SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ सूक्ष्मनिगोदजीवाः; तथा (२) अनादिमन्तः सूक्ष्मा बादराश्च निगोदजीवा अव्यवहारिण एव, अन्यथा व्यवहारित्वभवनसिद्धिगमनयोरपर्यवसितत्वानुपपत्तेः । अपर्यवसितत्वं च 'सिज्झति जत्तिया किर.....' इत्यादिना सिद्धम् । तथा (३) सांव्यवहारिका जीवाः सिध्यन्त्येव आवलिकाऽसंख्येयभागपुद्गलपरावर्त्तसमयपरिमाणत्वेन परिमितत्वाद् । व्यतिरेके सिद्धा निगोदजीवाश्च दृष्टान्ततया वाच्या કૃતિ । ननु 'सर्वे जीवा व्यवहार्यव्यवहारितया द्विधा, सूक्ष्मा निगोदा एवान्त्याः, तेभ्योऽन्ये व्यवहारिणः' इति योगशास्त्रवृत्तिवचनाद् बादरनिगोदजीवानां व्यवहारित्वसिद्धेः कथमव्यवहारित्वमिति चेत् ? न, तत्र 'सूक्ष्मनिगोदा एवान्त्याः' इति पाठस्यापि दर्शनात् तत्र सूक्ष्माश्च निगोदाश्चेतीतरेतरद्वन्द्वकरणेऽ ૫૪ – (બાદરનિગોદમાં અવ્યવહારિત્વની સિદ્ધિ કરતાં અનુમાનો-પૂર્વપક્ષ) (૧) બાદર નિગોદ જીવો વ્યવહા૨૨ાશિગત નથી, કેમ કે સિદ્ધોથી અનંતગુણા છે, જેમ કે સૂક્ષ્મનિગોદ જીવો. (૨) અનાદિ એવા સૂક્ષ્મ અને બાદરનિગોદ જીવો અવ્યવહારી જ હોય છે, કેમ કે નહીંતર જીવોનાં વ્યવહારી બનવાપણાનો અને મોક્ષમાં ગમનનો જે ક્યારેય અંત નથી આવવાનો તે અનુપપન્ન (અસંગત) થઈ જાય. મોક્ષમાર્ગનો ક્યારેય વિચ્છેદ થવાનો નથી. એના પરથી મોક્ષગમનનો અંત થવાનો નથી તે વાત સિદ્ધ છે અને જેટલા મોક્ષમાં જાય એટલા અવ્યવહા૨ીમાંથી વ્યવહારી બને” ઇત્યાદિ શાસ્ત્રોક્ત વાતથી વ્યવહારી બનવાપણાનો પણ અંત આવવાનો નથી એ વાત સિદ્ધ છે એ જાણવું. (૩) બધા સાંવ્યાવહારિકજીવો નિયમા સિદ્ધ થાય જ છે, કેમકે તેઓનો સંસા૨ આવલિકાના અસંખ્યાતમા ભાગ જેટલા પુદ્ગલપરાવર્ત્તના સમય જેટલો પરિમિત હોય છે. જેઓનો જ્યાં રહેવાનો કાળ પરિમિત હોય તેઓ ત્યાંથી ખાલી થાય જ છે. જેઓ જ્યાંથી ખાલી થતા નથી તેઓનો ત્યાં રહેવાનો કાલ પરિમિત પણ હોતો નથી. જેમકે સિદ્ધના જીવો તેમજ નિગોદના જીવો. વ્યાવહારિકજીવોનો વ્યવહારરાશિમાં રહેવાનો કાળ પરિમિત છે. તેથી તેઓ ત્યાંથી અવશ્ય નીકળશે જ. એટલે કે સિદ્ધ થશે જ. શંકા : “બધા જીવો વ્યવહારી-અવ્યવહારી તરીકે બે પ્રકારે છે. તેમાં સૂક્ષ્મ નિગોદ જ અંત્ય (=અવ્યવહા૨ી) છે, એ સિવાયના વ્યવહારી હોય છે” આવા યોગશાસ્ત્રની વૃત્તિના વચનથી બાદરનિગોદજીવો વ્યવહારી હોવા સિદ્ધ છે, તો તેમ છતાં તમે તેઓને અવ્યવહારી કેમ કહો છો ? (સૂક્ષ્મ પૃથ્વીકાયાદિ પણ અવ્યવહારી- પૂર્વપક્ષ) સમાધાન ઃ તમારી વાત બરાબર નથી. એ વૃત્તિનો “સૂક્ષ્મનિોવાઃ વાન્ત્યા” એવો પાઠ પણ મળે
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy