व्यापाद्यतां च' इत्यादिरूपेण मनोव्यापारवानपि केवली न भवति, तथाभूतस्यापि मनोव्यापारस्य सावद्यत्वेन प्रत्याख्यातत्वात् । न चापवादिकस्तथाव्यापारः सावधो न भविष्यतीति शङ्कनीयं, यतोऽपवादप्रतिषेवणं च संयतेष्वपि प्रमत्तस्यैव भवति, कथं तर्हि सर्वोत्कृष्टनियताप्रमत्तस्य केवलिनोऽपीति? परं पञ्चे વાદનું=વિરુદ્ધવાદનું નિરાકરણ કરવામાં સમર્થ છે. એટલું જ જણાવ્યું છે. જેમ કે સૂત્રકૃતાંગની ચૂર્ણિમાં જે કહ્યું છે કે “મિથ્યાષ્ટિઓ પડિહણાયે છતે સમ્યકત્વ સ્થિર થાય છે. તેનો “મિથ્યાષ્ટિઓ મરી ગયે છતે સમ્યક્ત્વ સ્થિર થાય છે એવો અર્થ ઘટતો ન હોવાથી “મિથ્યાષ્ટિઓનો વાદ હણાયે=નિરાકરણ થએ છતે સમ્યકત્વ સ્થિર થાય છે' એવો સુસંગત અર્થ કરાય છે. તેમ અહીં પણ “અવર્ણવાદી'નો અર્થ અવર્ણવાદીનો વાદ” અને “પડિહણેન્જ'નો અર્થ “નિરાકરણ કરવું' એવો હોવાથી ઉક્ત આગમનો વિરોધ આવતો નથી. આમ ઉક્ત આગમનો વિરોધ ન આવે એ રીતે અર્થ સંગત કરવાનો હોવાથી જ ઉપદેશમાળામાં જે કહ્યું છે કે “સાધુઓના અને ચૈત્યોના પ્રત્યેનીકને અને અવર્ણવાદને તેમજ જિન પ્રવચનના અહિતને સર્વશક્તિથી વારવું' તેમાં “સર્વશક્તિથી એવું જે કહ્યું છે તેનો પોતાના પ્રાણ ચાલ્યા જાય ત્યાં સુધી...' એવો અર્થ કહ્યો છે, નહિ કે જિનપ્રવચનનું અહિત કરનારને હણવો (હણવા સુધી પોતાની શક્તિ વાપરવી) એવો, કેમકે જૈનોએ તેવો ભાષાપ્રયોગ કરવો પણ અનુચિત છે. જો કે પોતાની બધી તાકાત લગાડીને તેનું વારણ કરવામાં ક્યારેક પંચેન્દ્રિય જીવની (તે અહિત કરનાર મનુષ્યાદિની) હત્યા થઈ પણ જાય, તો પણ તે મારવા યોગ્ય છે તેને મારી નાખો' ઇત્યાદિ રૂપે તો કેવળી મનની પ્રવૃત્તિ પણ કરતાં નથી (તો તેવા વચનપ્રયોગની તો વાત જ ક્યાં?) કારણ કે તેવી મનની પ્રવૃત્તિ પણ સાવદ્ય હોવાથી તેનું પણ તેઓને પચ્ચખાણ હોય છે. (જિનાજ્ઞાથી વસ્તુસ્વરૂપનું જ્ઞાન, પ્રવૃત્તિ-નિવૃત્તિ સ્વતઃ - પૂર્વપક્ષ) કેવળી જો તેવો મનોવ્યાપાર કરે તો તે આપવાદિક હોવાથી સાવદ્ય હોતો નથી” એવી શંકા ન કરવી, કેમકે છઘ0-સંયતોમાં પણ અપવાદસેવન પ્રમત્તોને જ હોય છે, અપ્રમત્તોને નહિ, તો સર્વોત્કૃષ્ટ અને નિયત(હંમેશા) અપ્રમત્ત એવા કેવલીઓને શી રીતે હોય? વળી છબસ્થપ્રમત્તો જે જ્ઞાનાદિની હાનિના ભયથી અપવાદસેવન કરે છે તે ભયરૂપ કારણ જ કેવલીઓને તો ન હોવાથી અપવાદસેવન ૨. સાધૂન ચૈત્યાન ૨
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy