SearchBrowseAboutContactDonate
Page Preview
Page 82
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯ અભવ્યના મિથ્યાત્વનો વિચાર सम्मत्यादिग्रन्थप्रसिद्धाः षड्विकल्पाः। ते च सदा नास्तिक्यमयानामभव्यानां व्यक्ता एवेति कस्तेषामाभिग्रहिकसत्त्वे संशय इति भावः । રૂત્યં ૨ - लोइअमिच्छत्तं पुण सरूवभेएण हुज्ज चउभेअं । अभिगहिअमणभिगहिअं संसइअं तह अणाभोगं ।। तत्थ वि जमणाभोगं अव्वत्तं सेसगाणि वत्ताणि । चत्तारि वि जं णियमा सन्नीणं हुंति भव्वाणं ।। इति नवीनकल्पनां कुर्वनभव्यानां व्यक्तं मिथ्यात्वं न भवत्येवेति वदन् पर्यनुयोज्यः - ननु भोः ! कथमभव्यानां व्यक्तमिथ्यात्वं न भवति? नास्त्यात्मेत्यादिमिथ्यात्वविकल्पा हि व्यक्ता एव तेषां अभव्याश्रितमिथ्यात्वेऽनाद्यनन्ता स्थितिर्भवेत् । सा भव्याश्रितमिथ्यात्वेऽनादिसान्ता पुनर्मता ।।९।। एतवृत्तिर्यथा-अभव्यानाश्रित्य मिथ्यात्वे सामान्येन व्यक्ताव्यक्तमिथ्यात्वविषयेऽनाद्यनन्ता स्थितिर्भवति । तथा सैव स्थितिभव्यजीवान् पुनराश्रित्याऽनादिसान्ता मता । यदाह मिच्छत्तमभव्वाणं तमणाइमणंतयं मुणेयव्वं । भव्वाणं तु अणाइसपज्जवसियं तु सम्मत्ते ।। સારભૂત એવા સમ્મતિ વગેરે ગ્રન્થમાં કહ્યા છે. હંમેશાં નાસ્તિકતાથી ભરેલા એવા અભવ્યોને પણ આ ભેદો હોવા વ્યક્ત જ છે. તેથી “તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ હોય જ નહિ” એવો નિશ્ચય તો દૂર રહ્યો પણ “તેઓને આભિગ્રહિક મિથ્યાત્વ સંભવે કે નહિ?” એવો સંશય પણ શી રીતે પડે? + “લૌકિક મિથ્યાત્વ સ્વરૂપભેદે ચાર ભેદવાળું છે આભિગ્રહિક-અનાભિગ્રહિક-સાંશયિક તથા અનાભોગ. (આભિનિવેશિકમિથ્યાત્વ લોકોત્તર હોવાથી). તેમાં પણ જે અનાભોગ મિથ્યાત્વ છે તે અવ્યક્ત હોય છે. બાકીના વ્યક્ત હોય છે, કેમ કે બાકીના ચારેય (આભિગ્રહિક, અનાભિગ્રહિક, સાંશયિક અને આભિનિવેશિક) નિયમા સંજ્ઞી ભવ્યોને હોય છે” + એવી નવી કલ્પના કરતા અને “અભવ્યોને વ્યક્તમિથ્યાત્વ હોય જ નહિ એવું બોલતા ભ્રાન્ત જીવને પણ આ રીતે જ છ વિકલ્પોની વાત કરી આવો પ્રશ્ન પૂછવો કે “ભાઈ! અભવ્યોને વ્યક્ત મિથ્યાત્વ શા માટે ન હોય? કેમકે મિથ્યાત્વના “આત્મા નથી” વગેરે વિકલ્પો તેઓને સ્પષ્ટ રીતે હોવા શાસ્ત્રોમાં સંભળાય જ છે.” તથા “અભવ્યોમાં વ્યક્ત કે અવ્યક્ત રૂપે રહેલ સામાન્ય મિથ્યાત્વની સ્થિતિ અનાદિ અનંત હોય છે. જ્યારે ભવ્યોમાં રહેલા તેની સ્થિતિ અનાદિ સાન્ત હોય છે. કહ્યું છે કે અભવ્યોનું તે મિથ્યાત્વ અનાદિ અનંત જાણવું, જ્યારે સમ્યકત્વપ્રાપ્તિકાળે ભવ્યોને અનાદિ સાન્ત જાણવું.” ગુણસ્થાન ક્રમારોહ સૂત્ર (૯) = = = = = १. लौकिकमिथ्यात्वं पुनः स्वरूपभेदेन भवेच्चतुर्भेदम् । आभिग्रहिकमनाभिग्रहिकं सांशयिकं तथाऽनाभोगम् ॥ ___ तत्रापि यदनाभोगमव्यक्तं शेषकाणि व्यक्तानि । चत्वार्यपि यनियमात् संज्ञिनां भवन्ति भव्यानाम् ॥ २. मिथ्यात्वमभव्यानां तदनाद्यनन्तकं ज्ञातव्यम्। भव्यानां त्वनादिसपर्यवसितं तु सम्यक्त्वे॥
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy