________________
અનંતસંસારિત્વનિયમવિચાર
आचाराङ्गवचनात् (द्वितीयाध्य० तृतीयोद्देशक) क्रूराणि कर्माणि परस्यार्थाय कुर्वतो हिताहितबुद्ध्यादिविपर्यासवतो हिंसादिदोषस्यापि भवान्तरे प्रायश्चित्तानुपपत्तिरेव स्यात् । अथ सर्वस्यैव पापस्य प्रमादेन कृतस्य विपर्यासाधायकत्वाद्विपर्यासजलसिच्यमानानां क्लेशपादपानां चानुबन्धफलत्वाद् भवान्तरेऽपि तथाभव्यताविशेषात्कस्यचिद्विपर्यासनिवृत्त्यैवानुबन्धनिवृत्तेहिंसादिप्रायश्चित्तोपपत्तिरिति चेत् ? तदिदमुत्सूत्रप्रायश्चित्तेऽपि तुल्यम् । न चैवमुत्सूत्रभाषिणामनन्तसंसारानियमनात्ततो भयानुपपत्तिरिति शङ्कनीयम्, एकान्ताभावेऽपि बाहुल्योक्तफलापेक्षया हिंसादेरिवोत्सूत्रादास्तिकस्य भयोपपत्तेः, आस्तिक्यं ह्यसत्प्रवृत्तिभयनिमित्तमिति दिग् ।।७।।
अनन्तसंसारिताऽशुभानुबन्धयोगादित्युक्तं, अथाशुभानुबन्धस्य किं मूलम्? के च तद्भेदाः? इत्याह - દુઃખથી સંમૂઢ થઈને હિત-અહિતનો વિપર્યાસ (વિપરીત બોધ) પામે છે.” + એવું આચારાંગ સૂત્રમાં વચન આવે છે. આ વચન પરથી તમારા અભિપ્રાય પ્રમાણે એવો નિયમ નક્કી થઈ જાય છે કે “બીજા (સ્વજનાદિ) માટે હિંસા વગેરે ક્રૂર કાર્યો કરનાર દરેક જીવ હિત-અહિતબુદ્ધિનો વિપર્યાસ પામે.” અને તો પછી કોઈ પણ જીવ તેવો હિંસાદિ પાપનું પણ ભવાન્તરમાં પ્રાયશ્ચિત્ત કરી શકશે નહિ એવી આપત્તિ આવશે. કેમ કે ઉક્ત વિપર્યાસના કારણે તેને પ્રાયશ્ચિત્ત અહિતરૂપ જ લાગવાનું છે.
શંકા પ્રમાદથી લેવાયેલું દરેક પાપ બુદ્ધિમાં હિત-અહિતનો વિપર્યાસ ઊભો કરે છે. આ વિપર્યાસરૂપ જળથી સીંચાતા રાગાદિ ક્લેશવૃક્ષો અનુબંધફલક હોઈ અનુબંધ પાડે છે. તેમ છતાં ભવાન્તરમાં પણ તેવા વિશેષ પ્રકારના તથાભવ્યત્વનાં કારણે વિપર્યાસ દૂર થવા દ્વારા જ કો'ક જીવના પડેલા તે અનુબંધો તૂટે છે. અને તેથી પછી હિંસાદિ પાપોનું પ્રાયશ્ચિત્ત થઈ શકે છે. આમ હિંસાદિ પાપોનું પ્રાયશ્ચિત્ત સર્વથા અસંભવિત નથી.
સમાધાન આ વાત ઉત્સત્રના પ્રાયશ્ચિત્ત માટે પણ સમાન જ હોઈ ભવાંતરમાં તેનું પ્રાયશ્ચિત્ત પણ અસંભવિત નથી. અને તેથી જ “ઉસૂત્રભાષી નિયમા અનંતસંસારી હોય' એવો નિયમ પણ રહેતો નથી.
શંકાઃ જો એવો નિયમ નહિ હોય તો પછી કોઈને ઉત્સુત્ર બોલવાનો ભય જ નહિ રહે.
સમાધાનઃ અવશ્ય અનંતસંસાર જ થાય એવો નિયમ ન હોવા છતાં બહુલતાએ તો એ ફળ મળે જ છે. માટે હિંસાદિની જેમ ઉસૂત્રથી પણ આસ્તિકજીવને તો ભય રહેશે જ, કેમકે તેનું એ આસ્તિક્ય જ અસપ્રવૃત્તિથી ભય પેદા કરવાનું પ્રબળ નિમિત્ત કારણ છે. lણા
અનંતસંસારીપણું અશુભાનુબંધથી થાય છે તે કહ્યું. હવે તે અશુભાનુબંધનું મૂલકારણ શું છે? એ, તથા તેના કયા કયા ભેદો છે? એ જણાવવા ગ્રન્થકાર કહે છે -