________________
૪૨
30
ધર્મપરીક્ષા ભાગ-૧ / ગાથા-૯ निवेशिकमपि तेषु सम्यक्त्वपूर्वकमेव प्रतिषिध्यते, इत्याभिग्रहिकमपि द्रव्यलिंगवतां तेषामाभिनिवेशिकत्वेन क्वचिदुच्यमानं न दोषायेति सुधीभिर्भावनीयम् ← ।
अपि च पालकसंगमकादीनां प्रवचनार्हत्प्रत्यनीकानामुदीर्णव्यक्ततरमिथ्यात्वमोहनीयोदयानामेव समुद्भूता नानाविधाः कुविकल्पाः श्रूयन्ते । किञ्च - मोक्षकारणे धर्म एकान्तभवकारणत्वेनाधर्मश्रद्धानरूपं मिथ्यात्वमपि तेषां लब्ध्याद्यर्थं गृहीतप्रव्रज्यानां व्यक्तमेव । यत्पुनरुच्यते- 'तेषां कदाचित्कुलाचारवशेन व्यवहारतो व्यक्तमिथ्यात्वे सम्यक्त्वे वा सत्यपि निश्चयतः सर्वकालमनाभोगमिथ्यात्वमेव भवति' इति तदभिनिवेशविजृम्भितं, शुद्धिप्रतिपत्त्यभावापेक्षया निश्चयेनानाभोगाभ्युपगमे आभि
બનતી નથી. વળી અભવ્યોમાં જે અનાભિગ્રહિક મિથ્યાત્વનો અમે નિષેધ કરીએ છીએ તે પણ આદિધર્મ ભૂમિકા રૂપ અનાભિગ્રહિક મિથ્યાત્વનો જ (કે જેને, તે ઉત્તરોત્તર ધર્મપ્રાપ્તિ કરાવનાર હોઈ અમે આગળ શોભન=સુંદર કહેવાના છીએ તેનો) નિષેધ જાણવો. તેથી સ્વરુચિકલ્પિત અનાભિપ્રહિક મિથ્યાત્વ (કે જે અમે કહેલ અનાભિગ્રહિકમિથ્યાત્વ કરતાં જુદું છે તે) અભવ્યોમાં હોય તો પણ કોઈ વાંધો નથી. એ જ રીતે તેઓમાં આભિનિવેશિક મિથ્યાત્વનો જે નિષેધ કરાય છે તે પણ સમ્યક્ત્વપૂર્વક (સમ્યક્ત્વથી પડેલાને) આવતાં આભિનિવેશિક મિથ્યાત્વનો જાણવો. તેથી દ્રવ્યલિંગ સ્વીકારેલ કોઈ અભવ્ય શાસ્ત્રોક્ત કોઈ એક સિદ્ધાન્તની સામે પ્રકટ રીતે પડ્યો હોય અને તેથી તેના આભિગ્રહિક પણ મિથ્યાત્વનો આભિનિવેશિક મિથ્યાત્વ તરીકે ઉલ્લેખ થયો હોય તો પણ તેના નિષેધની પ્રરૂપણા ઊડી જવા રૂપ કોઈ દોષ થતો નથી એ બુદ્ધિમાન પુરુષોએ વિચારવું, કેમ કે તેનું એ મિથ્યાત્વ સમ્યક્ત્વપૂર્વકનું ન હોઈ પ્રસ્તુત નિષેધનો વિષય જ નથી.
વળી પ્રવચનના અને શ્રી અરિહંતના દુશ્મન એવા પાલક-સંગમદેવ વગેરે અભવ્યોને તેઓ ઉદીર્ણ થયેલા વ્યક્તતર મિથ્યાત્વ મોહનીયના ઉદયવાળા હોવાથી જ અનેક પ્રકારના કુવિકલ્પો થયા હતા એવું સંભળાય છે. તેમજ પાંચ મહાવ્રત પાલનાદિરૂપ ધર્મ કે જે મોક્ષના કારણભૂત છે તેને પણ અભવ્ય તો લબ્ધિ-સ્વર્ગ-વૈભવાદિનું જ કારણ માને છે, મોક્ષને માનતો જ ન હોવાથી ધર્મને તેના કારણ તરીકે પણ માનતો નથી. તેથી મોક્ષના કારણ ધર્મને એ એકાન્તે સંસારનું જ કારણ માને છે એ ફલિત થાય છે. માટે લબ્ધિ વગેરે માટે દીક્ષા લેનારાને ‘ધર્મમાં અધર્મશ્રદ્ધા’ રૂપ મિથ્યાત્વ વ્યક્ત જ હોય છે એ વાત સ્પષ્ટ છે. ~ ‘અભવ્યોને ક્યારેક તેવા કુલાચારાદિના કારણે વ્યવહારથી વ્યક્ત મિથ્યાત્વ (યજ્ઞ વગેરે કરતા હોય તો) કે સમ્યક્ત્વ (જિનપૂજાદિ કરતા હોય તો) હોવા છતાં નિશ્ચયથી તો હંમેશાં અનાભોગ મિથ્યાત્વ જ હોય છે.’ ~ એવું જે કહેવાય છે તે પકડાયેલા કદાગ્રહનો જ નાચ જાણવો, કેમકે “અભવ્યોને તો ક્યારેય પણ ઇતરદર્શનના આચારોની શુદ્ધ પ્રતિપત્તિ કે સમ્યક્ત્વનો પણ શુદ્ધ સ્વીકાર હોતો નથી. તેથી માનવું જોઈએ કે તેઓને નિશ્ચયથી તો અનાભોગ મિથ્યાત્વ જ હોય છે.” એવી તમારી પાયાની માન્યતા પણ ભૂલ ભરેલી જ છે, કારણ કે તો તો શુદ્ધ પ્રતિપત્તિ ન કરનાર આભિગ્રહિકાદિ