SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૬ ધર્મપરીક્ષા ભાગ-૧ | ગાથા-૮ दीनां वितथश्रद्धानं तु सम्यग्वक्तृवचननिवर्त्तनीयमिति न दोषः। तथापि जिनभद्रसिद्धसेनादिप्रावचनिकप्रधानविप्रतिपत्तिविषयपक्षद्वयान्यतरस्य वस्तुतः शास्त्रबाधितत्वात्तदन्यतरश्रद्धानवतोऽभिनिवेशित्वप्रसङ्ग इति तद्वारणार्थं विदुषोऽपीति-शास्त्रतात्पर्यबाधप्रतिसन्धानवत इत्यर्थः। सिद्धसेनादयश्च स्वस्वाभ्युपगतमर्थं शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायापि पक्षपातेन न प्रतिपन्नवन्तः, किन्त्वविच्छिन्नप्रावचनिकपरम्परया शास्त्रतात्पर्यमेव स्वाभ्युपगतार्थानुकूलत्वेन प्रतिसन्धायेति न तेऽभिनिवेशिनः, गोष्ठामाहिलादयस्तु शास्त्रतात्पर्यबाधं प्रतिसन्धायैवान्यथा श्रद्धते इति न दोषः ३।। भगवद्वचनप्रामाण्यसंशयप्रयुक्तः शास्त्रार्थसंशयः सांशयिकम्, यथा 'सर्वाणि दर्शनानि प्रमाणं कानिचिद्वा', 'इदं भगवद्वचनं प्रमाणं न वा' इत्यादि संशयानानाम्। मिथ्यात्वप्रदेशोदयनिष्पन्नानां साधूनामपि सूक्ष्मार्थसंशयानां मिथ्यात्वभावो मा प्रासाङ्क्षीदिति भगवद्वचनप्रामाण्यसंशयप्रयुक्तत्वं જે વિતથ શ્રદ્ધા છૂટી ન શકે એવી હોય તે “સ્વરસવાહી' કહેવાય. મુગ્ધ શ્રાવકોને અનાભોગાદિના કારણે થયેલ વિતથશ્રદ્ધા સમ્યગુ વક્તાના વચનથી છૂટી જાય તેવી હોય છે તેથી એમાં અતિવ્યાપ્તિ થતી નથી. તે છતાં, શ્રીજિનભદ્રગણિ ક્ષમાશ્રમણ તેમજ શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ વગેરેને પ્રવચનના મુખ્ય વિષય અંગે થયેલ વિવાદના બે પક્ષોમાંથી એક તો વસ્તુતઃ શાસ્ત્રબાધિત જ છે. તેથી બેમાંથી એકની (શાસ્ત્રબાધિતની) શ્રદ્ધાવાળાને આભિનિવેશિક મિથ્યાત્વ હોવાની અતિવ્યાપ્તિ ઊભી જ રહે છે. તેથી એને દૂર કરવા “વિદુષોડપિ” એમ કહ્યું છે. એનાથી ફલિત એ થયું કે “આ મારી માન્યતા શાસ્ત્રતાત્પર્યથી બાધિત છે” એવું જાણનારની વિતથ શ્રદ્ધા આ મિથ્યાત્વરૂપ છે. સિદ્ધસેનદિવાકરસૂરિ આદિએ “પોતપોતે કરેલ અર્થ શાસ્ત્રતાત્પર્યથી બાધિત છે એવું જાણવા છતાં પક્ષપાતથી પોતાની પકડ છોડી નહોતી” એવું નથી, કેમ કે એ શાસ્ત્રતાત્પર્યથી બાધિત છે એવું જ તેઓ જાણતા નહોતા, કિન્તુ “શાસ્ત્રનું તાત્પર્ય પોતે સ્વીકારેલ અર્થને અનુકૂલ જ છે” એવું પોતપોતાને પ્રવચનg ગુરુઓની અવિચ્છિન્ન મળેલી પરંપરાથી જાણીને પોતાનો મત છોડ્યો નહોતો. તેથી તેઓ આભિનિવેશિક મિથ્યાત્વવાળા સિદ્ધ થતા નથી. ગોષ્ઠામાહિલ વગેરેએ તો પોતે માનેલો અર્થ શાસ્ત્રતાત્પર્યબાધિત છે એવું જાણવા છતાં પોતાનો મત છોડ્યો નહોતો, તેથી તેઓના મિથ્યાત્વમાં આવ્યાપ્તિ દોષ નથી. સાંશયિક મિથ્યાત્વઃ ભગવાનનું વચન પ્રમાણભૂત હશે કે નહિ? એવા સંશયના કારણે શાસ્ત્રાર્થ અંગે પડેલો સંશય એ સાંશયિક મિથ્યાત્વ છે. જેમકે સમ્યગ્દષ્ટિ હોવા છતાં જેને કોઈકવાર ભગવાનના વચનમાં શંકા પડી જાય તેના મનમાં એવો સંશય ઊભો થાય કે “બધા જ દર્શનો પ્રમાણભૂત હશે કે પછી અમુક જ?” આ સંશય એ સાંશયિક મિથ્યાત્વ છે. કોઈને સીધેસીધી એવી શંકા પડે કે ભગવાનનું અમુક વચન પ્રમાણભૂત હશે કે નહિ?' તો એ સંશય પણ સાંશયિક મિથ્યાત્વ રૂપ છે. સાધુઓને પણ મિથ્યાત્વના પ્રદેશોદયથી
SR No.022192
Book TitleDharm Pariksha Part 01
Original Sutra AuthorYashovijay Maharaj
AuthorAbhayshekharsuri
PublisherDivyadarshan Trust
Publication Year2015
Total Pages332
LanguageSanskrit, Gujarati
ClassificationBook_Devnagari & Book_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy