SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ધર્મપરીક્ષા ભાગ-૨ | ગાથા-૫૪ शकवृत्तौ-'तत्राभोगोऽकर्त्तव्यमिति ज्ञानं अनाभोगस्त्वज्ञानमिति । तौ चोभयविराधनायामपि सम्भवत एव । प्रतिपादितं च प्रायश्चित्तमाभोगानाभोगभेदात् पृथिव्यादिविराधनायामपि पृथगेवेति न किञ्चिदेतत् । एतेन यदुच्यते 'विनाऽपवाद ज्ञात्वा जीवघातको यद्यसंयतो न भवेत् तहसंयतत्वमुच्छिन्नसंकथं भवेद्' इत्यादि परेण, तदपास्तं, अपवादमन्तरेणापि सामान्यसाधूनामपवादपदानधिकारिणां चोत्कृष्टचारित्रवतां प्रतिमाप्रतिपन्नजिनकल्पिकादीनां नद्युत्तारादावाभोगपूर्वजीवविराधनायाः साधितत्वात् । नद्युत्तारश्च जिनकल्पिकादीनामपि 'जत्थत्यमेइ सूरो०' इत्यादि प्रवचनेषु दिवसतृतीयपौरुष्यतिक्रमे नद्याधु (આભોગ અને અનાભોગ શું છે?) સમાધાનઃ આવી શંકા યોગ્ય નથી, કારણ “સામા રહેલા પિંડમાં જીવ છે' ઇત્યાદિ જ્ઞાન એ આભોગ છે અને એ જ્ઞાન ન હોવું એ અનાભોગ છે એવું કહ્યું નથી. શાસ્ત્રમાં તો અકર્તવ્યત્વજ્ઞાનને જ આભોગ તરીકે અને તેના અભાવને જ અનાભોગ તરીકે કહેલ છે. જેમ કે પંચાશકની વૃત્તિમાં કહ્યું છે કે “તેમાં આભોગ એટલે “આ મારે અકર્તવ્ય છે એવું જ્ઞાન અને તેનું જ્ઞાન ન હોવું એ અનાભોગ.” આવા પ્રકારના આભોગ-અનાભોગ તો સ્થૂલત્રસ અને સ્થાવરાદિ બંનેની વિરાધનામાં કે પાણી પીવાની અને નદી ઉતરવાની બંને ક્રિયાથી થતી વિરાધનામાં સંભવી જ શકે છે. બાકી, “સ્થાવરાદિ જીવોનો છદ્મસ્થને આભોગ સંભવે જ નહિ એ વાત તો સાવ શાસ્ત્રવિરુદ્ધ છે, કારણ કે પૃથ્વીકાયાદિની વિરાધનામાં પણ આભોગ-અનાભોગના કારણે જુદું જુદું પ્રાયશ્ચિત્ત શાસ્ત્રમાં બતાવ્યું છે જે પૃથ્વીકાય વગેરેનો આભોગ અસંભવિત જ હોય તો અસંગત બની જાય. માટે પાણી પીવામાં આવ્યોગના કારણે નહિ પણ નિઃશૂકતાના કારણે વધુ પ્રાયશ્ચિત્ત આવે છે એ વાત તુચ્છ છે. “અપવાદશૂન્ય અવસ્થામાં પણ જાણીને જીવઘાત કરનારો જો અસંયત (સંયમભ્રષ્ટ) ન બની જતો હોય તો અસંતપણાનું દુનિયામાં નામનિશાન નહિ રહે” ઇત્યાદિ જે પૂર્વપક્ષી કહે છે (આવું કહીને પૂર્વપક્ષી કહેવા એ માંગે છે કે કેવલી ભગવાનને સર્વજીવોનો આભોગ તો હોય જ છે. વળી તેઓને અપવાદ હોતો નથી. એમ છતાં જો અશક્યપરિહારરૂપે પણ તેઓ હિંસા કરતાં હોય તો તેઓ અસંયત જ બની જવાની આપત્તિ આવે.) તેનું પણ આનાથી નિરાકરણ જાણવું, કારણ કે અપવાદ વગર પણ સામાન્ય સાધુઓને તેમજ અપવાદપદના અનધિકારી અને ઉત્કૃષ્ટચારિત્રયુક્ત એવા પ્રતિભાધારી કે જિનકલ્પી સાધુઓને નદી ઉતરવા વગેરેમાં આભોગપૂર્વક જીવવિરાધના થાય છે અને તેમ છતાં તેઓનું સાધુપણું જળવાઈ રહે છે) એ વાત સિદ્ધ થઈ ગઈ છે. જિનકલ્પીઓને તો નદી ઉતરવાની હોતી જ નથી' ઇત્યાદિ ન કહેવું, કારણ કે “નWW..' જયાં સૂર્ય અસ્ત પામે' ઇત્યાદિ શાસ્ત્રવચનોની વ્યાખ્યા રૂપે કહેવાયેલા દિવસનો ત્રીજો પ્રહર પૂરો થાય ત્યારે - - ૨. યત્રાર્તામસૂિર્ય ( ) I
SR No.022193
Book TitleDharm Pariksha Part 02
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages298
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size26 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy